સરકારે ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરી, જાણો નવીન ટેકનોલોજીના ફાયદા

 સરકારે ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરી, જાણો નવીન ટેકનોલોજીના ફાયદા

નિરવ જોષી, અમદાવાદ (M-7838880134)

*અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી સેવાઓ-જાહેર સેવાઓ અસરકારક કાર્યક્ષમ-ઝડપી બનાવવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં મહત્વપૂર્ણ કદમ*

ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી*

*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ટેક્નોલોજીના આ દશક ટેકેડમાં ટેક્નોલોજીકલ પ્રગતિનો મહત્તમ લાભ સામાન્ય માનવી સુધી પહોચાડવાનો ઇઝ ઓફ લીવીંગ’ અભિગમ અપનાવતી ગુજરાત સરકાર*

ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલીસીના મુખ્ય હેતુઓ-ઉદેશ્યો

*પોલિસી પાંચ વર્ષ માટે અમલી રહેશે*
••••••••••••••••••
*ડ્રોન સેવા ઇકો સિસ્ટમમાં રપ હજાર જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી સર્જનની નેમ*

*રાજ્ય સરકારના વિભાગો કોમર્શીયલ ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહિત કરવા કેટેલીસ્ટની ભૂમિકામાં*

*ડ્રોનના વ્યાપક ઉપયોગ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ-ઇનોવેશન-મેન્યૂફેકચરીંગ-ટેસ્ટિંગ-ટ્રેનિંગ જેવા ક્ષેત્રોમાં ખાનગી અને જાહેર રોકાણોને પ્રોત્સાહિત કરાશે*

*ડ્રોન ઉત્પાદકો-વપરાશ કર્તાઓ-પાયલટ સહ પાયલટે ડિઝીટલ સ્કાય પ્લેટફોર્મ પર નોંધણી કરાવી UIN મેળવવો પડશે*
••••••••••••••••••
*DGCA દ્વારા ડ્રોન એર સ્પેસ મેપમાં જાહેર કરાયેલા સીમાંકન ક્ષેત્રનું પાલન કરવાનું રહેશે*
================
*ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે લાયકાત ધરાવતા માનવ બળની ઉપલબ્ધિ માટે ડ્રોન ઇન્ફ્રાસ્ટ્રકચર ટ્રેનિંગને પ્રોત્સાહન અપાશે*
“”””””””””””””””””””””””””
*ઇનોવેશન માટે યંગ ટેલેન્ટને પ્રોત્સાહન*
°°°°°°°°°°°°°°°°°
*ડ્રોન ટ્રાફિક નિયમન-અકસ્માતોની ઘટના-ઉલ્લંઘન-ગૂનાહિત પ્રવૃત્તિ માટે ડ્રોનના ઉપયોગના કેસોની તપાસ ગુજરાત પોલીસ કરશે*
==============
*રાજ્ય સરકારના વિવિધ વિભાગો ૬ મહિનામાં તેમના સંબંધિત કાર્યક્ષેત્રોમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવાના આયોજનો કાર્યક્રમો નિર્ધારિત કરશે*
_______________
*પોલીસીના અમલીકરણ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ૮ વરિષ્ઠ સચિવોની એમ્પાવર્ડ કમિટીની રચના*
…………………….
*ગુજરાતે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી સેવાઓ સહિતની વિવિધ જાહેર સેવાઓ વધુ અસરકારક, લોકભોગ્ય અને કાર્યક્ષમ તથા ઝડપી બનાવવાની દિશામાં એક નવતર કદમ ભર્યુ છે*.

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ગુજરાતની મહત્વાકાંક્ષી ‘ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ’ પોલિસી જાહેર કરી છે*.

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ટેક્નોલોજીના આ દશક ટેકેડમાં ટેક્નોલોજીકલ પ્રગતિનો મહત્તમ લાભ લોકોને પહોચાડી ‘‘ઇઝ ઓફ લીવીંગ’’ સરળ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે*.

*રાજ્ય સરકારે આવી સેવાઓ વધુ લોકભોગ્ય બનાવવા સાથે ડ્રોન ઇકો સિસ્ટમના માધ્યમથી રોજગાર નિર્માણની નવિન તકોના સર્જનનો અભિગમ પણ આ ‘ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી’ જાહેર કરવામાં રાખ્યો છે*.
*ગુજરાતમાં પોલીસ દળ પાસે ડ્રોનનો કાફલો હાલ કાર્યરત છે અને તેનો ઉપયોગ કાયદાના અમલીકરણ માટે કરવામાં આવે છે*

*તાજેતરની રથયાત્રા દરમ્યાન ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો*.
*એટલું જ નહિ, ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા ઉદ્યોગ ખાણ વિભાગે ‘ત્રિનેત્ર’ ડ્રોન પણ લોંચ કરેલા છે*.
*ડ્રોનની વૈશ્વિક પહોચની વિપૂલ સંભાવનાઓ અને સ્કેલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ડ્રોનના પ્રમોશન અને ઉપયોગ માટેની આ નીતિ જાહેર કરી છે*.
*મુખ્યમંત્રીશ્રીએ આ પોલીસી નું લોન્ચિંગ કર્યું તે અવસરે મુખ્યમંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર તેમજ પોલીસ મહાનિદેશકશ્રી આશિષ ભાટિયા પણ ઉપસ્થિત રહ્યા હતા*

*મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલી નીતિની વિશેષતાઓ*-
___________
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ નીતિની સમયાવધિ-પાંચ વર્ષની રાખવામાં આવી છે*.

*આ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીમાં જે ધ્યેય રાખવામાં આવેલા છે તેમાં*

*રાજ્યમાં કાર્યક્ષમતા વધારવા તેમજ સેવાઓની ડીલીવરી માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી મેન્યૂફેકચરીંગ અને ઇનોવેશન સહિતની વાયબ્રન્ટ ડ્રોન ઇકો સિસ્ટમનું નિર્માણ કરવું*.

*ડ્રોન સેવા ઇકો સિસ્ટમમાં રોજગારીની તકો વધારીને રપ હજાર જેટલી પ્રત્યક્ષ, પરોક્ષ રોજગારીનું સર્જન કરવું*.

*ઇનોવેશન માટે યંગ ટેલેન્ટને પ્રોત્સાહન*

*મુખ્યમંત્રીશ્રીએ યુવા પ્રતિભાઓ ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે પોતાનું કૌશલ્ય અને સામર્થ્ય દર્શાવી શકે તે માટે ઇનોવેશન્સ માટે યંગ ટેલેન્ટને જોડવાનો રવૈયો પણ દાખવ્યો છે*.
*આ હેતુસર પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરવા માટે સરકારના વિવિધ વિભાગો, પ્રતિષ્ઠિત સંસ્થાનો અને ઉદ્યોગ કમિશનર કચેરીના સ્ટાર્ટઅપ ગુજરાત સેલ સાથે સહભાગીતાથી હેકાથોન અને ગ્રાન્ડ ચેલેન્જના આયોજનને પ્રોત્સાહન અપાશે*
*આવા આયોજનના વિજેતા સોલ્યુશન્સને પુરસ્કારો અપાશે અથવા સંબંધિત વિભાગો સાથે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની તક આપવામાં આવશે*.

*રાજ્ય સરકારના સંબંધિત વિભાગો પ્રોકયોરમેન્ટ પોલિસી અનુસાર સ્ટાર્ટઅપ, મેઇક ઇન ઇન્ડીયા કંપનીઓ, માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીઝને તેમની સેવાઓ અને ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તકોને પ્રાધાન્ય આપશે*

*રાજ્ય સરકારે જાહેર કરેલી આ ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી અંતર્ગત વિવિધ વિભાગો, પબ્લિક સેક્ટર અંડર ટેકીંગ અને બોર્ડ, સંસ્થાઓ ૬ મહિનામાં તેમના સંબંધિત કાર્યક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા યોજનાઓ અને કાર્યક્રમો નિર્ધારીત કરશે*.

*જે વિભાગો ડ્રોનનો પોતાના કાર્યક્ષેત્રમાં ઉપયોગ કરવાના છે તે આ મુજબ છે*-

*ગૃહ વિભાગઃ- ભીડ સંચાલન, વાઇટલ ઇન્સ્ટોલેશન સિક્યોરિટી, વીવીઆઇપી સુરક્ષા, બોર્ડર અને તટીય સુરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મોટા કાર્યક્રમો અને શોભાયાત્રાની સુરક્ષા, સર્ચ ઓપરેશન, ટ્રાફિક મેનેજમેન્ટ*

*કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ*:-
*જંતુનાશક દવાઓનો છંટકાવ, ખાતરનો ઉપયોગ, બીજ વાવણી, માટીની ગુણવત્તાની દેખરેખ, Survey of Soil Erosion*

*ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનર, ઉદ્યોગ અને ખાણ વિભાગ*
*ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ માટે ખાણકામ વિસ્તારોની દેખરેખ, ગેરકાયદેસર ખાણકામ અટકાવવા, ખનીજ લીઝ અને બ્લોક્સનું સર્વેક્ષણ*.

*ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ*-
*તેલ અને કુદરતી ગેસની પાઇપલાઇનની દેખરેખ, પાવરલાઇનની દેખરેખ, ઓનશોર અને ઓફશોર એસેટને સુરક્ષિત કરવા*

*શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ*

*પાયલટ અને યુઝરની તાલીમ*.

*સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ*-

*તબીબી સપ્લાય અને લોહીની ડિલીવરી*

*ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળઃ- બચાવ અને રાહતકાર્ય*

*શહેરી વિકાસ વિભાગ*-

*શહેરી જમીનના ઉપયોગનું પ્લાનિંગ, સ્વચ્છતા સર્વેક્ષણ*

*સિંચાઈ વિભાગ*-

*જળાશયો અને સિંચાઈ નહેરોની દેખરેખ*

*વન વિભાગ*

સિંહ ગણતરી, વન્યસંપદાનું ટ્રેકિંગ, મેપિંગ અને મોનિટરીંગ, ઇકોલોજીકલ ઓડિટ, શિકારને અટકાવવા*
*ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ*-

*ઉત્સર્જનની દેખરેખ

*મહેસૂલ વિભાગ*-

*GIS આધારિત સર્વે અને સર્વે નંબરનું મેપિંગ*
*માર્ગ અને મકાન વિભાગ*-

*રિપેર કાર્યનો અંદાજ, ચાલુ પ્રોજેક્ટની દેખરેખ વગેરે*
……

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *