કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
UPના મૌર્ય સમાજના ભક્તો વડે હિંમતનગરમાં મા અંબાનો અનોખો સેવા યજ્ઞ
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)
કહેવાય છે કે માં અંબા ની ભક્તિ એ સમગ્ર સમાજ અને ભારત વર્ષમાં થતી ભક્તિ છે. જગતજનની મા અંબા સમગ્ર ત્રિભુવનની માતા છે. હિંમતનગરમાં છેલ્લા 25 વર્ષથી ઉત્તર પ્રદેશના ફતેપુરા જિલ્લામાંથી આવીને વસેલા તેમજ ટાઈલ્સ ફિટિંગ ના ધંધા સાથે સંકળાયેલા મૌર્ય સમાજના અનેક કુટુંબો છેલ્લા 18 વર્ષથી માં અંબાનો સેવા કેમ એનજી સર્કલ, મહેતાપુરા પાસે આવેલા એક મેદાનમાં આયોજિત કરે છે.
આ માં અંબાના ભક્તો સ્વભાવે ખૂબ સરળ અને દિલના એકદમ વિનમ્ર ભક્તો છે. છેલ્લા 18 વર્ષથી તેઓ માં અંબાના ભક્તિ માટે ભાદરવી પૂનમ ના સાત દિવસ પહેલા માં અંબાના હજારો ભક્તો માટે સાત દિવસની સેવા કેમ્પ- ચા નાસ્તો camp લગાવે છે. આ સેવા કેમ્પ જય અંબે યુવક સેવા કેમ્પ તરીકે ઓળખાય છે. રવિવારના રાતના સાબરકાંઠાના જિલ્લા કલેકટર દવે સાહેબે પણ એમના ધર્મપત્ની સાથે અહીંયા પધારીને સેકડો ભક્તો સાથે સાંજની આરતી કરી હતી. ઉલ્લેખનીય છે કે મૌર્ય સમુદાયના પુરુષોને સ્ત્રીઓ ભગવાન રામની ભક્તિ કરે છે અને મા દુર્ગાની પણ ભક્તિ કરે છે.ચંદ્રગુપ્ત મૌર્યના વંશજો કહેવાય છે.
ઉપર જુઓ UP ના ફતેપુરાના મૌર્ય સમાજની ભક્તિ અને વિડિયો.