ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
BJYMના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ હિંમતનગરમાં જનસભા સંબોધી
નિરવ જોશી , હિંમતનગર (M-7838880134)
ભાજપ યુવા મોરચા ના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યા બુધવારના રોજ હિંમતનગર સાંજે આવી પહોંચ્યા હતા. હિંમતનગર આવીને તેમણે એક પ્રચાર સભા સંબોધિત કરી હતી. કાર્યક્રમમાં તેમણે મોદીજીના કાર્યશૈલી અને ગુજરાત મોડેલના ખૂબ વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે વિપક્ષના પાર્ટીઓનું પ્રભાવ ગુજરાતમાં હજુ પણ નહિવત જેવો છે. કોરોના સમયમાં જ્યાં વિશ્વભરમાં અનેક મોટા મોટા વિકસિત દેશોમાં આર્થિક વ્યવસ્થા ગડબડમાં મુકાઈ ગઈ છે ત્યાં ભારતમાં હજુ મોદીજીના કારણે બધું સારું ચાલી રહ્યું છે એવો દાવો પણ એમણે કર્યો હતો ! કોંગ્રેસ પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીનું નામ લીધા વિના જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તો જ્યાં ચૂંટણી થવાની જેવા ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ક્યાંય દેખાતા જ નથી અને દક્ષિણ ભારતમાં ભારત જોડો યાત્રામાં બીઝી છે. આપ પાર્ટીના એજન્ડા પર હુમલો કરતા કહ્યું કે આ પાર્ટીના ઉમેદવારોની આગામી વિધાનસભા ચૂંટણીમાં ડિપોઝિટ જમા થવાની છે.
વૈશાલી સિનેમા ગ્રાઉન્ડ, છાપરીયા પાસે કાર્યક્રમ ચાર વાગ્યે શરૂ થવાનું હતું એને બદલે 6:30 શરૂ થયો હતો તો પણ ઘણી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા વડાપ્રધાન મોદી આપેલા સ્લોગન – આ ગુજરાત મેં બનાવ્યું છે- તેનો પ્રચાર પણ તેમણે કર્યો હતો.
કાર્યક્રમમાં વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, સાબરકાંઠા ભાજપ પ્રમુખ જે ડી પટેલ , પ્રભારી રેખાબેન ચૌધરી, મહામંત્રી વિજયભાઈ પંડ્યા , સાબરકાંઠા ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ રાહુલ પટેલ તેમજ ભાજપના અન્ય ગણ માન્ય અધિકારી હાજર રહ્યા હતા અને ઈડર શહેરના 25 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં કેસરિયો ખેસ ધારણ કરીને જોડાયા હતા.