ગળોને કેમ આર્યુવેદમાં અમૃતવેલ, ગીલોય, અમૃતા જેવા નામથી ઓળખવામાં આવે છે?
વિશ્વ આદિવાસી દિવસે ખેડબ્રહ્મા ખાતે રાજ્ય સરકારની ઉજવણી કરાઈ
નીરવ જોશી, હિંમતનગર( M-7838880134)
મંગળવાર ના રોજ ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ખેડબ્રહ્મા તાલુકો એ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ખૂબ જાણીતો છે અને આદિવાસી વિસ્તાર તરીકે પણ ઓળખાય છે ત્યારે રાજ્ય સરકાર છેલ્લા ઘણા સમયથી ખેડબ્રહ્મા તાલુકાના વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી માટે પસંદ કરતી આવી છે.
આજ ઉપક્રમે મંગળવારના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી . ઉલ્લેખનીય છે કે ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં આદિવાસી લોકો ખૂબ જ વિશેષ દરજ્જો ધરાવે છે અને તેમના વિશે અનેક વખત ચિંતન કરવામાં આવે છે. તેમના જીવન શૈલીની ,તેમના જીવનના સ્તરની તેમજ તેમના જીવનમાં આવી રહેલા અનેક પડકારો અને સમસ્યાઓ વિશે ગંભીરતાથી ચિંતન પણ કરવામાં આવે છે. સાથે સાથે એમને જીવનનો એમના પર્યાવરણમાં રહીને કેવો વિકાસ કર્યો છે તેની અનેક પ્રકારની યોજનાઓ અને એમની સમસ્યાઓ વિશે પણ ચિંતન કરવામાં આવે છે. કેટલી વાર તો લાગે કે આદિવાસી ને આદિવાસીઓ વિશે વાત કરવાનું ખૂબ જ ગંભીરતાથી પ્રયત્ન કરવો જોઈએ. વિશ્વમાં આદિવાસી લેખકો, ચિંતકો અને સમાજ સુધારકો કેટલા થયા અને એમને શું યોગદાન આપ્યું તે અંગે આજની યુવાપટીને જાણવાની જરૂર છે. છેલ્લા 75 વર્ષમાં ભારતની અલગ અલગ રાજ્યોમાં આદિવાસી જન સંખ્યા નો ચિતાર પણ નવેસરથી રજૂ કરવાનો સમય હવે આવી ગયો છે.
ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યના અધ્યક્ષ પદે કરવામાં આવી હતી
આદિવાસી સમાજ શિક્ષણ મેળવી સામાજિક, કૌટુંબિક રીતે આગળ વધશે તો વિકાસની દિશામાં અન્ય સમાજની જેમ પ્રગતિમાં ઝડપથી આગળ વધશે. સૌને આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી
-વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા આર્ડેકતા કોલેજ ખાતે વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી.
વિજયનગર, પોશીના, ખેડબ્રહ્મા તાલુકાના ૧૨૨૭ લાભાર્થીઓને વિવિધ યોજનાઓની કુલ રૂપિયા ૧,૪૫,૦૮૩૬૫ની સહાય ચૂકવાઇ તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ વ્યક્તિઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું : કાર્યક્રમ પૂર્ણ થયેલ વિશાળ સંખ્યામાં ડીજેના તાલે વિશાળ રેલી યોજાઇ
વિશ્વના આદિવાસી સમુદાયના લોકોના ઉત્થાન માટે ૧૯૯૪માં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા ૯મી ઓગસ્ટ ૧૯૯૪ થી વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલી આર્ડેકતા કોલેજ ખાતે જિલ્લાકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ૯મી ઓગસ્ટની ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં દબદબાભેર આદિવાસી પરંપરા, નાચગાન, રંગબેરંગી વેશભૂષા અને ડીજેના તાલે નગરમાં રેલી યોજાઈ હતી. જેમાં ખેડબ્રહ્મા,વિજયનગર અને પોશીના વિસ્તારના આદિવાસી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અધ્યક્ષના હસ્તે પ્રતિકાત્મક રૂપે લાભાર્થીઓને ચેક વિતરણ, સહાય, મંજુરપત્રો અને કીટનું વિતરણ કરાયું હતું અને તેજસ્વી તારલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ મુખ્યત્વે શિક્ષણ મેળવી સામાજિક કૌટુંબિક રીતે આગળ વધશે તો વિકાસની દિશામાં અન્ય સમાજની જેમ પ્રગતિમાં ઝડપથી આગળ વધશે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
ગરીબોના બેલી એવા ૧૩૦ કરોડના હૃદયસમ્રાટ દૂરંદેશી વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને જિલ્લા તાલુકા મથકે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરાઇ રહી છે. આજે રાજ્યમાં ૨૯ જગ્યાએ આ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરાઈ રહી છે અને અનેક આદિવાસી બાંધવોને લાખો કરોડોની સહાય વિતરણ કરાઇ રહી છે અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી રાજ્યકક્ષાની ઉજવણીમાં લાભાર્થીઓને લાભ આપી રહ્યા છે.
ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું કે આદિવાસીઓ મૂળ નિવાસી છે અને તેઓ દેવી-દેવતાઓ અને પ્રકૃતિની પુજા કરવાવાળા લોકો છે. તેવો બિરસા મુંડાને ભગવાન તરીકે પુજે છે. આજે મને પણ પૂજા કરવાના અવસરે ધન્યતા અનુભવું છું. અંગ્રેજોની સામે લડત આપવામાં ભીલ આદિવાસી લોકોનું મોટું યોગદાન છે .ભાવનગરના રાજા હમીરસિંહ ગોહિલને પણ વેગડા ભીલે સોમનાથ મહાદેવના આક્રમણ વખતે સાથ આપ્યો અને પોતે શહીદ થયા. મહારાણા પ્રતાપને પણ સાથ આપ્યો એટલું જ નહીં શબરી બાઈના એઠાં બોર પણ ભગવાન રામે પ્રેમથી આરોગ્યા હતા.
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૭માં વંનબંધુ સર્વાંગી વિકાસ માટે રૂપિયા ૧૫૦૦૦ કરોડનું પેકેજ જાહેર કરીને આગળ વધવાના અવસરો આપ્યા છે. આદિવાસીઓનું બજેટ દર વર્ષે લાખો-કરોડો રૂપિયા વિધાનસભામાંથી પાસ કરવામાં આવે છે અને વહીવટીતંત્ર પણ આદિવાસી વિસ્તારમાં સો ટકા સરકારી યોજનાઓ લાગુ કરીને તેમને આગળ વધવાના અવસરો આપી રહ્યા છે. આજના દિવસે સમગ્ર આદિવાસી સમાજને વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવું છું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલે જણાવ્યું હતું કે સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભકામના સાથે રામ રામ કરી આજનો દિવસ આદિવાસી માટે ગૌરવ અને આનંદ ઉલ્લાસનો છે પહેલા આ દિવસ ઉજવાતો નહોતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દિવસ તાલુકા અને જિલ્લા અને રાજ્યકક્ષાએ ઉજવવાનું નક્કી કરીને આદીવાસીઓની આગળ વધવાના અનેક અવસરો પ્રદાન કર્યા છે એટલું જ નહીં આ વિસ્તારના એક અગ્રણી અને આદિવાસી દિકરી શ્રીમતી રમીલાબેન બારા અને રાજ્યસભાના સાંસદ બનાવ્યા એટલું જ નહીં આ દિવસ આદિવાસી મહિલા માનનીય દ્રૌપદી મુર્મૂને પંદરમાં રાષ્ટ્રપતિ બનાવીને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સહયોગ સૌનો પ્રયાસ ગુરુમંત્ર આપીને દેશ અને રાજ્યની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે સૌ આદિવાસીઓને ધાબાવાળા આવાસ અને વીજળી મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના તેમને અંબાજીથી ઉમરગામ સુધી ભ્રમણ કરીને આદીવાસીઓની આગળ લાવવાની નેમ સાથે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે શ્રી અશ્વિનભાઈ એ કહ્યું હતું કે હું પણ ત્રણ ટર્મ કોંગ્રેસમાંથી ચૂંટાઇ હતો અને છેલ્લા નવ મહિનાથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને મારા વિસ્તારના લોકોના વિકાસ માટે જોડાયેલો છું તેમ કહ્યું હતું
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ પ્રાસંગિક પ્રવચન કરી સૌને આવકારી વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી ડો નીમાબેન આચાર્યનું વિવિધ સંગઠનો દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને મહિલા મોરચા દ્વારા બિરસામુંડાની પ્રતિમા, અંબા માતાની મૂર્તિ આપી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સંગઠન પ્રભારી શ્રી ભરતભાઇ આર્ય, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાના પ્રમુખશ્રીઓ સાબરડેરીના વાઇસ ચેરમેન શ્રી બ્રિજેશભાઈ પટેલ, અગ્રણી શ્રી જશુભાઈ પટેલ આરડેકતા કોલેજના પ્રિન્સીપાલ શ્રી પટેલ આદિવાસી ભાઈ-બહેનો લાભાર્થી યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યકક્ષાના દાહોદ ખાતેથી પ્રસારણને નજરે નિહાળ્યું હતું