સંકલન & આલેખન : નીરવ જોશી, હિંમતનગર
(M-7838880134)
સંકલન & આલેખન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) શાકભાજીના વાવેતરમાં માંડવા પદ્ધતિ એ ઘણા ગામના ખેડૂતો માહિતીને લઈને પ્રયોગ કરતા હોય છે સાબરકાંઠામાં ઘણા ગામો શાકભાજીના વાવેતર માટે પ્રખ્યાત છે ખાસ કરીને વડાલી તાલુકાના ઘણા ગામોમાં થતી શાકભાજી છેક આણંદ વડોદરા અને મુંબઈ સુધી પહોંચે છે. કહેવાતું પછાત સાબરકાંઠા જો શોધવા જઈએ તો અનેક ક્ષેત્રમાં […]

સંકલન & આલેખન : નીરવ જોશી, હિંમતનગર
(M-7838880134)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, ઈડર , વિજયનગર, વડાલી તાલુકો એટલે શાકભાજીમાં અગ્રેસર. ગુજરાતમાં જો શાકભાજીની વાત આવે તો લોકોને સાબરકાંઠાની અચૂક યાદ આવે કારણ કે સાબરકાંઠા ના ખેડૂતો પોતાના ત્યાંની જમીનને અનુરૂપ પાકો વર્ષોથી વાવતા આવ્યા છે અને ખાસ કરીને શાકભાજીનું વાવેતર એ પ્રાંતિજ વડાલી તેમજ સાબરકાંઠાના અંતરિયાળ ગામડામાં જેમકે કંકોડાનું વાવેતર નથી થતું પરંતુ આદિવાસી વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે જે વરસાદની સિઝનમાં શહેરોમાં પણ સપ્લાય થાય છે. ગામડા લોકોને તો ઓર્ગેનિક શાકભાજી પણ ખાવા નથી મળતા જ્યારે સાબરકાંઠામાં ઘણા ખેડૂતોએ ઓર્ગેનિક શાકભાજીનું પણ વાવેતર કરતા થઈ ગયા છે.

પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના ૫૫ વર્ષીય હસમુખભાઈ પટેલે પોતાની આગવી કોઠાસૂઝથી શાકભાજીની ખેતીમાં કાઠું કાઢ્યું છે. હસમુખભાઈ કેમેસ્ટ્રીના વિષય માં સ્નાતકની પદવી મેળવી છે. તેઓ એક ખેડૂત તરીકે ખૂબ જ સારી ખેતી કરે છે. ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને તેમણે ખેડૂતો માટે એક નવો રાહ ચીંધ્યો છે.
હસમુખભાઈ જણાવે છે કે, તેઓ ૨૫ વીઘામાં શાકભાજીની ખેતી કરે છે. જેમાં તેમની પોતાની જમીન અને બીજા લોકો પાસેથી ભાડા પેટે રાખીને ખેતી કરે છે. હાલમાં વેલાવાળી શાકભાજી ના માંડવા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે છે. તેમણે માંડવા બાંધવા માટે ટેકા અને તાર માટે એક વાર ખર્ચ કરવો પડે છે, જે લગભગ ૫ વર્ષ સુધી તો ચાલે જ છે. જેમાં ટામેટી, દુધી, કાકડી, કંકોડા જેવી વેલાવાળી શાકભાજી સાથે ડ્રાફ્ટીંગ રીંગણ, વટાણા, મૂળા અને ફુલાવરની ખેતી કરે છે.

વધુમાં તેઓ જણાવે છે કે, આ વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ છે. જેના થકી ખૂબ જ સારી આવક મળે છે. આ વખતે તેમને ૬ વીઘા જમીનમાં ટામેટી, એક વીઘામાં રીંગણ, બે વીઘામાં કારેલી, એક વીઘામાં દૂધી, એક વીઘામાં કાકડી, આ સિવાય અડધો વીઘા જમીનમાં કંકોડા વાવ્યા છે. ટૂંક સમયમાં ડ્રાફ્ટિંગ રીંગણ, ચાર વિઘા જમીનમાં ફુલાવર, એક વીઘામાં વટાણા, મૂળા જેવા વિવિધ શાકભાજી કરવાના છે.
હાલમાં તેઓ પ્રાયોગીક ધોરણે અડધો વીઘા જમીનમાં કંકોડાની માંડવા પદ્ધતિથી ખેતી કરી છે. જેમાં આંતરા દિવસે ૨૦ થી ૨૫ કિલો કંકોડા નીકળે છે. તેઓ હોલસેલ ભાવમાં ₹100 કિલો કંકોડાનું વેચાણ કરે છે. આ સિવાય તેઓ જણાવે છે કે ત્રણ વીઘા જે ડ્રાફ્ટિંગ રીંગણ કરવાના છે તેનુ લગભગ આ વખતે તેમને ૨૬00 મણ જેટલો ઉતારો મળશે.
आगामी लोकसभा चुनाव और संसदीय सत्र को देखते हुए राजनीतिक सरगर्मियां तेज हो गई हैं। दोनों तरफ से रणनीतियां बननी शुरू हो चुकी हैं।

ટામેટા માંથી ગયા વર્ષે દસ લાખના ટામેટા નું વેચાણ કર્યું હતું. પાછલા વર્ષે તેમણે ૧૫ વીઘા શાકભાજી કરી હતી. જેમાંથી ૧૫ લાખનું વેચાણ કર્યું હતું. પ્રથમ વખત માંડવો અને બીજા બધા ખર્ચ કાઢતા તેમણે સાતથી આઠ લાખનો નફો થયો હતો. આ વર્ષે નફાનું પ્રમાણ વધુ રહેશે કારણ કે આ વર્ષે માંડવા નો ખર્ચ નહીં થાય.
હસમુખભાઇ જણાવે છે કે, આ સંપૂર્ણ ખેતી તેઓ ડ્રીપ ઈરીગેશન અને મલ્ચિંગ પદ્ધતિથી કરે છે. જેથી પાણીનો વ્યય ના થાય અને છોડને જરૂર મુજબનું પાણી મળી રહે તથા છોડમાં લાંબો સમય ભેજ ટકી રહે તે માટે મલ્ચિંગ ખૂબ જ સારો વિકલ્પ છે.
વૈજ્ઞાનિક પદ્ધતિથી પદ્ધતિસરની ખેતી કરવામાં પાણીનો બચાવ થાય છે જે લાંબા ગાળે ખૂબ જ મહત્વનો સાબિત થાય તેમ છે. હાલમાં વડાપ્રધાન શ્રી દ્વારા જળસંચય અને જળ સંરક્ષણ ની જે વાતો કરવામાં આવી રહી છે. તેનો મુખ્ય લાભ ખેડૂતોને જ થવાનો છે. કારણ કે પાણીની સૌથી વધુ જરૂર ખેતીમાં પડતી હોય છે. ખેડૂત માટે પાણી સૌથી મહત્વનો મુદ્દો છે. પાણીના તળ ખૂબ જ ઊંડા જવાથી પાણીમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવાથી જમીન બિન ઉપજાવ થવાનો સંભવ રહે છે.
ડ્રીપ ઈરીગેશન, મલ્ચિંગ પદ્ધતિ પાણીના બચાવવા માટેનો સારો સોર્સ બની રહેશે. અંતમાં હસમુખભાઈ જણાવે છે કે, ૧૦ વિધા જમીનમાં સારી ખેતી કરો તો નોકરીની જરૂર ન રહે. તેઓ આ શાકભાજીની ખેતીમાં ૧૫ થી ૨0 માણસોની રોજી પૂરી પાડી શકે છે. જે તેમના માટે ખૂબ જ સંતોષ અને ખુશીની વાત છે. આપણે પોતાના માટે તો કંઈક કરીએ છીએ પણ સાથે બીજા પણ ભલુ થાય તો ભગવાન આપણા ઉપર રાજી રહે છે એમ કહી તેઓ પોતાના આધ્યાત્મિક અભિગમ રજૂ કરે છે.
भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (ISRO) ने भारत के महत्वाकांक्षी मानव अंतरिक्ष उड़ान कार्यक्रम गगनयान के लिए एक प्रमुख मील का पत्थर हासिल किया है।
उत्तर प्रदेश सरकार ने कनेक्टिविटी को बढ़ावा देने के लिए राज्य में छह नए एक्सप्रेसवे के निर्माण को हरी झंडी दिखा दी है।
अंतर्राष्ट्रीय फिल्म जगत में भारत का गौरव बढ़ा है। प्रतिष्ठित कांस फिल्म फेस्टिवल में भारतीय स्वतंत्र निर्देशक की फिल्म ने बाजी मारी है।