વીડી ઝાલાએ હિંમતનગર ઉમેદવારી ફોર્મ ભર્યું, સી આર પાટીલે ભાજપને જીતાડવા હાકલ કરી

 વીડી ઝાલાએ હિંમતનગર ઉમેદવારી ફોર્મ ભર્યું, સી આર પાટીલે ભાજપને જીતાડવા હાકલ કરી

નીરવ જોશી, હિંમતનગર

ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કા ની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ હતો ત્યારે હિંમતનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પદ માટેના ઉમેદવાર તરીકે વી ડી જાલા એ પોતાની ઉમેદવાર નોંધાવી છે. સમર્થકો સાથે પરશુરામ બગીચા એ જાહેર સભા આયોજિત કરીને તેમણે ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો એટલું જ નહીં તેમના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ગાંધીનગરથી પધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનું પત્તુ કપાવવાથી ચાવડાના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓમાં નિરાશાની લાગણી હતી તેમજ નગરપાલિકાના કેટલાક સભ્યોએ રાજીનામાં આપ્યા છે એવી વાત પણ એ જોર પકડ્યું હતું. આ બધાને શાંત કરવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આજે વીડી ઝાલાના ઉમેદવારી નોંધાવવાના દિવસે હિંમતનગર ખાતે બગીચા વિસ્તારમાં યોજાયેલી સભામાં આવી પહોંચ્યા હતા અને એમણે ઉપસ્થિત કાર્યકર્તાઓને ભાજપના મૂલ્યો અને નૈતિકતાની યાદ અપાવી હતી. એટલું જ નહીં પરંતુ વીડી ઝાલાને ઉમેદવાર બનાવવાથી વિધાનસભાનો ખાસ કરીને હિંમતનગર વિધાનસભા નો વિકાસ અને ઘણો વધશે તેમજ ભાજપના જે પણ યોજનાઓ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તે પણ હિંમતનગર વિધાનસભામાં ખૂબ ઉત્તમ રીતે કાર્ય થશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને તેમણે કાર્યકર્તાઓને મોદીજીના વિઝન પ્રમાણે કાર્ય કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત નવા ઉમેદવાર પરંતુ ખૂબ જ જુના સમયના એટલે કે જુના સમયના જનસંઘ અને તેમાંથી 1980 દરમિયાન ભાજપની સ્થાપના સમયથી સક્રિય એવા વીડી ઝાલાએ કાર્યકર્તાઓને તેમના જુના સંસ્મરણો અને પાર્ટી સાથેના તેમનું ગહન નાતો ખૂબ જ વિષદ રીતે કે ઊંડાણ રીતે સમજાવ્યું હતું !! તેમજ વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સાથે તેમના અંગત લાગણીના અને સહયોગના સંબંધો છે તેની પણ તેમણે વાતો કરી હતી. અંતમાં પ્રવચન પછી વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પણ થોડાક આભારના શબ્દો કહીને કાર્યકર્તાઓને તેમજ નવા નવા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી. ચાવડાએ વીડી ઝાલાએ તેમની પર કરેલા ઉપકાર અંગે પણ તેમણે ભાજપના કાર્યકર્તાઓને જણાવ્યું હતું. વીડી ચાલે કાર્યક્રમની પૂર્ણાહુતિ પછી તુરંત જ રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ જમા કરાવી જીતનો વિશ્વાસ રજૂ કર્યો હતો.

ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કાના મતદાન માટે આજે હિંમતનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પદ માટે વીડી ઝાલા એ ઉમેદવારી નોંધાવી છે. આ તબક્કે હિંમતનગરના બગીચા વિસ્તારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલની અધ્યક્ષતામાં જંગી જાહેરસભા યોજાઈ હતી તેમજ વિજય નો વિશ્વાસ રજૂ કરવામાં આવ્યો હતો. આ તબક્કે બોલતા વીડી ઝાલાએ જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં ભાજપની સ્થાપના કરવામાં અમારી પાયાના પથ્થર જેવી ભૂમિકા રહી છે! તેમજ આગામી સમયમાં હિંમતનગરમાં ફરી એકવાર ભાજપના ઉમેદવારની જીત થશે તે નક્કી છે… સાથોસાથ વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હાથ મજબૂત કરવા માટે તમામ મતદારોને એકરૂપ થવા હાકલ કરી હતી. જોકે રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા બાદ ભાજપના ઉમેદવાર વીડી ઝાલા એ જણાવ્યું હતું કે હિંમતનગરની જનતા વિકાસ ને પ્રધાનને આપશે અને આ વખતે ગત વર્ષોમાં બાકી રહી ગયેલા કામોને અગત્યતા આપી વિકાસની વાતને સ્વીકારી જંગી મતથી ભાજપ ને જીતાડશે તે નક્કી છે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *