ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
મુમુક્ષુ ભાવેશ ભંડારી વરસીદાન વરઘોડો હિંમતનગરમાં યાદગાર બની રહ્યો
નીરવ જોશી હિંમતનગર (M-7838880134 & 9106814540)
હિંમતનગરના રહેવાસી સંઘવી ગીરીશભાઈ ભંડારીના પુત્ર ભાવેશભાઈ અને પુત્રવધુ જીનલબેન 22 4 2024 ના રોજ દીક્ષા લેવા જઈ રહ્યા છે તે માટે હિંમતનગરમાં ત્રી દિવસે દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તેમાં શુક્રવારના રોજ ભવ્ય વર્સીદાનનો વરઘોડો વખારિયા વાસના દેરાસરથી નીકળીને વિવિધ વિસ્તારોમાં ફરતો ફરતો સાબર સોસાયટી આવ્યો હતો.
રસ્તામાં દીક્ષા લેનારા ભાવેશભાઈ અને જીનલબેને અનેક વસ્તુઓને દાન ઉછામણી રૂપે કરીને સંસાર ત્યાગનો પરિચય આપ્યો હતો.
સાબર સોસાયટીના વિરોત્સવ નગરની ભૂમિ પર ત્રણ દિવસ માં લગભગ 10,000 માણસોની સંઘ જમવાની ભક્તિ કરવામાં આવી, જેને જૈન ધર્મમાં સ્વામી વાત્સલ્ય કહેવામાં આવે છે. હિન્દુ ધર્મ માં ધાર્મિક કાર્યક્રમ પર પ્રસાદીને ભંડારો કહે છે.
આ સ્વામી વાત્સલ્ય કાર્યક્રમમાં રાત દિવસ શ્રી બગીચા જૈન યુવક મંડળના સભ્યો ખીલોનભાઈ, મયંકભાઇ, ડિકુલભાઈ રાજનભાઈ,કિશોરભાઈ , પરાગભાઈ કેયુરભાઈ, અજય ભાઈ, મનીષભાઈ દેવાંગભાઈ,દિલીપભાઈ,ભાવિકભાઈ મિતભાઈ, પાર્શ્વ ભાઈ, ધીરુભાઈ મિતલભાઇ, ગીરીશભાઈ તેમજ અન્ય સભ્યોએ ખૂબ જ મહેનત કરીને મહોત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા.
સ્વામી વાત્સલ્ય પ્રસાદીનો લાભ જૈન અને જૈનેતર બંને ભાવીભક્તોએ ખૂબ આદરપૂર્વક, ભક્તિ તેમજ આભારની લાગણી સાથે ગ્રહણ કર્યો હતો.
હિંમતનગરના જૈન ઇતિહાસમાં ભવ્ય વરસીદાન નો વરઘોડો હિંમતનગર હરસિદ્ધ માતા મંદિરની સામે આવેલા પ્રાચીન મહાવીર સ્વામી જૈન દેરાસરથી નીકળ્યો… તેમાં એક હાથી, 10 ઘોડા બગી,સાજનમાજન શણગારેલા દીક્ષાર્થીઓના, બગીઓ અને લગભગ 5000 માણસ વરઘોડામાં હાજર હતું.
આ બધા લોકોએ જૈન ધર્મની દીક્ષા મહોત્સવ પૂર્વનો માહોલ જોવાનો પણ આનંદ લીધો હતો.*