કાશીન્દ્રા ગામના અગાઉ સરપંચ અંબાલાલ રાઠોડએ ઉજવ્યો અનોખો જન્મદિવસ

 કાશીન્દ્રા ગામના અગાઉ સરપંચ અંબાલાલ રાઠોડએ ઉજવ્યો અનોખો જન્મદિવસ

નિરવ જોશી,  Ahmedabad (M-7838880134)

તાજેતરમાં જ અમદાવાદ જિલ્લાના કાશીન્દ્રા ગામના અગાઉના સરપંચ અંબાલાલ રાઠોડ ના 22મી મેના જન્મોત્સવ નિમિત્તે અબોલ જાનવરોને લાપસી ખવડાવવામાં આવી હતી. ગૌ પ્રેમી અને અબોલ જાનવરોના પ્રેમી અંબાલાલભાઈએ ચોખા ઘી ની લાપસી ગામના કૂતરાઓને પણ ખવડાવી હતી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પાંચ વર્ષ પહેલા આ અંબાલાલભાઈ રાઠોડ જ્યારે સરપંચ હતા ત્યારે તેમણે ગૌચરની ઘણી બધી જમીન દબાણ મુક્ત કરી હતી અને તેમનું આ કાર્ય ખૂબ વખણાયું હતું અને સમાચાર માધ્યમોમાં સ્થાન પામ્યું હતું. દલિત સમાજના અંબાલાલભાઈએ કાસીન્દ્રા ગામના વિકાસમાં મહત્વના કાર્યો કર્યા હતા. તેમના સમય દરમિયાન તેમણે ગામના વિકાસ માટે તેમજ અમદાવાદ થી અત્યંત પ્રદૂષિત થઈને અમદાવાદના જિલ્લાઓમાં ગામડાઓના કિનારે પહોંચતી સાબરમતી નદીના પ્રદુષણ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં રહીને તેમને સમાજના સમરસ વિકાસ માટે ખૂબ ઉલ્લેખનીય અને મહત્વપૂર્ણ કાર્ય કર્યા હતા. જેની ગામના લોકો આજે પણ યાદ કરે છે!

અંબાલાલ રાઠોડ કોંગ્રેસ પક્ષ સાથે પણ જોડાયેલા છે. તેઓ દસકોઈ તાલુકા કોંગ્રેસ કમિટીના એસ સી એસટી સેલના પ્રમુખ છે. સેવાભાવી અંબાલાલ રાઠોડનું – આ જીવનનું 75 મુ વર્ષ શરૂ થયું છે એટલે કે એમને વાનપ્રસ્થાશ્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને હવે જીવનના છેલ્લા આશ્રમમાં એટલે કે સન્યાસ આશ્રમમાં પ્રવેશ કર્યો છે. એકદમ ભગવાન ની સેવામાં અને નિષ્કપટ જીવન જીવી રહ્યા છે.

 

વર્તમાનમાં તેઓ નિવૃત્તિ નું જીવન જીવી રહ્યા છે અને કાશીન્દ્રા તેમજ આજુબાજુના ગામના લોકોનો સાર સંભાળ રાખી રહ્યા છે અને તેમના સમાજના તેમજ અન્ય સમાજના લોકોનું ધ્યાન રાખી રહ્યા છે. પહેલા જેવા ઉત્સાહથી સેવાકીય કાર્યો કરી રહ્યા છે. તેઓને કુલ ત્રણ દીકરા ને એક દીકરી છે.વડીલ અંબાલાલભાઈ રાઠોડ કાશીન્દ્રામાં રોહિતદાસ હાઉસિંગ સોસાયટીમાં સહ પરિવાર રહે છે.તેમનો ટેલીફોન નંબર 98254 84 109 છે.

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *