ગળોને કેમ આર્યુવેદમાં અમૃતવેલ, ગીલોય, અમૃતા જેવા નામથી ઓળખવામાં આવે છે?
દસકોઈ ક્ષેત્રના અપક્ષ ઉમેદવાર ધ્રુવીન કાનાની જનતામાં બન્યા લોકપ્રિય
નીરવ જોશી , અમદાવાદ(M-7838880134)
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેટલાક શિક્ષિત ઉમેદવારોએ અપક્ષ તરીકે પણ નામ ઉમેદવારી નોંધાવી છે. એટલું જ નહીં તેવો જો ચૂંટાઈને આવે તો જનતામાં નિસ્વાર્થ ભાવે તેમજ એક સાચા લોક સેવક તરીકે આત્મવિશ્વાસથી કામ કરવાના લાગણી ધરાવતા હોય છે. કેટલીક વખત પાર્ટી તરફથી ટિકિટ ન મળે તો અપક્ષ તરીકે પણ ઊભા રહીને લોક સેવક તરીકે તેઓ તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માંગે છે. એવા આશાવાદી એક ઉમેદવાર છે નિકોલ વિસ્તારમાં રહેતા ધ્રુવીન કાનાણી જેવો દસકોઈ વિધાનસભા ક્ષેત્રમાં ઊભા રહ્યા છે.
35 વર્ષીય યુવા ધ્રુવીન કાનાણીએ તો જનતા સમક્ષ એફિડેવિટ પણ રજૂ કરી છે !!! પોતે જરૂરથી દસકોઈ વિધાનસભા પર જન સમર્થન મળી અને જીતી જશે તેવો આત્મવિશ્વાસ ધરાવે છે.
તારીખ 5 ડિસેમ્બર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે નોંધ નામ નોંધાવનાર તેમજ ઉમેદવારી કરનારા અપક્ષ ઉમેદવાર ધ્રુવીન કાનાણી નું શું કહેવાનું થાય છે તે પણ જાણવું જોઈએ.