સાબરકાંઠા: લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 75મો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવાયો
હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના આંગણે મહંત સ્વામીના સાનિધ્યમાં આદિવાસી દિવસ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર ( M-9106814540)
બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હાલ હિંમતનગર ખાતે ગત સોમવારથી પધારી હરીભક્તો અને મુમુક્ષુઓને આધ્યાત્મિક લાભ આપી રહ્યાં છે. તેમના નિત્ય સત્સંગનું કાર્યક્રમ રાબેતા મુજબ ચાલી રહ્યો છે અને તેમાં અનેક કાર્યક્રમો પણ અલગ અલગ દિવસે આયોજિત કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ એટલે કે વિદ્યામંદિર – શાળાના ભૂમિ પૂજનનો કાર્યક્રમ પણ મહંત સ્વામીના સાનિધ્યમાં આયોજિત કરવામાં આવ્યો હતો. મંદિરની પાસે લેવાયેલી 4 એકર જમીનમા ત્રણ વર્ષમાં આ વિદ્યામંદિર નિર્માણ પામનાર છે.
રોજ લાખો હરિભક્તો એમના દિવ્ય દર્શન અને સંત સમાગમ નો લાભ લઈ રહ્યા છે …એ આધ્યાત્મિક લાભ તા. ૨૩/૮/૨૦૨૫ ને શનિવારના રોજ આદિવાસી ભાઈઓ ને પ્રાપ્ત થયો . વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આ આદિવાસી ભાઈઓ માટે કહેતા કે “આદી એવા જે ભગવાન એમાં જેમનો એ વાસ છે તે આદિવાસી “ એવીજ દિવ્ય દ્રષ્ટિ થી બધાને નિરખતા વર્તમાન ગૂરૂ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આદિવાસી ભાઈઓ ને ભગવાનના મૂક્ત માને છે. એવા પરમ પૂજ્ય મહંત સ્વામી આદિવાસી ભાઈઓ ને તા. ૨૩/૮/૨૦૨૫ ના રોજ દર્શન અને આશીર્વાદ નો લાભ આપ્યો.
આજના ખાસ આદિવાસીઓને સમર્પિત દિવસમાં કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિને સમર્પિત રહ્યા જેમાં સવારે આદિવાસી ભાઈઓ એ પોતાની પારંપારિક શૈલીમાં કિર્તનભક્તી કરી ધન્યતા અનુભવી.
એજ શ્રુંખલા માં બપોરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની દિવ્ય દ્રષ્ટિથી આદિવાસી મહિલાઓ માટે મહિલા સંમેલન બપોરે ૨ થી ૪ દરમિયાન યોજાયું. જેમા સાત હજાર આદિવાસી મહિલાઓ તથા અન્ય મહિલા હરિભક્તો એ લાભ લીધો. જેમાં બીએપીએસ સંસ્થા દ્વારા ચાલતી આદિવાસી મહિલા પ્રવૃતિથી મહિલાઓ નો કેવો સર્વાગી વિકાસ થયો તે સંબંધી અદભૂત કાર્યક્રમ થયો . જેમાં એજ ક્રમ માં સાંજે મહિલાઓ એ લાભ લીધો.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આદિવાસી ભાઈઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જેમાં બીએપીએસ સત્સંગ તથા પ્રમુખ સ્વામી તથા મહંત સ્વામી મહારાજ ના યોગ માં આવવાથી આદિવાસી ભાઈઓ કુરિવાજો અને અંધશ્રદ્ધા છોડી કેવી રીતે પ્રગતિ કરી તે સત્ય ઘટના આધારિત સંવાદ ના રૂપમાં દર્શાવવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં દશ હજારથી વધુ આદિવાસી ભાઈઓ ઉપરાંત સાબરકાંઠા ના અન્ય હરિભક્તો એ લાભ લીધો. કાર્યક્રમના અંતમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આદિવાસી ભાઈઓ ને અંધશ્રદ્ધા છોડી શિક્ષણ સાથે સત્સંગ કરવા ની પ્રેરણા અને આશીર્વાદ આપ્યા.
તારીખ 21/8 ના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, હિંમતનગર ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે ભવ્ય અને દિવ્ય સ્વાગત દિનની સભાનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો ભક્તોએ સ્વામીબાપાનું વિવિધ રીતે સ્વાગત કર્યું હતું.
મહંતસ્વામી મહારાજે પણ દરેક હરિભક્તોને વિશેષ લાભ આપેલ હતો. બાળકો યુવકો અને હરિભક્તો દ્વારા અનેક પ્રકારના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનોની અદભુત રજૂઆત કરવામાં આવેલ હતી.
આ સ્વાગત સભામાં 1. મહાનુભવશ્રી ગજેન્દ્રસિંહ પરમાર
ધારાસભ્યશ્રી પ્રાંતિજ- તલોદ,
પૂર્વ મંત્રી ગુજરાત સરકાર
2.વિમલભાઈ ઉપાધ્યાય
પ્રમુખશ્રી, નગરપાલિકા ,હિંમતનગર
3.ઉપેન્દ્રભાઈ ગઢવી
ચીફ ઓફીસર, નગરપાલિકા, હિંમતનગર
4.દશરથસિંહ ઝાલા
પ્રમુખશ્રી, તાલુકા પંચાયત તલોદ
5.બિરેનભાઈ પટેલ
સરપંચશ્રી, કાંકણોલ ગ્રામ પંચાયત પણ ખાસ સ્વામીશ્રીના આશીર્વાદ અને દર્શન માટે પધારેલ હતા.