ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
પોશીનામાં સાંસદની અધ્યક્ષતાએ વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઈ
AVSPOST.COM, Himatnagar
બુધવારના રોજ તલોદના રોઝડ ખાતેથી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો કાર્યક્ર્મ આયોજિત થયો.
વિકાસ યાત્રાના રથનું રોઝડ, બડોદરા અને સીમલીયા ખાતે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું.
વિવિધ યોજનાના લાભાર્થીઓને મંત્રીશ્રી અને મહાનુભવોના હસ્તે લાભ વિતરણ કરાયા
સાબરકાંઠા જિલ્લાના તલોદના રોઝડ ખાતેથી અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો કાર્યક્ર્મ યોજાયો હતો. ગ્રામજનો દ્રારા રથનું સ્વાગત ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્રી પરમારે જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં કે જ્યારે આપણા ગામમાં કંઈ કામ કરવું હોય તો કોઈ દાતા શોધવો પડતો હતો સમયના બદલાવની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના શાસાનકાળમાં વિકાસના કામો કરવા માટે પૈસાની કોઇ અછત નથી એમ જણાવી તેમણે વીસ વર્ષ પહેલા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રા આજે વટવૃક્ષ બની ફુલી ફાલી રહી છે એમ કહી તેમણે રાજય સરકાર દ્વારા જિલ્લામાં કરવામાં આવેલા વિકાસકાર્યોની વિગત આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેક યોજના અમલમાં મુકી સર્વાંગી વિકાસનો નવો અભિગમ અપનાવ્યો છે એમ જણાવી તેમણે રાજય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે માહિતી આપી હતી. ઉપરાંત રાજય સરકારના શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમોની ભારોભાર સરાહના કરી હતી.
આ કાર્યક્ર્મમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે લાભ વિતરણ કરાયા હતા. આ સાથે મંત્રીશ્રી દ્રારા રોઝડ પ્રાથમિક શાળામાં શેડનુ લોકાર્પણ કરવામાં આવ્યું સાથે આરોગ્ય કેંદ્રમાં મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું.
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત રોઝડ, બડોદરા અને સીમલીયા ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામની આંગણવાડીઓની સફાઇ તેમજ વાનગી સ્પર્ધા, યોગ, પ્રભાત ફેરી કરવામાં આવી હતી. સાથે સરકારની યોજનાકીય માહિતી અને રાજ્ય અને જિલ્લાના વિકાસ અંગેની ફિલ્મ આ રથ દ્રારા પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતિ રેખાબા ઝાલા, તલોદ એ.પી.એમ.સી ચેરમેનશ્રી કલ્પેશભાઇ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તલોદ તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચશ્રીઓ તેમજ લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પોશીના તાલુકામાં સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતાએ વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજા
સંવેદનશીલ સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી માનવજીવન શૈલી હળવી બનાવી છે.
–સાંસદ શ્રીમતિ રમીલાબેન બારા
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ચંદ્રાણા( ખીજડા ફળી ), દેલવાડા અને કોટડા( કોટડા ગઢી) ગામમાં સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાની અધ્યક્ષતામાં વંદે ગુજરાત વિકાસયાત્રા યોજાઈ હતી. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસ કામોને લોકો સુધી પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોશીના તાલુકાની ચંદ્રાણા અને કોટડા જિલ્લા પંચાયત સીટ પર વંદે ગુજરાત વિકાસયાત્રા યોજાઈ હતી
પોશીના તાલુકાની વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે આજે આપણે સૌ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. વર્તમાન સમયમાં સંવેદનશીલ સરકાર છેવાડાના માનવીના કલ્યાણ માટે ચિંતિત રહી છે. સરકાર દ્વારા બાળકના જન્મથી લઇને મરણ સુધીની અનેકવિધ માનવ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવામાં આવી છે. આજે વિધવા પેન્શન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના,પી એમ. જે. વાય યોજના વગેરે યોજનાઓ થકી રાજ્યના માનવગણની જીવનશૈલી હળવી બનાવી છે. 108 એમ્બયુલન્સ સેવા આશીર્વાદરૂપ સાબિત થઇ છે. પશુઓના ઈલાજ માટે 1962 ફરતુ પશુ દવાખાના થકી ઘર આંગણે પશુની સારવાર મળી રહે છે. આજે સેવાસેતુ કાર્યક્રમના માધ્યમ થકી ઘર આંગણે સેવાઓ મળી રહી છે. સંવેદનશીલ સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી માનવજીવન શૈલીને હળવી બનાવી છે.
પોશીના તાલુકાની વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન 150 થી વધુ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.વિકાસયાત્રા દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી નિમિતે શાળા કક્ષાએ યોજાયેલ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પોશીના તાલુકાની વંદે ગુજરાત વિકાસયાત્રામાં આદિજાતિ મોરચા જિલ્લા પ્રમુખ શ્રી લુકેશભાઈ ગમાર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી આનંદીબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ચીમનભાઈ, પ્રોજેક્ટ અધિકારી શ્રી જે.જે.નિનામા, પોશીના તાલુકા વિકાસ અધિકારશ્રી નરેશભાઈ, મામલતદાર શ્રી અરુણભાઈ ગઢવી, તાલુકા હેલ્થ ઓફિસર બી. એસ. ગઢવી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આર. આર. પટેલ, આગેવાન શ્રી રૂમાલભાઈ તથા મોટી સંખ્યામાં લાભાર્થી અને આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.