ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન હાથ ધરાયુ
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)
કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન હાથ ધરાયુ..
ખેડૂત ઉત્પાદન કંપની થકી ખેડૂતોને આર્થિક રીતે પગભર થવાના ઉદેશ્યથી સાબરકાંઠાના વડાલી તાલુકાના કેશરગંજ ગામે સક્રિય ખેડૂતોના સંગઠનના સહિયારા પ્રયત્નથી ગત વર્ષ ખેડૂત ઉત્પાદન કંપનીની રચના કરવામાં આવી હતી.
પ્રસ્તુત કેશર ફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપની એક વર્ષ પૂર્ણ થતાં 23 સપ્ટેમ્બર 2023 ના રોજ બસ્સો જેટલા સભાસદોની ઉપસ્થિતીમાં ડેરી હોલ ખાતે પ્રથમ સાધારણ સભાનું આયોજન હાથ ધરાયુ, સાધારણ સભામાં કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીના ચેરમેન મહેશભાઈ દ્વારા ચાલુ સાલમાં કંપની દ્વારા કરવામાં થયેલ બિઝનેસ અને આગામી આયોજન વિષયક સારા નરસા અનુભવો અંગે ખેડૂતો સભાસદો સાથે ઉંડાણ ચર્ચા કરવામાં આવી , ડાયરેક્ટર શ્રી હરેશકુમાર દ્વારા આગામી સમયમાં કંપનીના બિઝનેસ વિષયક રણનીતિ અંગે અને કંપનીની આગામી વ્યુહ રચના વિશે માહિતીગાર કરવાનો પ્રયત્ન કરી સભાસદો સાથે પ્રશ્નોતરી થકી ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો હતો, કંપનીના સી.ઓ ચિરાગભાઈ દ્વારા આંકડાકીય માહિતી સાથે વર્ષ દરમિયાન થયેલ બિઝનેસનો હિસાબ રજૂ કરીને કંપની આર્થિક સ્થિતિ અંગે માહિતગાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
પ્રસ્તુત સાધારણ સભાને સફળ બનાવવા રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિમાંથી મૂકેશ ગોર તથા રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ દ્રારા જરૂરી માર્ગદર્શન આપી નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો.
ખાસ – કંપનીના દરેક સભાસદોને 35.20 ટકા પેટ્રોનટ બોનસ આપવાની ની ઘોષણા કરવામાં આવી, તેમજ પ્રગતિશીલ 3 ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.