કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
હિંમતનગર GIDC એસોસીએશન દ્વારા નવનીર્મિત કોનફરન્સ હોલનું ઉદ્દઘાટન
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
હિંમતનગર જી.આઈ.ડી.સી. એસોસીએશન દ્વારા નવનીર્મિત કોનફરન્સ હોલનું ઉદ્દઘાટન કરાયું
પ્રશાસક શ્રી પ્રકૂલભાઇ પટેલ અને મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જી આઇ ડી સી એસોસીએશન દ્વારા નવનીર્મિત કોન્ફરન્સ હોલનું ઉદ્દઘાટન દિવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફૂલભાઇ પટેલ અને મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયું હતું.
જિલ્લાના ઉધોગોથી ધમધમતા વિસ્તારમાં મોતીપુરામાં ઉધોગકારોને વિકાસની નવી પાંખ અને સહૂલિયત મળી રહે તે માટે જીઆઇડીસી વિસ્તારમાં કોન્ફરન્સ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેને ખુલ્લો મુકતા દિવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફૂલભાઇ પટેલે જણાવ્યું હતું કે, કે ઉધોગો એ દેશના કરોડરજ્જુ સમાન છે, દેશમાં ઉધોગો માટે સારુ વાતાવરણ હશે તો વિદેશી રોકાણની તેટલી જ નવી તકોનું નિર્માણ થઇ શકે વર્ષો અગાઉ દેશમાં નાનામાં નાની ચીજવસ્તુઓ માટે વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું પરંતુ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં ઉધોગોને નવી દિશા આપવાનું કામ કર્યુ છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે એક નીલકટર ચીનમાંથી આયાત કરવું પડતું હોય તો આપણે કેમ ના બનાવી શકીએ. આવા નાના નાના કેટલાય ઉદ્યોગોની વ્યાપકતા વધારીએ તો નાનો માણસ પણ મોટા ઉદ્યોગ તરફ પગરવ માંડી શકે. તેમણે ઉધોગકારોને સમાજપયોગી પ્રવૃતિનું આહ્વાન કરતા કહ્યુ હતું કે કુપોષિત બાળકોને દત્તક લઇ તેમજ શિક્ષણની જરૂરીયાતવાળા બાળકોને શિક્ષણ સહાય મળે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
શ્રમ અને રોજગાર તથા ઉધોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત એ જણાવતા કહ્યું કે ગુજરાત ઉદ્યોગ વિકાસમાં સૌથી આગળ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનના નવ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ સમયગાળામાં નાના મોટા ઉદ્યોગોને લોન આપી વેગવંતો કર્યા છે. ગુજરાતીઓને સાહસિક તરીકે ગણાવતા કહ્યુ હતું કે, ગુજરાતીઓ નાની મૂડીથી પણ સારો ધંધો ચાલુ કરી શકે તેટલી આવડત છે, આ ઉપરાંત ઉધોગકારો ઉધોગ માટે અવકાશ મળે તે માટે રાજ્યની દરેક જી આઇ ડી સીઓને ટેકસમાં રાહત આપવાની પણ જાહેરાત પણ કરી હતી.
હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા કહ્યું કે, રાજસ્થાનનું પ્રવેશ દ્વાર ગણાતો સાબરકાંઠા જિલ્લો ઔધોગિકક્ષેત્રે પછાત હતો પરંતુ નરેન્દ્રમોદીના શાસનકાળમાં ઉધોગોને અધતન સુવિધાઓ અપાતા જિલ્લામાં નાના મોટા ઉદ્યોગો વિકાસ પામ્યા છે. જેના થકી સાબરકાંઠા જિલ્લો પણ વિકાસની ગતિમાં હરણફાળ ભરી રહ્યો છે.
કોન્ફરન્સ હોલના ઉદ્દધાટન પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી નૈમેષ દવે સહિત ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ગુજરાતના પ્રમુખ શ્રી કાન્તિભાઇ પટેલ, હિંમતનગરના શ્યામ સુંદર સલુજા, પરશોત્તમભાઇ પટેલ સહિત નાના-મોટા ઉધોગકારો અને વેપારીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
હિંમતનગર ખાતે ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન અમલીકરણ સમીક્ષા બેઠક યોજાઈ
****
મંત્રીશ્રી દ્વારા પ્રગતિ હેઠળના ૭૪૮ કામોની સમીક્ષા કરાઈ
*******
સાબરકાંઠા જિલ્લામાં લઘુ,સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદીઅને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન અમલીકરણ અંગેની સમીક્ષા બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી
આ બેઠકમાં જિલ્લામાં થયેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સ્મશાન ગૃહની સઘડીઓ, પાણીની પરબની કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગટરકામ, બ્લોક પેવર,શાળાના ઓરડા જેવા કામોના લક્ષ્યાંક સામે વર્તમાન પરિસ્થિતિની માહિતી મેળવી હતી જેમાં વર્ષ ૨૦૨૨-૨૩દરમિયાન વિવેકાધીન હેઠળના ૨૭૮, જિલ્લા વહીવટી તંત્રના ૧૯, જિલ્લાકક્ષાએ વિવેકાધીન હેઠળના ૧૫, નગરપાલિકાના ૧૨, પ્રોત્સાહક હેઠળના ત્રણ, ધારાસભ્ય ફંડના ૫૮, જયારે એ. ટી. વી. ટીના ૩૬૩મળી કુલ ૭૪૮ પ્રગતિ હેઠળના કામો કયાં તબક્કે કામગીરી ચાલી રહી છે તે અંગેની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૨૦-૨૧ ના ૬૪ અને ૨૦૨૧-૨૨ના ૪૫૮ પ્રગતિ હેઠળના કામોની પણ સમીક્ષા કરાઈ હતી.
વધુમાં તેમને જણાવ્યું હતું કે જિલ્લામાં અમુક ગામોમાં ગામતળ ન હોવાથી લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતો નથી. આથી દરેક તાલુકાકક્ષાના અધિકારીશ્રીઓએ કયા કયા ગામોમાં ગામતળ નથી તેની વિગતો ટૂંક સમયમાં મેળવી લેવી. આથી તે અંગે કામગીરી હાથ ધરી શકાય તેમજ જિલ્લામાં બાકી રહેતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમજ ટૂંક સમય પહેલા જ ધોરણ ૧૦ અને ૧૨નું પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ કઈ રીતે વધારી શકાય તે માટે જરૂરી આયોજન હાથ ધરવા અંગે જણાવ્યું હતું.
આ બેઠકમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા આયોજન અધિકારીશ્રી તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોસ્ટ વિભાગ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ” ના દિવસે પર્યાવરણ જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે
**************************
સાબરકાંઠા અને અરવલ્લી વિભાગ હિમતનગર દ્વારા અધિક્ષક ડાકઘર, સાબરકાંઠા વિભાગ તથા અરવલ્લી જીલ્લાની કુલ ૫૩ સબ પોસ્ટ ઓફીસમાં તારીખ ૦૫ જૂન ૨૦૨૩ ના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ” ના ભાગરૂપે ” “મિશન લાઈફ સ્ટાઇલ પર્યાવરણ અંતર્ગત હાલના પર્યાવરણ પર આપણી રહેણીકરણીની અસર, પર્યાવરણ વિષય પર નિબંધ લેખન, પ્રશ્ન સ્પર્ધા , સોલાર પાવર પેકની સફાઈ, વરસાદના પાણીની જાળવણી, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, ખોરાકનો બગાડ અટકાવવો અને રંગોલી સ્પર્ધા સહિતના પર્યાવરણ જાગૃતિના સંદેશો આપતી પ્રવૃત્તિ સાબરકાંઠા તેમજ અરવલ્લી જીલ્લાની ૫૩ પોસ્ટ ઓફિસોમાં હાથ ધરવામાં આવશે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના તમામ પોસ્ટલ સ્ટાફ અને દરેક નાગરિકને ઓનલાઈન https://e-hrms/.gov.in પોર્ટલ પર પર્યાવરણને બચાવવા માટેની પ્રતિજ્ઞા લેવા માટે અપીલ કરાઇ છે.