સાબરકાંઠા ૨૧ જૂને બનશે યોગમય: વિશ્વ યોગ દિને ૩૦૦૦ લોકો યોગ કરશે

 સાબરકાંઠા ૨૧ જૂને બનશે યોગમય: વિશ્વ યોગ દિને ૩૦૦૦ લોકો યોગ કરશે

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134)

  • સાબરકાંઠા જિલ્લો ૨૧ જૂને બનશે યોગમય: જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં ૩૦૦૦ લોકો જોડાશે.
  • માનવતા માટે યોગ’ ની થીમ પર  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ની ઉજવણી કરવામાં આવશે.

        “માનવતા માટે યોગા “ ના થીમ સાથે આગામી ૨૧ મી જુન ૨૦૨૨  ના રોજ સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી આંતરરાષ્ટીય યોગ દિવસની ઉજવણી થનાર છે જે સંદર્ભે સાબરકાંઠા જિલ્લામાં થનારી ઉજવણી અંગે માહિતગાર કરવા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં પત્રકાર પરીષદ યોજાઇ હતી. 

        આંતરરાષ્ટ્રીય  યોગ દિવસ નિમિત્તે જિલ્લામાં યોજાનાર યોગ દિન વિષે માહિતી આપતા  જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યુ હતું કે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ અન્ન નાગરીક અને પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેમાં ૩,૦૦૦થી  વધુ લોકો યોગમાં જોડાશે. જયારે તાલુકાકક્ષાના યોગ દિનમાં ૩૫૦૦નગરપાલિકા વિસ્તારમાં ૨૫૦૦ અને ગ્રામ્યકક્ષાએ ૧૨,૭૨૫ લોકો ભાગીદાર બનશે.

ઉલ્લેખનીય છે કે દેશના ૭૫ વર્ષ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે સમગ્ર રાજયના આવા ૭૫ ઐતિહાસિક સ્થળોએ ઉજવણી થનાર છે જેમાં સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક વિરાસત ધરાવતા ઇડરીયા ગઢવિજયનગર પોળોના શારણેશ્વર મંદિર અને પોશીનાના દરબાર ગઢનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

          સમગ્ર જિલ્લામાં સવારે ૦૫-૪૫ કલાકેથી આરંભ થનાર કાર્યક્રમમાં શાળા-કોલેજપોલીટેકનિકઆઇટીઆઇ સહિત બ્રહમાકુમારીબીએપીએસલાયન્સ કલ્બગાયત્રી પરીવાર સહિતની સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ભાગીદાર બનશે

     પત્રકાર પરીષદમાં નિવાસી અધિક કલેકટર શ્રી એચ.આર.મોદીનાયબ માહિતી નિયામક શ્રી અરવિંદ મછાર સહિત પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.                

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *