નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)
તાજેતરમાં એટલે કે મહિના પહેલા રિટાયર્ડ(સેવા નિવૃત થયેલા) પરંતુ નહીં જરા પણ ટાયર્ડ થયેલા ( થાકેલા નહીં) આદરણીય જ્યોતિ હાઇસ્કુલના ભૂતપૂર્વ પ્રિન્સિપલ સુરેશભાઈ પટેલ સાથે મંગળવાર ની સાંજે એક પાર્ટી પ્લોટ માં મળવાનું થયેલું… તેમના ચહેરા પરની તાજગી અને હેર સ્ટાઇલ ખૂબ આકર્ષક લાગતી હતી!
એક જમાનો હતો(30-40 વર્ષ પહેલાનો) જ્યારે કેટી હાઈસ્કૂલ અને જ્યોતિ હાઈસ્કૂલ એ ઐતિહાસિક નગર ખેડબ્રહ્મા માં સ્થાપવામાં આવેલી ખૂબ જાણીતી શિક્ષણ સંસ્થાઓ …એકબીજાને પછાડવામાં (ટેલીફોનના ડબલા ઉપર બંને હાઈસ્કૂલના ગતિવિધિઓની જાસુસી થતી !)..ને છોકરાઓ તાણી જવામાં એટલે કે (નવા એડમિશન અને સંખ્યા વધારવામાં) ખૂબ જ આક્રમક હતી!!! શાળાના બાળકોને વધારે સારું રિઝલ્ટ આપો (grace marks)!તો આવી જશે …આપણી શાળામાં એવું પણ જોવામાં આવતું!
જ્યોતિ હાઈસ્કૂલના મેનેજમેન્ટમાં ખાસ કરીને કચ્છી પટેલો જ સર્વે સર્વ હતા અને તેમાં આદરણીય તત્કાલીન પ્રમુખ જેઠાભાઈ પટેલ ની દુરદેશી અને તેમનું વહીવટી કાર્યક્ષમતા અને મજબૂત મનોબળ સુરેશભાઈ પટેલની પ્રિન્સિપાલ તરીકેની કાર્યશેલીને માર્ગદર્શન આપવામાં ખૂબ નિર્ણાયક બનતું રહ્યું છે. એમનો – આચાર્ય સુરેશભાઈ નો સમગ્ર કાર્યકાળ જેઠાભાઇના આજ્ઞાકારી સેનાપતિ તરીકે જોવામાં આવે તો પણ નવાઈ નહીં!!!
એક વખત એવું થયેલું કે 11 – 12 સાયન્સ ની મંજૂરી જ્યોતિ હાઈસ્કૂલ નું મેનેજમેન્ટ એ વખતના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલને ખૂબ મનાવી અને પોતાનું કેસ મજબૂત રજૂ કરીને આદિવાસી વિસ્તારમાં 11 – 12 સાયન્સની મંજૂરી પહેલા લઈ આવી ! પરિણામે કેટી હાઈસ્કૂલના ટ્રસ્ટને ગુજરાત હાઇકોર્ટમાં કેસ લઈને ગુજરાત સરકાર સામે કેસ લડવાની ફરજ પડેલી ! પછી તો એવું થયું કે બંને હાઈ સ્કૂલ પાસે 11 12 સાયન્સના વિદ્યાર્થીઓની ફોજ લાગી ગઈ અને આ બાળકોને ઈડર કે વડાલી 11 12 સાયન્સ ભણવા જવાના ખર્ચા થતા હતા એમાં 25 વર્ષથી વિદ્યાર્થી આલમ અને માતા પિતા બચી ગયા!!!!
એક કેટી હાઈસ્કૂલ જેમાં ગોમતીવળ બ્રાહ્મણોનું અને બીજી જ્યોતિ હાઇસ્કુલ જે કચ્છી પટેલ સમાજનું વર્ચસ્વ જોવામાં આવતું હતું! હજી પણ ત્રીસ વર્ષ પછી પણ આ જ પરિસ્થિતિ જોવામાં આવે છે!
અમે શાળાના તરુણો હતા ત્યારે સામેની પ્રતિસ્પર્ધી સ્કૂલના વિદ્યાર્થીઓ ટ્યુશનમાં મળતા ત્યારે …એવી પણ એક મજાકમાં વાક્ય જ્યોતિ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ચીડવવા કહેતા હતા કે — જ્યોતિ હંમેશા રોતી અને સામે Jyoti હાઈસ્કૂલના બાળકો અમને ચીડવવા એટલે કેટી હાઈસ્કૂલના બાળકોને ચીડવવા કહેતા કે KT હાઈસ્કૂલ તો કચરાપેટી!😅🤣🤣
પરંતુ હવે છેલ્લા ત્રણ દાયકામાં પરિસ્થિતિઓ બદલાય છે… માણસોનું આનંદ માનસ તંત્ર પણ બદલાય છે.. વિચારના દ્રષ્ટિકોણો પણ બદલાયા છે અને આખી પેઢી પણ બદલાય છે… અને ખેડબ્રહ્મા જેવા ઐતિહાસિક અને પૌરાણિક ગામમાં કે નગરમાં શિક્ષણની દિશા અને દશા પણ બદલાય છે!
આના વિશે હું ભવિષ્યમાં કોઈ વાર બીજી વાર લખીશ…
પરંતુ આજે ખેડબ્રહ્માના જ્યોતિ હાઈસ્કૂલના એક મહિના પહેલા સેવા નિવૃત થયેલા એટલે કે રિટાયર્ડ થયેલા જવાન પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલને ગતરોજ હિંમતનગરમાં એક લગ્ન પ્રસંગ ના રિસેપ્શનમાં મળીને ખૂબ આનંદ આવ્યો! I like his personality and dedication for the Jyoti highschool! 😀❤💐⚘🎂 તેમનો ઉત્સાહી વ્યક્તિત્વ, પ્રભાવ અને આજ્ઞાકારીતા તેમજ સ્કૂલ માટેનું સમર્પણ અને તેમના વિશેની વાતો ઘણી સાંભળેલી હતી. તેમનું એક હુલામણું નું નામ સુરેશભાઈ દાઢી પણ છે! મોટાભાગના લોકો એમને આ નામથી જ વધારે બોલાવે છે!😀 ખરું ને?
હું જ્યારે ખેડબ્રહ્મા જાવ ત્યારે એમને કેટલીક વાર મળતો પણ હોવ…
હજુ મને કચ્છી પટેલ સમાજ માટે ખૂબ પ્રેમ છે અને રહેશે… પરંતુ હું કેટી high સ્કૂલનો વિદ્યાર્થી રહ્યો છું, KT સ્કૂલ મારી માતા સંસ્થા છે એટલે જ્યોતિ હાઈસ્કૂલ મારા માટે સગી માસી જેવી પ્રેમાળ સંસ્થા છે!😀❤💐💐⚘🎂
બધું આવતી વખતે જણાવીશ…
શુભેચ્છાઓ આપવા માટે જ્યોતિ હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલનો મોબાઇલ નં ( 9428186006)
💐💐⚘
#highschool
#Khedbrahma
#education
