શિયા મુસ્લિમોએ મહંમદ પયગંબરનો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવ્યો

 શિયા મુસ્લિમોએ મહંમદ પયગંબરનો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવ્યો

નીરવ જોષી , હિંમતનગર

(joshinirav1607@gmail.com)

આજે ઈદે મિલાદ ઉન નબીના પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના જાદર ગામ પાસે આવેલ જેઠીપુરા ગામે જશને યાસીન કાર્યક્રમનું ખુબ સુંદર અને યાદગાર આયોજન જેઠીપુરાના શિયા સમુદાયના યુવકો,વડીલો અને મહિલાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ જેઠીપુરાના ઇમામવાડા પાસે આવેલા મેદાનમાં શિયા સમુદાયના ઇસ્લામ ધર્મ પ્રદર્શન સાથે આયોજિત કરવામાં આવ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે મહંમદ પયગંબર સાહેબના જીવન તેમજ તેમના જન્મદિવસ અંગે શિયા અને સુન્ની સમુદાયના મુસ્લિમો બે અલગ અલગ દિવસે મિલાદુન્નબીનો તહેવાર ખૂબ ભાવ,ભક્તિ અને શ્રદ્ધાથી મહંમદ પયગંબરને તેમજ તેમના વંશ વારસઓને યાદ કરીને, કથા કરીને તેમજ ઇસ્લામ ધર્મના મૂળ ધર્મગ્રંથ- કુરાનની આયતોનો પાઠ કરીને ઉજવે છે.

મિલાદ ઉન નબી સમગ્ર વિશ્વમાં સુન્ની સમુદાય વડે 12 રબીઉલ અવલ ના રોજ મનાવવામાં આવે છે. શિયા સમુદાય એક અઠવાડિયા બાદ 17મી રબીઉલ અવલના રોજ મનાવે છે. જે મુજબ આજરોજ રવિવારે તારીખ 24 સપ્ટેમ્બરે હતું. જાદર પાસે આવેલું જેઠીપુરા ગામ શિયા સમુદાયના મુસ્લિમોનું આદર્શ અને અનેક સુવિધાસજ્જ સાક્ષર ખેડૂતો ની વસ્તી ધરાવતું ગામ છે.

ઈમામવાડા પાસે આયોજિત કરવામાં આવેલા ધર્મ પ્રદર્શનમાં મહંમદ પયગંબરજીના જીવન પ્રસંગો અને તેના અલગ અલગ તબક્કાઓ અંગે ખૂબ ગહનતાથી અને વિશ્લેષણ કરીને તેમના જીવનના પ્રસંગો અલગ-અલગ બેનર્સ વડે દર્શાવવામાં આવ્યા હતા.

કોઈ બિનમુસ્લિમ પણ આ પ્રદર્શનમાં આવે તો તે ઇસ્લામના ઇતિહાસ અને મોહમ્મદ પયગંબરના જીવન વિશે વિગતે જાણી શકે કેટલું વિસ્તૃત બેનર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી.પુરુષોની મુલાકાત બાદ આશરે હજાર થી વધારે ગામની તેમજ આસપાસના ગામોમાંથી આવેલી મહિલાઓએ પ્રદર્શનમાં શ્રદ્ધાથી ભાગ લીધો હતો અને પ્રદર્શન નિહાળીને ધર્મ અંગે વિસ્તૃત માહિતી આત્મસાત કરી હતી.

જેઠીપુરા ગામે મકતબા અલવિયા રિસર્ચ સેન્ટર એ મકતબા જાફરીયા, સિધ્ધપુર દ્વારા પ્રેરિત છે જેનો ઉદ્દેશ્ય ગામના ભાઇઓ અને બહેનોમાં જ્ઞાનમાં તેમજ તેમની કેરિયરમાં માહિતીનો વધારો થાય તેવો છે. જેઠીપુરાના ભાઈઓ-બહેનો અહીં આવેલી પુસ્તકાલયનો લાભ લઈને ધર્મ તેમજ પોતાને કેરિયર અંગે અલગ-અલગ પુસ્તક નો લાભ મોટા પાયે લાભ લે છે.

મોહમ્મદ પેગમ્બર ના જન્મદિન નિમિત્તે જેઠીપુરા શિયા સમુદાય દ્વારા કોવિડ-19 નિયમનું પાલન કરી ઘરે ઘરે ભોજન સમારંભનું ભાથુ પહોંચાડવામાં આવ્યું હતું.આમ સમગ્ર દિવસ નું આયોજન શિયા સમુદાય ખૂબ જ શ્રદ્ધા અને ઈબાદતથી કરીને સમગ્ર ગામના લોકોને ઉત્તમ તહેવારની યાદગાર ઉજવણીનો નો અનુભવ કરાવ્યો હતો.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *