શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ
હિંમતનગર નગરપાલિકા ઉમિયા વિજય રોડ ફરીથી બનાવવા 2.20 કરોડનું આંધણ કરશે
નીરવ જોષી, હિંમતનગર
આજરોજ ખાડા ટેકરા થી ભંગાર જેવી હાલતમાં ફેરવાઈ ગયેલા ઉમિયા વિજય ટીપી રોડ જે 2019 માં મહાવીરનગર વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો તેને લઈને હિંમતનગર કોંગ્રેસે નગરપાલિકા સામે મોરચો માંડયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષથી કોરોના આવી ગયો છે , આમ છતાં 2019 માં બનેલો રસ્તો તદ્દન ખાડાટેકરાથી સાવ જૂનો રોડ જેવો દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં આ રોડ ને ફરીથી બનાવવા માટે ભાજપ શાસિત નગરપાલિકામાં ફરી એક વખત ૨.૨૦ કરોડ ના ખર્ચે ટેન્ડર જાહેર કર્યા સિવાય કંપનીને રૂપિયા ફાળવીને કામ પણ ચાલુ કરી દેવાયું છે!!!
આ અંગે વિપક્ષની ભૂમિકામાં રહેલી કોંગ્રેસે પ્રજાજનોની પડતી હાલાકી અને વેદના ને તેમ જ ભ્રષ્ટાચાર સામે આક્રોશ ને વાચા આપતો આજે કાર્યક્રમ આપ્યો હતો
તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ ને ભ્રષ્ટાચારી ભાજપના નગરપાલિકામાં અસહનીય તેમજ ભ્રષ્ટાચારી કરતૂતો સામે પગલાં લેવાની માગણી સાથે આવેદનપત્ર પણ આપ્યું હતું. આ બાબત અંગે સમગ્ર વિગતે હિંમતનગર પાલિકાના વિપક્ષી નેતા ઇમરાન બાદશાહ સાથે વિસ્તૃત રીતે વાતચીત કરી હતી. તેમનું કહેવું હતું કે કોઈપણ ભોગે ટેન્ડર બહાર પાડ્યા સિવાય દોઢ વર્ષ પહેલાં બનેલા રોડ અને તેની બિસ્માર હાલત અંગે સઘન તપાસ થવી જોઇએ. રોડને ખરાબ ગુણવત્તાવાળા મટીરીયલ થી બનાવનારા લોકો સામે કડકમાં કડક સજા થવી જોઈએ. જે કંપનીએ 2019 માં ખરાબ રસ્તો બનાવ્યો છે તેના 17 લાખ ડિપોઝિટ જપ્ત કરીને નગરપાલિકા શું સાબિત કરવા માંગે છે ? એના સિવાય બીજા જવાબદાર નગરપાલિકા મુખ્ય ઇજનેર તેમજ અન્યની ભૂમિકાની તપાસ ન થવી જોઈએ??? હિંમતનગર ની જનતા ટેક્સના રૂપિયાનો આવો ખરાબ દુર ઉપયોગ શા માટે થઈ રહ્યો છે ?ફરીથી અઢી કરોડનું આંધણ કરવાનું છે? જવાબદારો સામે પગલાં ન લઇને નગરપાલિકા ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરી રહી છે.