શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટનો વક્તાપુર રોકડિયા હનુમાન મંદિર ખાતે ભોજન યજ્ઞ

 શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટનો વક્તાપુર રોકડિયા હનુમાન મંદિર ખાતે ભોજન યજ્ઞ

નિરવ જોશી હિંમતનગર (M-7838880134)

અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે વક્તાપુર હિંમતનગર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે તારીખ 21/ 9 /2023 થી તારીખ- 25 /9 /2023 સુધી સતત 24 કલાક ભોજન પ્રસાદ મેડિકલ સેવા, માલિશ કેન્દ્ર તેમજ માલિશ નું સ્પેશિયલ આયુર્વેદિક તેલ વિતરણ શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ વિઝોલ, વટવા જીઆઇડીસી ,અમદાવાદ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ વાનગીઓ જેમાં મોહનથાળ , જલેબી ,દૂધપાક, પૂરી શાક ભાજીપાઉ લાઈવ ઢોકળા પાણીપુરી, ગોટા ચા – નાસ્તો ,સેવ ઉસણ, મઠીયા ,કઢી ખીચડી વાનગીઓ ભાવિક ભક્તોને સતત 24 કલાક પીરસવામાં આવી હતી.

આ કેમ્પ હજુ તારીખ -25 /9/ 2023 સોમવાર સુધી ચાલુ રહેશે એમ સંસ્થાના પ્રમુખ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અતુલભાઇ રાવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યુ છે.

સંકટમોચક હનુમાન ભક્ત મંડળની મહિલાઓ જેઓ હાથીજણ વિસ્તારમાં તેમજ બીજા એરિયામાંથી આવી હતી તેમને પણ મોટી સંખ્યામાં રસોઈ બનાવવાની સેવામાં ઉત્સાહભેર હાજરી આપી હતી અને ભોજન યજ્ઞ ખૂબ જ યાદગાર બનાવ્યો હતો.

સૌ ભક્તોની આ પદયાત્રા અંબાજી જગદંબા ભાવથી પૂર્ણ કરે તેવી માના ચરણોમાં મંડળ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *