ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
જંતુનાશક દવાઓ અંગે કાર્ય શિબિરનું આયોજન
નિરવ જોષી, હિંમતનગર (M-7838880134)
આજરોજ ડીએસસી – ડેવલપમેન્ટ સપોર્ટિંગ સેન્ટર નામની સંસ્થા વડે હિંમતનગર ખાતે PU INGJ 69 મા BCI કાર્યક્રમ અંતર્ગત IPM, INM, અને IDM વિષય પર એક કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્માના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા માનનીય ડૉ જે.આર. પટેલ ઉપસ્થિત રહેલ હતા. જેઓએ આ દરમ્યાન હાજર રહેલા લર્નિંગ ગ્રુપના કુલ 160 ખેડૂતોને આ તમામ વિષય પર ખૂબ મહત્વનું માર્ગદર્શન પૂરું પાડેલ હતું.
ઉલ્લેખનીય છે કે આજકાલ પ્રાકૃતિક ખેતીની અંગે ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ખેતીમાં વપરાતા જંતુનાશકો અંગે જાગૃતિ ફેલાવી અને તેના ઉપયોગથી થતી અસરો અંગે પણ જાણકારી આપવી એ કૃષિ વિભાગ તેમજ સિંચાઈ સાથે સંકળાયેલ એનજીઓ વડે મહત્વપૂર્ણ કાર્ય બની રહ્યું છે. આ અંતર્ગત આ એક કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાહેબ શ્રી દ્વારા સંકલિત રોગ અને જીવાત અને પોષણ વ્યવસ્થાપન ,અંગે માહિતી આપતા જણાવેલ કે પાકને ટકાઉ બનાવવા માટે આપણી આજુબાજુ રહેલ કુદરતી પરિબળો તેમજ યુનિવર્સીટી દ્વારા પ્રમાણિત કરેલ બિયારણ ,દવા, ખાતર ,નો પોષણ ક્ષમ ને જરૂરિયાત મુજબ ઉપયોગ કરીને સારા પરિણામો મેળવી શકાય છે જેના માટે આ તમામ કાર્ય પ્રકારની સમજ મેળવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા સતત કાર્યરત છે.
કાર્યક્રમ દરમ્યાન પ્રતિબંધિત અને અતિ ઘાતક જંતુનાશકો ના વપરાશથી થતી આડ અસરો વિશે માહિતી આપવામાં આવેલ જેમકે
1.ખુબજ ઝેરી હોવાથી કેન્સર જેવી બીમારી થાય છે.
2.પ્રતિબંધિત અને અતિ ઘાતક જંતુનાશકોના વધુ જલનશીલ હોવાથી માનવ શરીર, પશુ, પક્ષી, હવા, પાણી, છોડ, જમીનમાં ઝડપથી ઉતરી જાય છે તેથી વધુ નુકશાન કરે છે.
3. સતત વપરાશથી જીવાતની પ્રતિકારક ક્ષમતા વધતી જાય છે.જેથી વધારે પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ કરવો પડે છે.
4. પાકમાં આવતી મિત્ર જીવાતોનો નાશ થાય છે જેના કારણે શત્રુ જીવાતોનો વધારો થાય છે.
તેમજ સંસ્થાના કાર્યકર ચંદ્રપાલ સિંહ અને અમરસિંહ દ્વારા જંતુનાશકોના છંટકાવ વખતે સ્વાસ્થ્યની જાળવણી માટે સંરક્ષણ કિટનો ઉપયોગ અવશ્ય કરવા અંગેની સમજ આપવામાં આવેલ .જેમકે
1.આ સંરક્ષણ કીટ પહેરવાથી શરીરના અંદરના અને બાહ્ય અંગોને જંતુનાશકોથી સુરક્ષિત રાખી શકાય.
2.આ સંરક્ષણ કિટનો ઉપયોગ જંતુનાશક છંટકાવ સમયે કરવાથી વારસદારોને નવી શીખ મળે છે.
3.અત્યંત ઝેરી દવા શરીરના વિભિન્ન છિદ્રો દ્વારા અંદર જઈ જીવલેણ રોગ પેદા કરે છે.
વગેરે જેવી બાબતો પર કાર્યકરો દ્વારા ખૂબ સુંદર માહિતી પૂરી પાડવામાં આવેલ.
તેમજ કાર્યક્રમના અંતમાં હાજર રહેલા ખેડૂતોએ પ્રતિબંધિત અને અતિ ઘાતક જંતુનાશકોના વપરાશ ના કરવા અંગે પ્રતિજ્ઞા વાળા લખાણ પર સ્વ હસ્તાક્ષર કરી બાંહેધરી આપી હતી.