ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવી

 ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવી

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134)

ખેડબ્રહ્મા  ખાતે રાજ્યકક્ષામંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાઇ

વિજયનગરની પોળો પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયું છે. જેના થકી રોજગારીની તકો ઉભી થશે – મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર

       સાબરકાંઠા જિલ્લામાં  રાજ્યકક્ષાના મંત્રીશ્રી અન્ન અને નાગરીક પુરવઠા તથા  સામાજિક ન્યાય અને અધિકારીતા  ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે  વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

       આ કાર્યક્રમમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતુ કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મૂંડાની પૂજા  કરતા આવ્યા છે. આદિવાસી લોકોના વિકાસ માટે  જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના,     વન અધિકાર અધિનિયમ ૨૦૦૬દૂધ સંજીવની યોજનાઓ જેવી કલ્યાણકરી યોજનાઓ થકી અસરકારક રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

     છેક અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણીઆરોગ્યશિક્ષણ તેમજ રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે.  રેસીડેન્સીયલ શાળાઓ,આશ્રમ શાળાઓનું નિર્માણ થકી ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પુરી પાડી છે.

આ કાર્યક્રમમાં  પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઇ કોટવાલે જણાવ્યું હતુ કે આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિપરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે  દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે.આદિવાસી લોકોના વિકાસ અર્થે અનેક વિધ યોજનાઓ અમલી છે. પહાડી વિસ્તારોના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે જલ જેવી યોજના અમલી છે.

        વિશ્વ આદિવાસી દિને જિલ્લામાં વર્ચ્યુઅલ રીતે  વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. અને આદિવાસી વિકાસ દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી. આ કાર્યક્રમમાં શૈક્ષણિકરમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેમજ વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સન્માનિત તેમજ સહાય વિતરણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. તેમજ આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

         આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલતાલુકા પંચાયત પ્રમુખશ્રીઓઅગ્રણીશ્રી લુકેશભાઈ જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેજિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાજિલ્લા પોલીસવડા વિજય પટેલપ્રયોજના વહીવટદારશ્રી ખેડબ્રહ્મા જે. જે નિનામાપ્રાંત અધિકારીશ્રીમામલતદારશ્રીઓતાલુકા વિકાસ અધિકારીશ્રીઓ,વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 


સમગ્ર સાબરકાંઠામાં આદિવાસી વસ્તી ધરાવતા તાલુકામાં અને નાના નાના નગરોમાં પણ આદિવાસી ઉત્સાહભેર કાર્યક્રમ કર્યા હતા

આદિવાસી હિત રક્ષા સેના દ્વારા લોબડીયા ખાતે દોતા પોશીના અને ખેડબ્રહ્મા તાલુકા ના ડુંગરી ભીલ સમાજની સમાજ વાડી નું બોર્ડ લગાવવામાં આવ્યું
લોબડીયા બજારમાં ફરી બિરસા મુંડા સર્કલ લાબડીયા ખાતે  શ્રી રૂમાલભાઈ ધ્રાંગી હિત રક્ષા સેના -પ્રમુખ.


 

ઈડરમાં પણ એકલવ્ય ટ્રાઇબલ સેના નામની એક સંસ્થાએ આદિવાસીઓની રેલી કાઢી હતી અને ઈડરના તિરંગા સર્કલથી ટાવર ચોક સુધી આ રેલી ડીજેના તાલે આનંદ અને ઉત્સાહથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવ્યો હતો!

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच