યુવરાજસિંહ જાડેજા એ કર્યો વધુ એક ઘટસ્ફોટ, ગૌણ સેવા મંડળ પર આરોપ લગાવ્યા

 યુવરાજસિંહ જાડેજા એ કર્યો વધુ એક ઘટસ્ફોટ, ગૌણ સેવા મંડળ પર આરોપ લગાવ્યા

નીરવ જોષી, અમદાવાદ(9106814540)

આજરોજ બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ ગોણ સેવા આયોગ ના સેવા એજન્સીના કર્મચારી પર આરોપ લગાવ્યો હતો કે તેની ભ્રષ્ટાચાર નીતિઓને કારણે ૧૨ ઉમેદવારોના ઓ.એમ.આર મા ફેરફાર કરવામાં આવી હતી. જાડેજાએ પ્રેસ માંથી પેપર લીક થયું હતું એવા આરોપ લગાવ્યા હતા. આશરે ૧૨ થી ૧૫ લાખ રૂપિયા લઈને કેટલાક ઉમેદવારો ફાયદો કરવામાં આવ્યો હતો તેઓ સનસનાટીભર્યો આરોપ જાડેજા એ કોન્ફરન્સમાં કર્યો હતો. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં લોલીયા ગામ પાસે ૨૨ જેટલા ઉમેદવારો જૈન દેરાસરમાં-ભવનમાં રાખીને ફાયદો કરવામાં આવ્યો હતો.

યુવરાજસિંહ જાડેજા ગૌણ સેવા આયોગના પ્રશ્નપત્રો લીક થાય છે એના પુરાવા સાથે વાત રજૂ કરી હતી અને બધા જ આરોપો ને લગતી audio પુરાવા તેમની પાસે છે તેવો દાવો પણ કર્યો હતો. જાડેજાએ એવું પણ કહ્યું હતું કે જે વ્યક્તિ આમાં સંડોવાયેલા છે તે માથાભારે વ્યક્તિઓ છે અને તેના પરિણામે તેમના જીવને પણ જોખમ છે. આથી સરકારે આવા માથાભારે તત્વોને જલ્દીથી પકડવા જોઈએ અને આયોગની વિશ્વસનીયતા કાયમ કરવી જોઈએ.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *