સાબરકાંઠા: લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 75મો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવાયો
સાબરકાંઠા: લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 75મો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવાયો

સંકલન : નિરવ જોશી હિંમતનગર (M-9106814540)
સમગ્ર વિશ્વમાં છેલ્લા 11 વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે કાર્યરત અને ભારત રાષ્ટ્રમાં ભારે લોકચાહના – લોકપ્રિયતા મેળવેલા PM નરેન્દ્ર મોદી જેમના ઉંમરનો 75 માં વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે.. …ત્યારે સમગ્ર ગુજરાત પણ વિવિધ રીતે તેમને હાર્દિક શુભેચ્છાઓ અનેક રીતે પાઠવી છે!!!
દેશના બિન કોંગ્રેસી વડાપ્રધાન ખૂબ સફળ અને લોકપ્રિય રહ્યા તે વાત ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે …અને ૭૫ વર્ષ તેમના જીવનનું એક યાદગાર વર્ષ બને તે રીતે તેમનો જન્મદિવસ/ 75th વર્ષ ગોઠવાય રહ્યો છે…
ગુજરાત તેમજ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કેવી રીતે જન્મ દિવસ ઉજવણી થઈ તેની એક આછેરી જલક…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 75 વર્ષ: વાઇબ્રન્ટ ગુજરાત પર એક નજર જ્યાંથી ઔદ્યોગિક પરિવર્તનનો નવો દોર શરૂ થયો*
***
*વાઇબ્રન્ટ ગુજરાતની અસર: 22 વર્ષમાં 100થી વધુ દેશ સમિટમાં જોડાયા, અબજોનું રોકાણ થયું*
*વાઇબ્રન્ટ ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વ્યૂહાત્મક અને ભવિષ્યલક્ષી વિઝનનું પ્રતીક છે*
***
*ગાંધીનગર, 16 સપ્ટેમ્બર, 2025 :
17 સપ્ટમ્બર 2025ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 75 વર્ષ પૂર્ણ
આ પ્રસંગે તેમના વિઝનરી આઇડીયાથી દેશના વિકાસમાં જે પરિવર્તનકારી યુગ શરૂ થયો તેના પર નજર કરવી જરૂરી છે. તેમણે વિકાસનો જે વારસો આપ્યો છે, તેમાં એક મહત્વપૂર્ણ અધ્યાય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે જેની શરૂઆતમાં 2003માં થઇ હતી જ્યારે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા. આજે આ સમિટ ઔદ્યોગિક પુનરુત્થાન, ગ્લોબલ ડિપ્લોમેસી અને એક વ્યૂહાત્મક આયોજનનું પ્રતીક બની ગઇ છે.
*વિઝનની શરૂઆત*
2000ના દાયકાની શરૂઆતમાં, ગુજરાત આર્થિક અને માળખાગત પડકારોનો સામનો કરી રહ્યું હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેની સામે એક સાહસિક પ્રતિભાવ આપ્યો. તેમનું વિઝન હતું એક એવા વૈશ્વિક પ્લેટફોર્મનું નિર્માણ કરવાનું જે વિશ્વભરમાંથી રોકાણોને આકર્ષે અને ગુજરાતની ક્ષમતાનું પ્રદર્શન કરે. વાઇબ્રન્ટ ગુજરાતની કલ્પના એક ઔપચારિક સમિટ તરીકે નહીં, પરંતુ ઔદ્યોગિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય જોડાણ માટેના વ્યૂહાત્મક એન્જિન તરીકે કરવામાં આવી હતી.
*પરિવર્તનના 22 વર્ષ*
છેલ્લા 22 વર્ષોમાં, આ સમિટે તેની પ્રતિષ્ઠામાં ઉત્તરોતર વધારો કર્યો છે અને અત્યારે તે વિશ્વના સૌથી પ્રભાવશાળી આર્થિક મંચોની યાદીમાં સામેલ થઇ છે. ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર પર તેની વ્યાપક અસર થઇ છે:
* *ઉત્પાદનમાં ઉછાળો:* 2008 બાદ સાણંદમાં ટાટા મોટર્સના આગમનથી ઓટો અને એન્જિનિયરિંગ રોકાણોનો દોર શરૂ થયો, જેના કારણે ગુજરાત ઓટો અને મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બન્યું.
* *ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ:* રિફાઇનરીઓ, LNG ટર્મિનલ્સ અને નવીનીકરણીય ઊર્જા પાર્કમાં મોટા રોકાણો સાથે, ગુજરાત ઊર્જા ક્ષેત્રે ભારતમાં મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું.
* *ટેક્સટાઇલ અને અપેરેલ:* સુરત અને અમદાવાદમાં નોંધપાત્ર વિકાસ થયો અને આ શહેરો વૈશ્વિક સોર્સિંગ હબ બન્યા.
* *ફાર્માસ્યુટિકલ્સ:* ગુજરાત હવે ભારતના ફાર્મા ઉત્પાદનમાં મોટો હિસ્સો ધરાવે છે, ઝાયડસ અને ટોરેન્ટ જેવી કંપનીઓ વૈશ્વિક સ્તરે વિસ્તરી રહી છે.
* *ટેકનોલોજી અને નવીનતા* : તાજેતરની સમિટોમાં ઇન્ડસ્ટ્રી 4.0, AI અને સેમિકન્ડક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેના લીધે સ્ટાર્ટઅપ્સ અને ટેક્નોલોજી ક્ષેત્રની મોટી કંપનીઓને રસ પડી રહ્યો છે.
*વૈશ્વિક માન્યતા*
શરૂઆતથી જ, વાઇબ્રન્ટ ગુજરાત એક વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. 2024નું સંસ્કરણ અમૃતકાલમાં આયોજિત પ્રથમ સંસ્કરણ હતું જેમાં 100થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ફુડ પ્રોસેસિંગ, નવીનીકરણીય ઊર્જા, બંદરોની માળખાગત સુવિધાઓ સહિતના ક્ષેત્રોમાં મુખ્ય દેશો સાથે મહત્વપૂર્ણ કરારો થયા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ મિત્ર (વિકાસ માટે વૈશ્વિક ભાગીદાર) તરીકે ભારતની ભૂમિકા પર ફરીથી ભાર મૂક્યો અને 2047 સુધીમા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મજબૂતીથી આગળ વધવાનું આહ્વાન કર્યુ.
*રોજગાર સર્જન: સમાવેશી વિકાસનો આધારસ્તંભ*
વાઇબ્રન્ટ ગુજરાત પહેલનું એક સ્પષ્ટ પરિણામ એ છે કે રાજ્યભરમાં રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. 2003થી 2024 સુધી, દરેક સમિટ રોજગારીનું સર્જન કરવા કેન્દ્રિત હતી, જેના કારણે કૃષિ, એન્જિનિયરિંગ, ઓટો મેન્યુફેક્ચરિંગ, કાપડ, શિક્ષણ, એગ્રો પ્રોસેસિંગ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે. આ સમિટ દ્વારા તમામ 33 જિલ્લાઓમાં રોજગારીનું સર્જન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ રોકાણો વ્યૂહાત્મક રીતે અલગ અલગ પ્રદેશોમાં લાવવામાં આવ્યા હતા જેથી એ સુનિશ્વિત કરી શકાય કે રોજગારી માત્ર શહેરો સુધી જ મર્યાદિત ન રહે પરંતુ સેમી અર્બન અને ગ્રામ્ય વિસ્તારો સુધી પણ પહોંચે. રાષ્ટ્રીય રોજગાર સૂચકાંકોમાં ગુજરાતે સતત ટોપ રેન્ક જાળવી રાખી છે જે દર્શાવે છે કે આ સમિટે સમાવિષ્ટ અને કૌશલ્ય-આધારિત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે.
*દૂરદર્શિતાપૂર્ણ જન્મદિવસ*
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ રહ્યા છે, ત્યારે આ સમય પ્રતીકાત્મક છે. ગુજરાત પણ વર્ષ 2035 માટે પોતાના 75મા વર્ષની તૈયારીઓ કરી રહ્યું છે, જેમાં ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને રમત-ગમત ક્ષેત્ર માટેનો 10 વર્ષનો રોડમેપ છે. માનનીય વડાપ્રધાનશ્રીએ તેમની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન શહેરી વિકાસ વર્ષ 2025ની જાહેરાત કરી હતી, જે સમાવેશી શહેરી વિકાસ માટેની બ્લૂપ્રિન્ટ છે. તેમનો વારસો તેમની ભૂતકાળની સિદ્ધિઓમાં જ નહીં, તેમના સાતત્યપૂર્ણ વિઝનમાં પણ રહેલો છે.
*વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ*
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પહોંચ અને અસરકારકતાને રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે આ વર્ષે રાજ્યભરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સીસ પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા, સેક્ટર-સ્પેસિફિક રોકાણો આકર્ષિત કરવા અને વૈશ્વિક જોડાણને વધુ ગાઢ બનાવવા માટે આયોજિત કરવામાં આવી રહી છે. દરેક રિજનલ કોન્ફરન્સ, પ્રાદેશિક સિદ્ધિઓ અને સફળતાની ગાથાઓ પ્રદર્શિત કરવા, નવી નીતિગત પહેલો અને રોકાણોની તકોની જાહેરાત કરવા, નવીનીકરણ અને વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સમાવેશી વિકાસને વેગ આપવાના ઉદ્દેશથી સ્થાનિક અર્થતંત્રોને સશક્ત બનાવવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મની ભૂમિકા ભજવશે. ઉત્તર ગુજરાત માટેની રિજનલ કોન્ફરન્સ 9 અને 10 ઓક્ટોબર, 2025ના રોજ મહેસાણા ખાતે યોજાશે, જે ગુજરાતના જિલ્લાઓમાં પરિવર્તનશીલ યાત્રાની શરૂઆત કરશે. ત્યારબાદ અન્ય ત્રણ રિજનલ કોન્ફરન્સીસ અનુક્રમે રાજકોટ (કચ્છ-સૌરાષ્ટ્ર રિજન), સુરત (દક્ષિણ ગુજરાત) અને વડોદરા (મધ્ય ગુજરાત) ખાતે આયોજિત કરવામાં આવશે. આ કોન્ફરન્સીસના પરિણામો અને મહત્વની બાબતો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આગામી સંસ્કરણ દરમિયાન વિશિષ્ટ રીતે પ્રદર્શિત કરવામાં આવશે, જે તકો અને નવીનીકરણના કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.
*ભવિષ્ય તરફ*
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ફક્ત રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ માટેની એક સમિટ જ નથી, પરંતુ તે સક્રિય શાસન, વ્યૂહાત્મક આયોજન અને વૈશ્વિક સહયોગની ફિલસૂફી છે. ભારત તેના અમૃતકાળમાં પ્રવેશી રહ્યું છે, અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની 75 વર્ષની યાત્રા અને તેમના સફળ નેતૃત્વની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આ સમિટ એ પરિવર્તનશીલ વિકાસમાં તેમના દૃઢ વિશ્વાસનો જીવંત પુરાવો છે. આ એ વારસો છે જે ગુજરાતને આકાર આપી રહ્યો છે, અને હવે રાષ્ટ્રને પણ પ્રેરણા આપી રહ્યો છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં પણ નરેન્દ્ર મોદી પ્રેમીઓ તેમજ ભાજપના જિલ્લાના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓએ વડાપ્રધાન અને લોકલાડીલા નેતા નરેન્દ્ર મોદીની 75 મી વર્ષગાંઠ નિમિત્તે અનેક કાર્યક્રમો આયોજિત કર્યા હતા જેમાં રક્તદાન શિબિર અને હેલ્થ ચેકઅપ કેમ્પ, યોગ શિબિર તેમજ અલગ અલગ શાળાઓમાં, કર્મચારી અને ચાહકો વડે પણ નરેન્દ્ર મોદીજી ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
*સાબરકાંઠા જિલ્લામાં યોજાઈ મહા રક્તદાન શિબિર*
——
*સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા શિબિરમાં ઉપસ્થિત રહી રક્તદાન કરનારાઓનો ઉત્સાહ વધાર્યો*
——
* આઠે તાલુકામાં અને ગુજરાતમાંથી કુલ ૫૬ હજારથી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયું*
સાબરકાંઠા જિલ્લામાં રક્તદાન મહાશિબિરનું તમામ તાલુકા મથકોએ આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ હિંમત હાઇસ્કુલ હિંમતનગર ખાતેથી શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે પ્રાંતિજ ખાતે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર અને વડાલી ખાતે ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે, આકસ્મિક સંજોગોમાં લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક લોહી મેળવવું મુશ્કેલ બનતું હોય છે. પરંતુ આ રક્તદાન શિબિરથી આપણા જિલ્લાને ફાયદો થશે. આ કેમ્પને સફળ બનાવવા માટે ડોક્ટર્સ-પેરામેડિકલ ટીમ અને બ્લડ બેન્કોને સારી કામગીરી બદલ શુભકામના પાઠવી હતી.
ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સિકલસેલ એનિમિયા, થેલેસેમિયા, ગર્ભવતી મહિલાઓ, કેન્સર સહિત આકસ્મિક તબક્કાઓમાં બ્લડ સેન્ટરમાં જરૂરી લોહી ઉપલબ્ધ થાય તે હેતુથી અને માનવતાવાદી અભિયાનના ભાગરૂપે આયોજિત આ મહારક્તદાન અભિયાનમાં નાગરિકોએ રક્તદાન માટે ભારે ઉત્સાહ દાખવ્યો હતો.
આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં આઠે તાલુકામાં રક્તદાન શિબિરો યોજાઈ હતી.
સમગ્ર ગુજરાતમાંથી આ શિબિર દરમિયાન ૫૬,૧૫૬ બોટલ રક્ત એકત્રિત કરવા આવ્યું હતું. જેમાં જિલ્લાના શીક્ષકો, પોલીસ જવાનો, એસટી વિભાગ સહિતના સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમજ જિલ્લાના નાગરિકો, યુવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સમાજ સેવકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.
———-
ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે શ્રી ત્રિવેણી વિદ્યાલય મેતાપૂરાશાળાના પ્રિન્સિપાલશ્રી શંભુ ભાઈ ભટ્ટ તેમજ શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ એનએસએસના વિદ્યાર્થીઓએ અંદાજે 40 કિલો રંગોનો ઉપયોગ કરી ભારત માતાનો નકશો તેમજ વડાપ્રધાનશ્રીની રંગોળી બનાવી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર શાળાના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રીને રંગોળી બનાવી અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
સ્વચ્છતા હિ સેવા –સાબરકાંઠા જિલ્લો
૦૦૦૦૦૦
સાબરકાંઠાના વડાલી ખાતે શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થતા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ
૦૦૦૦૦૦
જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપીને ભારતને વધુને વધુ સ્વચ્છ બનાવવા આહ્વાન કરતાં દંડક શ્રી
૦૦૦૦૦
સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હિ સેવા” કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે દંડકશ્રી વડાલીમાં શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા. વડાલી નગરપાલિકા વિસ્તારના માર્ગો પર સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા સૌને આહવાન કર્યું હતું.
આ પ્રસંગે દંડકશ્રીએ સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂકતાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું ‘સ્વચ્છ ભારત અભિયાન’ આજે એક રાષ્ટ્રવ્યાપી જનઆંદોલન બની ગયું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતાં. દરેક લોકોએ પોતાની આસપાસનો વિસ્તાર, બાગ-બગીચા, ધાર્મિક સ્થળ કે કોઈ પણ જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપીને ભારતને વધુને વધુ સ્વચ્છ બનાવવા આહ્વાન કર્યુ હતું. વધુમાં સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને લોકોને સ્વચ્છતા જાળવવા માટે પણ અપીલ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિતોએ સ્વચ્છતાના સપથ લીધા હતા. તેમજ સ્વચ્છતાનો સંદેશ આપતા નાટકને નિહાળ્યું હતું.
આ કાર્યક્ર્મમાં ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, વડાલી નગરપાલિકાના પ્રમુખ યશરાજ ભાટી, ઇડર પ્રાંત અધિકારી શ્રી રોનક પટેલ, મામલતદાર શ્રી હર્ષભાઈ પરમાર, ચીફ ઓફિસરશ્રી પરિતાબેન પરમાર, અગ્રણી સર્વે શ્રી તખતસિંહ ,પ્રદ્યુમનસિંહ ચંપાવત, કપિલાબેન ખાંટ, રવિન્દ્રભાઈ બારોટ, જીતુભાઈ મકવાણા, કૈલાશબેન નાઈ સદસ્યશ્રીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
*સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન : સાબરકાંઠા જિલ્લો*
****
*ઈડરના બડોલી ખાતે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં “સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાનનો” પ્રારંભ કરાયો*
*****
ગુજરાત સહિત સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૫મા જન્મદિવસના અવસરે આજથી તા.૦૨ ઓક્ટોબર સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન શરુ થયું છે.જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઈડરના બડોલી ખાતે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં “સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાનનો” પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રાજ્યસભા સાંસદશ્રી રમિલાબેન બારાની ઉપસ્થિતિમાં “સ્વસ્થ નારી સશકત પરિવાર” અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રીમતિ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતુ કે સમૃદ્ધ ભારતના નિર્માણમાં સ્વસ્થ નારીનું વિશેષ યોગદાન છે. દેશની મહિલાઓએ આકાશ થી સમુદ્ર સુધી નેતૃત્વની કમાન સાંભળી છે જે દેશના વિકાસમાં મહિલાઓની સહભાગીતા દર્શાવે છે.
કાર્યક્રમ દરમિયાન રાજ્યસભા સાંસદશ્રીમતી રમિલાબેન બારાએ આદિવાસી વિસ્તારની સગર્ભા માતાઓ, સિકલસેલના દર્દીઓ, ટીબીના દર્દીઓ, કિશોરીઓના સ્વાસ્થ્ય અંગે સરકારશ્રીની આરોગ્ય લક્ષી સેવાઓ અંગે માહિતી આપી હતી. સાથે સાથે આરોગ્ય સેવાઓ માટે સમગ્ર હેલ્થ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાશ્રીનું જીવંત પ્રસારણ નિહાર્યુ હતુ.
આ અભિયાન અંતર્ગત ક્ષયના દર્દીઓ અને સગર્ભા માતાઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં ૩૦૫ સ્થળે આજ થી તા.૨ ઓક્ટોબર સુધી વિવિધ આરોગ્ય કેમ્પો યોજાશે.
આજ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી,પ્રાંત અધિકારીશ્રી ખેડબ્રહ્મા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આર.સી.એચ અધિકારીશ્રી, વિવિધ પદાધિકારીશ્રીઓ,આગેવાનશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
——-
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે મુડેટી સંસ્કૃત પાઠશાળામાં સવા લાખ મહામૃત્યુંજય મંત્ર જાપ, લઘુરૂદ્ર મહાપૂજા અને હવન કાર્યક્ર્મ યોજાયો
*************
સાબરકાંઠાના ઇડર તાલુકાના મુડેટી સંસ્કૃત પાઠશાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે વિશાળ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ મુડેટી, ભોલેશ્વર સેવા સંઘ વસઈ તેમજ સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત સવા લાખ મહા મૃત્યુંજય મંત્ર જાપ, દશાંશ હવન અને લઘુરૂદ્ર મહાપૂજા વિધિપૂર્વક કરવામાં આવી. મુડેટી સરપંચ દિનેશભાઈ, અશોકભાઈ દેસાઈ વસઈ, રાકેશભાઈ જોશી તેમજ ગામના આગેવાનો અને યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને શ્રી મહેન્દ્રસિંહ બારૈયાએ યજ્ઞ પુર્ણાહુતી કરી સંસ્કૃત પાઠશાળાના બાળકો અને શિક્ષકોનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, જીલ્લા અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, સર્વે શ્રી પ્રેમલભાઈ દેસાઈ, દિનેશભાઈ પટેલ, સાબરડેરી ડિરેક્ટર અશોકભાઈ પટેલ, સરપંચ શ્રી ભાવેશભાઈ, આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
*એક પેડ મા કે નામ*
*******
*વડાપ્રધાન શ્રી ના જન્મદિન નિમિત્તે હિંમતનગર નગરપાલિકાએ 75 વૃક્ષ વાવ્યા*
*******
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા દ્વારા કાટવાડ ખાતે ઓક્સિજન પાર્કમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિન નિમિત્તે 75 વૃક્ષ વાવ્યા.
હિંમતનગરની હરિયાળુ બનાવવાની નેમ સાથે હિંમતનગર નગરપાલિકા દ્વારા ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાયું છે જેમાં 12,000 થી વધુ નાના મોટા વૃક્ષોનો ઉછેર કરાયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિન નિમિત્તે ‘ એક પેડ મા કે નામ’ અંતર્ગત હિંમતનગર ધારાસભ્યશ્રી વી ડી ઝાલા, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય, નગરપાલિકાના સદસ્ય શ્રીઓ નગરપાલિકાના કર્મચારીશ્રીઓ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા.
આ પ્રસંગે નગરપાલિકા કર્મચારીઓનો સારી કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ‘મેદસ્વિતા નિવારણ’ યોગ કેમ્પનો શુભારંભ કરતાં ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા
*****
મેદસ્વિતા મુક્ત અભિયાનને સાકાર કરવા દરેક કેમ્પમાં માત્ર યોગ જ નહીં પરંતુ ડાયટ પ્લાન, આયુર્વેદનો ઉપયોગ જેવા વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે
******
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ ૭૫ સ્થળોએ મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો આજે ગાંધીનગર ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાએ ‘મેદસ્વિતા નિવારણ’ યોગ કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીએ જણાવ્યું હતું કે, યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મ દિવસથી તા. ૧૭ ઓક્ટોબર સુધી આયોજિત પ્રથમ તબક્કાના ૭૫ કેમ્પમાં પ્રત્યેક કેમ્પ દીઠ ૧૦૦થી વધુ એટલે કે ૭,૫૦૦થી વધારે નાગરિકો ભાગ લેશે. આ કેમ્પમાં માત્ર યોગ જ નહીં પરંતુ નિરોગી શરીર માટે ડાયટ પ્લાન, આયુર્વેદનો ઉપયોગ જેવા વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. જેના પરિણામે વડાપ્રધાનશ્રીના મેદસ્વિતા મુક્ત અભિયાનના સંકલ્પને સાકાર કરવામાં આવશે. દેશ અને રાજ્યનો દરેક નાગરિક સ્વસ્થ અને નિરોગી બને તે માટે યોગને ઘર ઘર સુધી પહોચાડવો ખૂબ જ જરૂરી છે. એમ તેમણે ઉમેર્યું હતું.
સાબરકાંઠા જિલ્લા કો ઓડીનેટર શ્રીમતી અમીબેન પટેલ,સંચાલક શ્રીમતી ફાલ્ગુનીબેન સોની,સહ સંચાલક શ્રીમતી દક્ષાબેન નાઈ,ડો.રાજુભાઈ મોદી, નગરપાલિકા સભ્ય નટુભાઈ ઓઝા તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
*સાબરકાંઠામાં વડાપ્રધાનશ્રીના ૭૫મા જન્મદિન નિમિત્તે સહકાર ક્ષેત્રે પોસ્ટ કાર્ડ મુવમેન્ટનો આરંભ કરાયો*
***
સાબરકાંઠા જિલ્લામાં વડાપ્રધાનશ્રીના ૭૫મા જન્મદિન નિમિત્તે તેમજ આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ના ઉપક્રમે ખાસ “પોસ્ટ કાર્ડ મુવમેન્ટ”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સહકાર મંત્રાલયે દેશભરમાં વિવિધ નવી પહેલ હાથ ધરતાં સહકારી પ્રવૃત્તિઓ સાથે ભારતના કરોડો લોકોને જોડ્યા છે. આ પગલાંઓના પરિણામે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો, દુધ ઉત્પાદકો અને ગ્રામજનોને પણ અનેકવિધ લાભ મળ્યા છે.
આ અવસરે જિલ્લાના સહકારી સંસ્થાઓના સભાસદોએ વડાપ્રધાનશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કરી તેમના જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ કૃતજ્ઞતા અભિવ્યક્ત કરવા માટે સમગ્ર જિલ્લામાં “પોસ્ટ કાર્ડ મુવમેન્ટ”ની શરૂઆત કરવામાં આવી છે.
——
આજરોજ આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે હિંમત હાઈસ્કૂલ, હિંમતનગર ખાતે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા દર્દીઓની હિંમતનગરના ખ્યાતનામ ડોક્ટરોની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી. દર્દીઓને મફત દવાઓ, ચાલવા માટેની સ્ટિકો તથા જરૂરી સારવારની સુવિધા આપવામાં આવી.
આ કાર્યક્રમનું સુપેરે આયોજન હિંમતનગર ભાજપના યુવાન નેતા, શામળાજી મંદિર તથા કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં સાબરકાંઠા સાંસદશ્રી શોભનાબેન બારૈયા, હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા, જિલ્લા પ્રમુખશ્રી કનુભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રી વિજયભાઈ પંડ્યા, કેળવણી મંડળ પ્રમુખ જીતુભાઈ પટેલ, પંકજભાઈ બગદાણીયા, પૂર્વ ધારાસભ્યશ્રી મણીભાઈ વાઘેલા, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, ગોપાલસિંહ રાઠોડ, ડૉ. યશવંતભાઈ પટેલ, ડૉ. ભુપેન્દ્રભાઈ શાહ, ડૉ. ગોપલાણી, ડૉ. તિવારી, તેમજ શહેર–તાલુકાના ભાજપના આગેવાનો, નગરપાલિકાના ચેરમેનશ્રીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા.
આ મેડિકલ કેમ્પ વડાપ્રધાનશ્રીના સેવાભાવના સંકલ્પને સાચા અર્થમાં ઉજાગર કરનાર સાબિત થયો.
ભારતના યશશ્વી અને લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે હિંમતનગર તાલુકાના હાંસલપુર ખાતે અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમમાં કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમ નું આયોજન હિંમતનગર તાલુકા પંચાયત ના સદસ્યશ્રી જીતેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આશ્રમના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું તેમજ દિવ્યાંગ બાળકો અને મહિલાઓ રાશન કીટનું વિતરણ કરાયું તેમજ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો.
આ પ્રસંગે સાંસદશ્રી શોભનાબેન બારૈયા અને ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન તાલુકા ભાજપા પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ,શ્રી રાજુભાઈ પંચાલ, શ્રી ભગવાનદાસ પરમાર, શ્રી પાર્થભાઈ પરમાર,શ્રી ભગીરથસિંહ ઝાલા, શ્રી નવલસિંહ ચૌહાણ, શ્રી દક્ષાબેન પટેલ, શ્રી રવીન્દ્રસિંહ ચાવડા, શ્રી વનરાજસિંહ રાઠોડ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, શ્રી અનિતાબેન પ્રજાપતિ,શ્રી ગજેન્દ્રસિંહ ઝાલા, શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી મનહરસિંહ ઝાલા, શ્રી હાપા ઠાકોર સાહેબ શ્રી રાજવીરસિંહ પરમાર,શ્રી કલ્પેશસિંહ પરમાર, શ્રી પ્રવીણસિંહ, શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ,શ્રી જયેશભાઈ બારોટ, શ્રી નરેશભાઈ પરમાર, હાસલપુર સરપંચ શ્રીમતી અનિતાબેન,શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ,શ્રી વિજયસિંહ વણઝારા,શ્રી સજ્જનસિંહ ચૌહાણ હિતુલભાઈ નાઈ તેમજ અનેક રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.
આજે યોગાનયોગે એકાદશી પણ હોવાથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમગ્ર જન્મ દિવસ ઉજવણી- હિન્દુ ધર્મ, હિન્દુ શક્તિની અને હિન્દુ અસ્મિતાની ઉજવણી હોય એવું લાગી રહ્યું હતું!