દેશની પ્રથમ આદિવાસી મહિલા ભારતની રાષ્ટ્રપતિ બની
નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)
દેશના 15 માં રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી સમાજના મહિલા દ્રોપદી મુરમુ ની પસંદગી થઈ છે. ખાસ કરીને જે રીતે ભાજપ વડે દેશની સર્વપ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાનો પ્લાન થયો એને શરૂઆતથી જ ઘણું મોટું પાયે આવકાર મળ્યો, ના કેવલ ભાજપના સાથી પક્ષો વડે પરંતુ વિપક્ષમાં પણ આદિવાસી મહિલાને સર્વ પ્રથમ રાષ્ટ્રપતિ બનાવવાની અપીલ ઘણી કામ કરી ગઈ,બીજું એ કે દ્રૌપદી મોરમુ સૌથી વધારે સમય દલિત મહિલા નેતા તરીકે પણ ભારતીય રાજકારણમાં જાણીતા થયા છે, તેઓ ઓરિસ્સામાં ને રાજકીય નેતા તેમજ મિનિસ્ટર પણ રહ્યા છે અને ઝારખંડમાં ગવર્નર તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ ઓરિસ્સાના ગરીબ આદિવાસી સમાજમાંથી આવે છે. તેમણે અત્યંત ગરીબાઈમાં પોતાનું જીવન વિતાવ્યું હતું અને તેમના રાજ્યમાં તેમના ગામમાં તેઓ સર્વપ્રથમ ગ્રેજ્યુએશન કરનારા મહિલા હતા. આ ઉપરાંત બીજા પણ કેટલાક સર્વપ્રથમ રહેનારા આદિવાસી મહિલા તરીકે તેમને ઓળખ -આગવી ઓળખ મેળવી હતી.
આજે દ્રોપદીના દિલ્લી ખાતેના નિવાસ સ્થાને અનેક રાજ્યોના કલાકારો આવીને ભારે ઉત્સાહથી દ્રોપદીના રાષ્ટ્રપતિ બનવાના પ્રસંગ પર રંગારંગ કાર્યક્રમ કર્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને વડાપ્રધાન મોદીએ દ્રૌપદી મૂરમુના ઘરે જઈને બુકે આપી અને તેમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા… બીજા અન્ય નેતાઓ પણ તેમના નિવાસ્થાને જઈને અભિનંદન આપી રહ્યા છે.આમ દ્રોપદી મોરમુ કેવળ સત્તાધારી પક્ષ નહીં પરંતુ વિપક્ષમાં પણ ખૂબ જ મોટા પાયે નેતાઓનું સમર્થન મેળવીને ખૂબ જ લોકપ્રિય રાષ્ટ્રપતિ બનશે તેવી આશા સેવાઈ રહી છે.