સાબરકાંઠામાં કયા કાર્યક્રમ અંતર્ગત ૩૧૧ કરોડનું લોન ધિરાણ આપવામાં આવ્યું

 સાબરકાંઠામાં કયા કાર્યક્રમ અંતર્ગત ૩૧૧ કરોડનું લોન ધિરાણ આપવામાં આવ્યું

નીરવ જોષી, હિંમતનગર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં  નાના માણસને બેંક દ્વારા જન ધન ખાતા ખોલીને જોડયા. આજે લાભાર્થીના ખાતામાં નાણા – રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્ર સિંહ પરમાર

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે મેગા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો: ૩૧૧ કરોડનું વિવિધ યોજનામાં લાભાર્થીને ધિરાણ મંજુર કરી મહાનુભાવોના હસ્તે ૨૦ જેટલા ટોકન ચેક મંજૂરી પત્રો એનાયત કરાયા

સરકારી તથા બેન્કો દ્વારા વિવિધ સ્ટોલ ઉભા કરાયા સાથે મેડિકલ ચેકઅપ કેમ્પનું સુંદર આયોજન કરાયું મોટી સંખ્યામાં લાભાર્થી ઉપસ્થિત રહી લાભ લીધો

 

સાબરકાંઠા વહીવટીતંત્રને રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો દ્વારા સ્વામિનારાયણ મંદિર કાંકરોલ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત લીડ બેંક બેંક ઓફ બરોડા દ્વારા સરકારી યોજના તથા ખાનગી લોન આપવા માટે સાબરકાંઠા જિલ્લામાં મેગા ક્રેડિટ આઉટ રીચ કાર્યક્રમ અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના રાજ્ય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લામાં ૩૧૧ કરોડનું વિવિધ યોજનાઓમાં ધિરાણ લાભાર્થીઓને આપવામાં આવ્યું હતું. જેમાં ૨૦ જેટલા લાભાર્થીઓને ટોકન રૂપે મંજૂરી પત્રો તથા ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. રૂ. દસ હજારથી માંડીને ૯ કરોડ થી વધુની લોન સહાય આપવામાં આવી હતી.

    આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાના નાનામાં નાના માણસને બેંક સુધી જનધન ખાતા ખોલીને આવતા કર્યા છે અને નાણાકીય લેવડદેવડ માટે જોડ્યા છે અને તેમના ખાતામાં સીધાં નાણાં જમા કર્યા છે. ગામડાના દરેક ઘરમાં બેંકની પાસબુક પહોંચતી કરી છે. સરકાર પોતે ગેરંટી સાક્ષી બની છે, લોન અપાવે છે અને બેંકના કર્મચારીઓને ધન્યવાદ આપું છું અને શાહુકારોના ચુંગાલમાંથી મુક્ત કર્યા છે. અને ઓછા વ્યાજે લોન આપીને જનતાની સેવા કરી છે સૌ લોકો બેંકની યોજનાનો લાભ લે નાના માણસને રૂ. ૧૦-૨૦ હજારની લોનનું ખૂબ મહત્વ છે અને જે લોન લો છો તેના હેતુ માટે જ તેનો ઉપયોગ કરે લગ્ન કે ગાડી લેવા માટે આ નાણાંનો ઉપયોગ ન કરી રોજગારી સર્જન માટે ઉપયોગ કરે અને આપ ધંધા-રોજગારમાં પ્રગતિ કરો અને નવા વર્ષની પૂર્વે  હાર્દિક શુભકામના પાઠવું છું.

       આ પ્રસંગે સાંસદશ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારના ગરીબ લોકોના ઉધ્ધાર માટે અનેક યોજના બનાવી છે જેવી કે મુદ્રા લોન યોજના, અટલ પેન્શન યોજના, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ તમારા પર બેંકે વિશ્વાસ મૂક્યો છે તે તૂટવો જોઈએ નહીં અને લોન સમયસર ભરપાઈ કરવા અપીલ કરું છું. આપે મહેનત કરવી પડશે તો જ પ્રગતિ થશે અને સફળ થવાશે.  સૌને દીપાવલીની એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું.

               આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ કરે છે તે અંતર્ગત વિવિધ યોજનાકીય લાભો આપવાની શૃંખલા યોજી છે તે પૈકીનો આજનો કાર્યક્રમ લોકોની રોજગારી સર્જનમાં મહત્વનો બની રહેશે. બેંકો અને વહીવટી તંત્ર દ્વારા અવાર નવાર મીટીંગ કલેક્ટરશ્રી ના અધ્યક્ષ સ્થાને  બેઠક મળે છે તેમાં પરામર્શ થાય છે. ડી. એલ. સી. સી. મિટિંગમાં જુદા જુદા પેરામીટર ધિરાણ અને એન. પી.એ.ની ચર્ચા થાય છે.  સાબરકાંઠામાં ડિપોઝિટ ખૂબ સારી છે  બેન્ક મિત્રો દ્વારા વધુ માં વધુ લોકો સરકારી યોજનાઓનો લાભ ઉઠાવે અને આત્મનિર્ભર તરફ આગળ વધે તેવી અપીલ કરું છું.

        આ પ્રસંગે જનરલ મેનેજર બેંક ઓફ બરોડા શ્રી કમલેશભાઈ ચૌધરી દ્વારા કાર્યક્રમની રૂપરેખા અને સ્વાગત પ્રવચન કરી ધિરાણ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. આપ હોશિયાર, સમજદાર, જવાબદાર બનો તેવી લાભાર્થીઓની અપીલ કરી હતી. આજે રૂ. ૩૧૧ કરોડનું માતબર લોન ધિરાણ સાબરકાંઠામાં આપવામાં આવ્યું છે. બેન્ક દ્વારા ૧૬થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૧ સુધી ખાસ ઝુંબેશ હાથ ધરીને અર્થતંત્રને મજબૂત કરવાનો પ્રયાસ કરાયો છે. કોરોના મહામારીમાં  લોકોના ધંધા રોજગાર બંધ પડ્યા છે તેવા સમયે આ ધિરાણ એક શક્તિનો સ્ત્રોત બની રહેશે. સમગ્ર સાબરકાંઠામાં વિવિધ જનસુરક્ષા યોજનાઓમાં ૧૫ હજારથી વધુ વ્યક્તિઓની નોંધણી કરવામાં આવી છે.

     આ પ્રસંગે મંત્રી શ્રી ગજેન્દ્ર પરમાર દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કર્યા હતા અને સ્વામિનારાયણ સંતો દ્વારા તેમનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ મમતા દિવ્યાંગ શાળા છાપરીયાના વિધાર્થિઓ દ્રારા પ્રાર્થના રજુ કરાઇ હતી.  આ પ્રસંગે જિલ્લાના સફળ રોજગાર વ્યક્તિઓનું ડોક્યુમેન્ટરી દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મફત રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેગા ક્રેડિટ કાર્યક્રમમાં સાંસદ શ્રીદિપસિંહ રાઠોડ જિલ્લા સહકારી કો. ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી મહેશભાઈ પટેલ, સાબરડેરીના ચેરમેનશ્રી શામળભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, બેંક.ઓફ.બરોડા જનરલ મેનેજર અને કન્વીનર એસ. એલ બી.સી ગુજરાતના શ્રી મહેશ બંસલ, ડાયરેક્ટર નાણાકીય સંસ્થાના ગુજરાત સરકાર શ્રી બી.વાય.વી સત્યનારાયણ, જનરલ મેનેજર રાજકુમાર મહાવત  સહિત વિવિધ બેંકના મેનેજર શ્રીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच