જાણો, સાબરકાંઠા જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કઈ જગ્યાએ થયો

 જાણો, સાબરકાંઠા જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કઈ જગ્યાએ થયો

નીરવ જોષી , હિંમતનગર

(joshinirav1607 @gmail.com)

સાબરકાંઠા જિલ્લામાં સાતમા તબક્કાના સેવાસેતુમાં ૭૦ કાર્યક્રમ યોજાશે.જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો શુભ અને પ્રજાના સેવાકાર્ય માટે પ્રારંભ.રાજ્યના લોકોને પ્રજાલક્ષી વહિવટની પ્રતિતી થાય અને ઘર આંગણે જ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજથી સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સેવા સેતુ દરમિયાન કયા કયા લાભો સામાન્ય નાગરિક મેળવી શકે છે?

  આ સરકારલક્ષી કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ૨૨ ઓક્ટોબર થી ૫ જાન્યુઆરી દરમિયાન યોજાનાર સાતમ તબક્કાના સેવાસેતુમાં ૭૦ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલી ૫૬ સેવાઓનો જેવી કે દિવ્યાંગ સહાય, આધારકાર્ડ, રેશન કાર્ડ, ઉજ્જલા યોજના, આવાસ યોજના સહિત અનેક યોજનાઓના ફાયદાઓ અને લાભ લોકોને ઘરે જઈ આપવામાં આવશે.

          જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં અધિકારીઓને સૂચન કરતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને જિલ્લા કે તાલુકાના મુખ્ય મથક સુધી ન આવવુ પડે તેવી લોકભોગ્ય તમામ સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવી. તેમણે કલસ્ટર વિસ્તારના કોઇ ગામ બાકી ન રહે તે જોવા પણ અનુરોધ કર્યો હતો.

          કલેકટર શ્રીએ સેવાસેતુ સાથે મતદાર જાગૃતિને લગતા કાર્યક્રમ પણ હાથ ધરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓને પણ ખાસ ઉપસ્થિત રહે તે બાબતે સૂચન કર્યુ હતું.

        જેમાં તા. ૨૨ ઓક્ટોબર ૨૦૨૧ શુક્રવારના રોજ હિંમતનગરના હાંસલપુર ગામે, પ્રાંતિજના મહાદેવપુર, તલોદના રણાસણ, ઇડરના દરામલી, વડાલીના મેધ, ખેડબ્રહ્માના શ્યામનગર, પોશીનાના કોટડા તથા વિજયનગર ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच