લાભુ કાકા જેવું ગુજરાત સમાચારમાં એ સમયે કોઈ નહોતું!

 લાભુ કાકા જેવું ગુજરાત સમાચારમાં એ સમયે કોઈ નહોતું!

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134 & 9106814540)

(તિથિ વિશેષ / સ્મરણિકા વિશેષ)

અખબારી આલમમાં લાભુકાકા તરીકે જાણીતા વરિષ્ઠ પત્રકાર લાભશંકર જોઈતારામ ઉપાધ્યાયનું સોમવાર તારીખ ૩ માર્ચ ૨૦૧૪ નારોજ ૮૭ વર્ષની વયે નિધન થયું હતું.

કહેવાય છે કે જ્યારે કોઈ કર્મનિષ્ઠ, ધર્મનિષ્ઠ અને સેવા યોગી અને પોતાના જીવનના અનેક વર્ષો એક જ વ્યવસાયમાં ખપાવીને કર્મ એ જ મારું સાધના અને મારું કર્મ એ જ મારા જીવનનો સંદેશ એવા જીવન જીવનારા લોકોને આપણે એમના ગયા પછી વધારે યાદ કરીએ છીએ !!! કારણ કે એમની હયાતી સમયે આપણને એમની કદર નથી હોતી!!! અને જ્યારે તેઓ નથી હોતા ત્યારે એમની વ્યક્તિત્વની સુગંધ , એમના વ્યક્તિત્વની મહેક કે એમના વ્યક્તિત્વના સાચા પણાની આપણને ઈચ્છા કે યાદગીરી પણ આવે છે અને લાગે છે કે ખરેખર એ વ્યક્તિત્વનું જે શક્તિશાળી વ્યક્તિત્વ હતું… જે મજબૂત અને પ્રેરણાદારી બળ હતું…એમાંથી આપણે પ્રેરણા લઈને – એ સમયે જીવ્યા હોત આપણા જીવનમાં એમની કેટલીક વિશેષ ગુણો અને એમની વ્યક્તિગત કે વ્યવસાયિક સ્કીલ આત્મસાત કરીને આપણા વ્યક્તિત્વને ઘડ્યું હોત તો …કેટલું સારું કર્યું હોત ??અને એમને આપણા ગુરુ બનાવ્યા હોત તો કેટલું સારું !???..કેટલું સારું!!

આવા અંદર કોરી ખાનારા પશ્ચાતાપ કે અફસોસ પછી જ.. પછી છેવટે આપણે પુરસ્કારો આપીએ છીએ.. જે તે વ્યક્તિના મર્યા પછી એમની વિશે ખૂબ સરસ લેખો લખીએ છીએ!!! પરંતુ ખરેખર માનવ જાતની મોટી નબળાઈ છે કે જ્યારે એમની હયાતી હોય છે ત્યારે આપણે એમની સામે એમના જીવનમાં ખૂબ સુંદર મજાનું વ્યક્તિત્વનું લાભ લેવાનું અને એમને આપણી હયાતીનું બળ એમની સાથે આત્માનું ભાવે જોડવાનું ચૂકી જઈએ છીએ !!!— એ જ માનવ જાતની બહુ મોટી નિષ્ફળતા છે અને વ્યક્તિગત મનુષ્યની પણ મોટી નબળાઈ છે!

આવા જ એક જીવંત વ્યક્તિત્વ એવા લાભુ કાકાને અહીંયા વાત છે જેમણે ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ડંકો વગાડ્યું હતો અને ખાસ કરીને આજથી આઠ વર્ષ પહેલા વિદાય લીધી હતી!!! ત્યારે અનેક લોકોને કદાચ યાદ નહીં હોય કે આ કેવું વ્યક્તિ હતું??? 

તો અહીંયા એક પ્રયાસ છે લાભુ કાકા ના સ્વજન તરફથી આલેખ —એક લેખને ડિજિટલ મીડિયામાં પ્રસ્તુત કરવાનું… જેથી કરીને આવનારી પેઢી પણ આવા ધન્ય નામ અથવા તો આવા શુભ આત્માઓને યાદ કરી અને પોતાના જીવનમાં પણ  થોડું ઘણું પણ ભાથુ અથવા તો એમના આદર્શોને પોતાના જીવનમાં ઉતારી શકે!

લાભશંકર જોઈતારામ ઉપાધ્યાય
પૂર્વ ચીફ રિપોર્ટર ગુજરાત સમાચાર
૨૨ –ડિસે. ૧૯૨૮ – ૩ માર્ચ ૨૦૧૪

શાળામાં અભ્યાસ દરમિયાન જ સાહિત્ય શોખ .તેઓએ ‘સર્જન’ અને ‘મયુર’ નામે હસ્તલિખિત અંકો પણ ત્યારે પ્રગટ કર્યા. આ ઉપરાંત કેટલીક કવિતાઓ અને વાર્તાઓ પણ લખી. પત્રકારત્વ માટે નાનપણથી જ ઘણું આર્કષણ હોવાને કારણે તેઓએ મેટ્રિક ની પરીક્ષા પાસ કર્યા બાદ ખાસ તો આજીવિકાના હેતુસર ૧૯૫૦ થી પત્રકારત્વક્ષેત્રમાં ડગ માંડયા.

તેઓ ૧૯૫૦માં અમદાવાદ આવ્યા અને ‘પ્રભાત’ દૈનિકમાં જોડાયા. આ અરસામાં ૧૯૫૪થી ૧૯૫૭ સુધી ખેડબ્રહ્મા ખાતેથી ‘લોકવાણી’ નામનું સાપ્તાહિક ચલાવ્યું .૧૯૫૮ માં ‘ગુજરાત સમાચાર ‘માં જોડાયા . વચ્ચે ૧૯૬૨માં પાંચેક મહિના તેઓએ ‘ સંદેશ’ માં ફરજ બજાવી. ગુજરાત સમાચર માં ૪૬ વર્ષ ફરજ બજાવીને ચીફ રિપોર્ટરપદેથી ૨૦૦૪માં ૭૬ વર્ષની વયે નાદુરસ્ત તબિયતના કારણે તેઓએ નિવૃત્તિ લીધી.

 

અખબારી આલમમાં લાભુકાકા તરીકે જાણીતા વરિષ્ઠ પત્રકાર લાભશંકર જોઈતારામ ઉપાધ્યાયનું સોમવાર તારીખ ૩ માર્ચ ૨૦૧૪ નારોજ ૮૭ વર્ષની વયે નિધન થયું હતું.

હેડિંગથી સમાચારને ચોટદાર અને ચટાકેદાર બનાવવાનો ચીલો ચાતરનાર .લાભુકાકા’ નું અખબારી આલમમાં ૫૪ વર્ષનું પ્રદાન અવિસ્મરણીય છે .૪૬ વર્ષ સુધી પ્રથમ હરોળના સુપ્રસિદ્ધ – લબ્ધપ્રતિષ્ઠ અખબાર ‘ગુજરાત સમાચાર ‘ માં ચીફ રિપોર્ટર તરીકે સેવા આપનાર તેઓએ ગુજરાતી પત્રકારત્વમાં રિપોર્ટરની એક આખી પેઢી તૈયાર કરી હતી. અમદાવાદમાં વિમાન હોનારત સર્જાઈ હોય, નવનિર્માણ અભિયાન છેડાયું હોય, અનામતનું આંદોલન છેડયું હોય કે ગોધરાકાંડના કોમી રમખાણો …

પાંચના ટકોરે કોઇપણ સંજોગોમાં કાર્યાલયમાં પહોચીને જલક્મલવત સ્થિતિમાં તદન નિસ્પૃહભાવે તેઓ સાથી પત્રકારોને માર્ગદર્શન આપતા અને સમયસર ગુજરાત સમાચાર પ્રસિદ્ધ થતું .તેઓએ ગુજરાતના સમાજકારણની નેત્રદીપક સેવા ની:સ્વાર્થભાવે કરી તેમનું પત્રકારત્વ નીભેળ બલકે તથ્ય આધારિત ટૂંકું અને મુદાસર છતાં હમેશાં ચોટદાર રહેતું .માનવીય સંવેદનાઓને ભાવાત્મક હેડીંગ સાથે ચોકઠામાં ગોઠવવાની આવડત તેઓએ જાતે આત્મસાત કરી હતી તો સાથોસાથ કોઈની પણ સાડાબારી રાખ્યા વિના આક્રમકતાથી સતાધીશો ની શાન ઠેકાણે લાવનારા હેડીંગો કરતા તેઓ કદી અચકાતા નહી . પાવરફુલ પોઝીશનમાં હોવા છતાં તેઓએ કદી પોતાના પદ કે હોદ્દાની ગરિમા ગુમાવી નહોતી અને સત્તા નો દુરુપયોગ કર્યો ન હતો. એક આમ આદમી તરીકે આજીવન જીવનાર ‘નખનીશ’ પત્રકાર લાભશંકર જોઈતારામ ઉપાધ્યાય (લાભુકાકા) ની સાદગી અને ‘પ્રસિધ્ધિથી પર’ રહેવાની વૃતિ ગુજરાતી પત્રકારત્વ માટે અને ગોમતીવાડ ત્રણ ગામ (ગોતા રાધીવાડ અને ખેડબ્રહ્મા = ગોખેરા સમાજ)  માટે દીવાદાંડી સમાન પુરવાર થશે.

પત્રકારત્વક્ષેત્રે આપેલા વિશિષ્ટ પ્રદાન બદલ ૨૦૦૨માં તેમને ‘અરાવલી ફાઉન્ડેશન’ ધ્વારા ‘અરાવલી રત્ન’ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું . ગુજરાતના પત્રકારો ના બનેલા મંડળો ધ્વારા લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ચિત્રલેખાના જાણીતા પત્રકાર –લેખક શ્રી કાન્તી ભટ્ટ ના વરદહસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *