શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ
હિંમતનગરમાં રામનવમીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ
નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગર ખાતે ગુરુવારના રોજ રામનવમી ની રથયાત્રા ખૂબ જ શાંતિ, ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ ગઈ! હિંમતનગરના પ્રાચીન વિસ્તાર મહેતાપુરા અને છાપરીયા બંને એરિયામાં ખૂબ જ ભક્તિભાવ,ઉત્સાહ અને શ્રદ્ધાથી બાળકો, યુવાનો,વડીલોએ તેમજ મહિલાઓએ રામજીની રથયાત્રા કાઢીને રામનવમીને ખૂબ જ યાદગાર બનાવી હતી. સવારના રોજ સૌથી પહેલા સવારે 9:00 વાગે મહેતાપુરા માં રથયાત્રા નીકળી હતી જ્યારે છાપરિયામાં રથયાત્રા નો સમય બપોરે 4:00 વાગે હતો આ સમય દરમિયાન સમગ્ર હિંમતનગરના અલગ અલગ વિસ્તારો તેમજ રથયાત્રાનો રૂટ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગતો હતો.
2022 ના રામનવમી ના સમયે હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં નીકળેલી રામજીની રથયાત્રા ઉપર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા વાતાવરણમાં અશાંતિ અને અહિંસાનું વાતાવરણ વાળી લાગણી વ્યાપી અને ખૂબ તોડફોડ થઈ હતી… એ સમયે હિંમતનગરનું વાતાવરણ પણ તંગ થયું હતું. સમગ્ર ગુજરાતનું મીડિયા પણ હિંમતનગરમાં આવી પહોંચ્યું હતું. આ વખતે માહોલ કઈ અલગ જ હતો.
કોમી એકતા માટે જાણીતું હિંમતનગરમાં 2022 ની રામનવમી માં થયેલો તોફાન ના કારણે સમગ્ર ભારતમાં ધ્યાન દોરનારી રામનવમી બની હતી ! પરંતુ આ વખતે 2023 ની રામનવમીની રથયાત્રા ખૂબ શાંતિપૂર્ણ અને કોઈપણ પ્રકારના ભય વિના આત્મવિશ્વાસ વાળા વાતાવરણમાં નીકળી હતી રામનવમીની જાણીતી રથયાત્રા છાપરીયા વિસ્તારમાં જનુનપૂર્વક નીકળી હતી પરંતુ એમાં હિંસા કરવાનો કોઈ ભાવ ન હતો ….
આ વખતે ત્રણ ડ્રોન કેમેરા તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાના માર્ગદર્શનમાં ખુબ સરસ કાર્ય થયું હતું!
રામનવમીના સવારના રોજ મહેતાપૂરામાં પણ વડીલો અને યુવાનોએ યાદગાર રામનવમીની રથયાત્રા કાઢી હતી અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક મહેતાપુરામાં ફેરવી હતી. બપોરના રામજી મંદિરે પૂજા અને રામજીનો જન્મ પણ બરોબર બપોરના 11-12 વાગ્યાની આસપાસ ઉજવાયો હતો.
હિંમતનગરમાં બંને કોમ પણ ખૂબ શાંતિ અને સંયમ જાળવીને હિંમતનગરવાસીનો સર્વ ધર્મ સમભાવનો પરિચય આપ્યો હતો. સમગ્ર હિંમતનગરના અલગ અલગ વિસ્તારમાં રામજીની રથયાત્રા આનંદપૂર્વક નીકળી હતી. છાપરીયા વિસ્તારમાં નીકળેલી રામજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થઈ હતી અને અલગ અલગ વિસ્તારમાં ફરીને મહેતાપુરા ના 100 વર્ષથી પણ જુના રામજી મંદિર આવીને વિરામ પામી હતી.
એક રીતે કહી શકાય કે આ વખતની રથયાત્રા ખૂબ જ યાદગાર રીતે આનંદપૂર્વક અને હિન્દુઓમાં શ્રીરામના પ્રતિ પરાક્રમ, જુસ્સો અને શ્રદ્ધાપૂર્વક હિન્દુ ધર્મના પુનર ઉત્થાન રથયાત્રા નીકળી હતી. સોશિયલ મીડિયામાં પણ ભારે ઉત્સાહ જોવા મળતો હતો અને લોકો પોતાના સ્ટેટસમાં રથયાત્રાના વિડીયો મૂકીને ખૂબ યાદગાર રથયાત્રા નીકળી છે તેવું ભાવ પ્રગટ કરતા હતા.
જય શ્રી રામ!