પોલો ગ્રાઉન્ડ વિસ્તારના કુંડવાડા મહાકાલી મંદિરનો 42 મો પાટોત્સવ ઉજવાયો
નીરવ જોશી , હિંમતનગર (joshinirav1607@gmail.com)M-7838880134
સાબરકાંઠાના હિંમતનગરમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ અને રાજવી પરિવાર વડે રાજવી પરિવાર જે મહાકાળી મંદિર નું નિર્માણ કરવામાં આવેલું હતું તેનો પાટોત્સવ ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ ઉજવાઈ ગયો. મહાકાળી યુવક મંડળ એ ખૂબ ઉત્સાહથી 42 મો પાટોત્સવ મનાવ્યો હતો 16મી માર્ચના રોજ રાત્રે ભજન સંધ્યા અને 17મી એ મહાકાળી મંદિરનો પ્રાંગણમાં હવન તેમજ બપોરના શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી.
દરેક મહાકાળી ભક્ત માનો દર્શન કરીને ધન્યતા અનુભવતો હતો!! ભૂતકાળમાં આઝાદી પહેલા આ મંદિર ખાસ રાજ પરિવાર માટે હતું. રાજ પરિવારની રાણીઓ અને રાજ પરિવારના બધા સભ્યો ખાનગી રસ્તે એટલે કે એક ભોયરું બનાવ્યું હતું તેના વડે આવીને આ મહાકાળી મંદિરના દર્શન કરતા હતા અને ત્યાં પરંપરાગત રીતે પૂજા થતી હતી!
આ વિસ્તારમાં આવેલા ભક્તો વડે – પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલું આ મહાકાળી મંદિર ખૂબ જ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. હિંમતનગર માં રહેતા હિંમતનગર વાસીઓને પણ આ પ્રાચીન મંદિર વિશે ખબર નથી! હિંમતનગરમાં થી વહેતી હાથમતી નદીના કિનારે આ સુંદર મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું જેનો સમય કદાચ 200 – 300 વર્ષ પહેલા હશે.
કહેવાય છે ને કે ભગવાન માટે ભક્ત જ મહત્વનો છે! શુક્રવારના રોજ આ મંદિરમાં 42 મો પાટોત્સવ ખૂબ ભાવભક્તિથી ઉજવાયો હતો. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલા હરેક હિંદુ ભાઈ બહેનોએ મહાકાળી માનો પાટોત્સવ ખૂબ શ્રદ્ધાથી ઉજવ્યો હતો તેમ જ તેઓની સાથે કેટલાક મુસ્લિમ પરિવારોએ પણ મહાકાળી માતાનો પ્રસાદ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી!
જય માં મહાકાળી! સૌનું કલ્યાણ કરો. માં ભગવતી.