- દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની ટીમ માં તાલુકામાં પરિભ્રમણ
- ઇડર વડાલી તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં ભ્રમણ કરી યોગ વિદ્યા અંગે સમજૂતી આપી
સાબરકાંઠામાં છેલ્લા 15 દિવસથી હરિદ્વારના ગાયત્રી શાંતિ કુંજ પરિવાર માં આવેલી વિશ્વપ્રસિધ્ધિ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ હિંમતનગર ઇડર વડાલી તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં યોગના પ્રચાર માટે વિદ્યાર્થી જગત પાસે પહોંચ્યા છે.
દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ દર વર્ષે ભારત ભરના જિલ્લાઓમાં ચાર હજાર થી વધુ ગાયત્રી પરિવારની શક્તિપીઠો સંસ્થાઓમાં ઇન્ટરશીપ હેતુ વિદ્યાર્થીઓની ટીમ મોકલવામાં આવે છે. દરેક જિલ્લામાં ત્રણ વિદ્યાર્થીઓની ટીમ એક મહિનાના સુધી પરિભ્રમણ કરે છે. શાળા કોલેજમાં નૈતિક સામાજિક બૌદ્ધિક અને સ્વાસ્થ્ય અંતર્ગત અલગ અલગ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે સાથે યોગ આસાન પ્રાણાયામ તેમજ વૈકલ્પિક ચિકિત્સા જેવી કે એક્યુપ્રેશર અંતર્ગત પ્રેક્ટીકલ પ્રયોગ કરી સમજણ આપવામાં આવે છે.



Good job Pulkit, I know you do anything if you have decided. Best of luck .