હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ

 હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540)

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ

૨૧/૫/૨૫ પ્રથમ દિવસે વક્તા પૂજ્ય શાસ્ત્રી ચૈતન્યસ્વરૂપ દાસજી સ્વામી એ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નુ આખ્યાન દ્વારા ભક્તોને ગમે એટલા સંઘર્ષો મુશ્કેલીઓ કે વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ સત્યનિષ્ઠા,‌ કર્તવ્ય નિષ્ઠા અને ધીરજ રાખીએ તો અંતે ભગવાન પણ પ્રસન્ન થાય એવા ગુણો કેળવવાની વાતો કરેલ.

સાથે હિંમતનગર ગુરુકુળ ની નિર્માણાધીન ભૂમિમા કથા પ્રસંગે ભગવાન રામ ભગવાન કૃષ્ણ અને બલરામ જેવા આદર્શોના નિર્માણ ગુરુકુલ સંસ્કૃતિ દ્વારા થયા, ગુરુકુલ એટલે ભક્ત ધ્રુવ અને પ્રહલાદની પાઠશાળા, માતૃ પિતૃ ભક્ત તૈયાર કરવાનું સ્થાન, માણસોમાં સંસ્કારનો ઘાટ આપી અને ઘડવાનું કારખાનામાં ઉત્તર ગુજરાતના સંતાનો વિદ્યા અભ્યાસ ની સાથે સમૂહ જીવન, મૂલ્ય, સંસ્કાર અને માનવતાની જ્યોત પ્રગટાવે એવા તેજસ્વી વિદ્યાર્થીઓ આ ગુરુકુળમાંથી તૈયાર થશે.

રાજકોટ ગુરુકુળ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે:

ફેબ્રુઆરી- 2025માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની 61મી શાખાનું હિંમતનગર, હાંસલપુર ખાતે 6.6 એકર ભૂમિ માં ખાતમુહૂર્તનો કાર્યક્રમ થયેલ હતો. આ સંદર્ભે અહીંયા રાજકોટ ગુરુકુલના મહંત શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી મુખ્ય ચાર સંતો નિયમિત રીતે સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણ સાથે સંસ્કાર મળી રહે અને આદર્શ માનવતાનો ઘડતર થાય એ હેતુસર કાયમી રહેવા માટે આવ્યા છે..


આમ તો છેલ્લા 4 વર્ષથી મોદી ગ્રાઉન્ડ પાસે આવેલા ઉમિયા સીટી હોમ્સ ખાતે એક સત્સંગીના પ્રાંગણમાં દર મહિનાના છેલ્લા રવિવારે સત્સંગ સભાનું આયોજન કરે છે..

જેમાં કદમાં નાના પણ વાણીથી વિરાટ એવા શાસ્ત્રી શ્રી વર્ણી સ્વરૂપ સ્વામી સુરતથી પધારી પારિવારિકતા,રાષ્ટ્રીયતા, આધ્યાત્મિકતા, તેમજ,ઈઝી લાઈફ હેપી લાઈફ, ટેન્શન ફ્રી સેમિનાર, પરિવારોત્સવ, યુવા યાત્રા પ્રવાસ આદિ આયોજનો દ્વારા હિંમતનગર તેમજ આજુબાજુના અનેક ગામોના લોકોને ખૂબ સારું જીવન માર્ગદર્શન આપી રહ્યા હતા..

રાજકોટ ગુરુકુલ એ વડતાલ ગાદી સંસ્થાન નીચેની સંસ્થા છે અને તેના આચાર્ય પ.પૂ.ધ.ધુ રાકેશપ્રસાદજી મહારાજ છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનમાં એક દિવસના એક રૂપિયાના લવાજમથી ભણેલા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 150 કરતાં વધારે વિદ્યાર્થીઓ છે, આ ઉપરાંત 17 કરતાં વધુ ગામોમાં ગુરુકુળના માધ્યમથી સત્સંગ પ્રવૃત્તિ સદવિચાર પ્રવર્તન કેન્દ્ર ચાલી રહ્યા છે,

દર મહિને ગુરુકુળ પરિવારના યુવાનો શ્રી સ્વામિનારાયણ કરુણા સમિતિના માધ્યમથી અનાથ બાળકો વૃદ્ધાશ્રમો જરૂરિયાત મંદ પરિવારોને અન્નદાન વસ્ત્રદાન ચંપલ વિતરણ આદિ અનેકવિધ પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે..

નર્મદા કિનારે આવેલ ભારતીય સનાતન પરંપરાનું શ્રેષ્ઠ આધ્યાત્મિક પરિસર શ્રી નીલકંઠધામ પોઇચા પણ રાજકોટ ગુરુકુલની શાખા છે.

શિક્ષણ સાથે સંસ્કારના અભિગમથી ચાલનારી આ સંસ્થાન ની અનેક શાખાઓ આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઝારખંડ, તેલંગણા, આફ્રિકા જેવા વિસ્તારોમાં તેમની શાખાઓ આવેલી છે…

આજે પણ રાજકોટ ગુરુકુલમાં 1000 વિદ્યાર્થીઓને 360 રૂપિયામાં સંપૂર્ણ વર્ષ ભણાવવામાં આવી રહ્યા છે..

અત્યાર સુધીમાં રાજકોટ ગુરુકુલ અને તેમની શાખાઓમાં વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે શિક્ષણ પ્રાપ્ત કરીને અમેરિકા,લંડન, જર્મની, ફ્રાન્સ, ચીન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જેવા દેશોમાં રહીને ગુરુકુળલ માથી પ્રાપ્ત કરેલ હિન્દુ ધર્મના સંસ્કારોનું પ્રવર્તન કરી રહ્યા છે.

વધુ માહિતી માટે આપ રાજકોટ ગુરુકુળના સ્વામી શ્રીવર્ણી સ્વામી નો સંપર્ક (8000493000) કરી શકો છો.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच