વિજયનગરના પોલો જંગલ પાસે સ્વરોજગારી મેળવતી મહિલાઓએ નાસ્તા સેન્ટર ઊભું કર્યું

 વિજયનગરના પોલો જંગલ પાસે સ્વરોજગારી મેળવતી મહિલાઓએ નાસ્તા સેન્ટર ઊભું કર્યું

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

પોળો મહિલા ફાર્મર સ્વ સહાય જૂથની મહિલાઓ દ્રારા ઉત્થાન ફુડ સર્વિસ થકી આત્મનિર્ભરતા તરફ પ્રયાણ…

પારંપારીક આદિવાસી વાનગીઓ-ગુજરાતી થાલી- નાસ્તા ઓર્ડર પ્રમાણે પીરસાય છે

મીલેટ વાનગીઓની સાથે સ્થાનિક મહિલાઓ દ્રારા નિર્મિત વસ્તુઓનું વેચાન અહિ કરે છે

***********

  ગુજરાતનું કશ્મીર ગણાતુ સાબરકાંઠા વિજયનગરના પોળો ફોરેસ્ટ ગુજરાતભરના પ્રવાસીઓને આકર્ષી રહ્યું છેઅહી પ્રવાસીઓને સુવિધાઓમાં વધારો થઈ શકે અને વર્ષ ૨૦૨૩ મિનિટ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે વનડે પીકનીક સ્પોર્ટ્સ ગણાતા આ સ્થળે પ્રવાસીઓ માટે પારંપારીક આદિવાસી વાનગીઓ સ્થાનિક ભોજનનો આ સ્વાદ માણી શકે તે માટે પોળો મહિલા ફાર્મર સ્વ સહાય જૂથની મહિલાઓ દ્રારા ઉત્થાન ફુડ સર્વિસની શરૂઆત કરવામાં આવી છે.

આત્મનિર્ભ ભારત તરફ વધુ એક નવી પહેલ કરતું સાબરકાંઠા એ વિજયનગરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ પોલો ફોરેસ્ટ ખાતે મહિલાઓને રોજગારી અપાવવા માટે એક નવી પહેલ કરી છે!      અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ કુદરતી સૌંદર્યના ભંડાર સમાન પોળો ફોરેસ્ટ ખાતે વિજયનગરની પોળો મહિલા ફાર્મર સ્વ સહાય જૂથની મહિલાઓ દ્રારા પોળોથી પહેલા બે કી.મી.   ઉત્થાન ફુડ સર્વિસની શરૂઆત કરી આત્મનિર્ભરતા તરફ પ્રયાણ કર્યું  છે.

ઉત્થાન ફુડ સર્વિસની સાથે રીટેલ આઉટલેટ(વેચાણકેંદ્ર) બનાવવામાં આવ્યું છે. જ્યાં સ્થાનિક આદિવાસી મહિલાઓ દ્રારા બનાવવામાં આવતી અવનવી વસ્તુઓ જેમાં વાસની વસ્તુઓઅથાણામહુડાના લાડુશરબત તેમજ અન્ય સુશોભનની વસ્તુઓનું વેચાણ થાય છે.

 

સ્વ સહાયના સાવિત્રી બેન જણાવે છે કે,  તેઓ અને તેમની સાથી બહેનો દ્રારા આ ફુડ સર્વિસ સેન્ટર ચલાવવામાં છે. આ માટે બાયસ સંસ્થા અને સરકારના સહિયોગથી અમને તાલીમ પુરી પાડવામાં આવી છે. આ વિસ્તારમાં જુદા-જુદા સ્વ સહાય જૂથ છે જે અવનવી વસ્તુઓનું ઉત્પાદન કરે તેનુ વેચાણ પણ અહિં કરવામાં આવે છે. જેના માટે મહિલાઓને રોજ-મેળ લખવાનીઅથાણાભોજન બનાવાની તાલીમ આપવામાં આવી હતી. અહીં શ્રી ધાન્ય મિલેટ વાનગીઓ બનાવામાં આવે છે. અહિં મકાઇનું ઉત્પાદન થાય છે. 

 

 આ સેન્ટરના નિર્માણ માટે બાયસ સંસ્થા દ્રારા મદદ મળી જ્યારે અન્ય ખર્ચ માટે સ્વ સહાય જુથને લોન મળતા તેમને આ સેન્ટર બનાવામાં ખુબ મદદ મળી છે. અહિની મહિલાઓને અલ્પ શિક્ષિત છે જેથી પોતાની આવડત પ્રમાણે કામ કરી પૈસા કમાવાનો મોકો મળ્યો છે. અહી આવકના અન્ય સ્ત્રોત નથી પર્વતીય વિસ્તાર અને ઓછી જમીનમાં આવક ઓછી હોય ત્યારે આ એક  સ્ત્રોત વધવાથી અહિની મહિલાઓ પગભર બની આવક રળતી થઈ છે. 

 અહીં આવનાર પ્રવાસીઓ ફોન કરી ઓર્ડર નોંધાવે તે પ્રમાણે ભોજન નાસ્તો બનાવવામાં આવે છે. શુધ્ધસાત્વિક અને સ્વચ્છ ભોજન પીરસાય છે. ઉત્થાન ફુડ સર્વિસ સેન્ટરોનો સંપર્ક નં. ૯૪૦૯૬૩૫૫૭૨ ફોન કરી ઓર્ડર નોંધાય છે.

 છેવાડાની આદિજાતી મહિલાઓને સશક્તિકરણ ના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સરકાર અને એન.જી.ઓ કાર્યરત છે. જેના થકી અલ્પ શિક્ષિત મહિલાઓ ઘરે બેઠા કામ કરી આત્મનિર્ભર બની જીવન ધોરણ ઉંચુ લાવી રહી છે. 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच