નીરવ જોશી , હિંમતનગર (M-9106814540)
હિંમતનગર માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી.
ત્રીજી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ચાલતી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા હિંમતનગરમાં સમાજ સુરક્ષા અધિકારી શ્રી મનીષભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી જેમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વી એ ગોપલાણી સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં આજના સ્પેશિયલ દિવસ ની દિવ્યાંગોને શુભકામના પાઠવવામાં આવી હતી.
હિંમતનગર તાલુકાના કુલ 50 દિવ્યાંગોને સાધન સહાય તેમજ સમાજ સુરક્ષા ખાતા દ્વારા મળતા લાભો ની જાણકારી આપવામાં આવી.
આ પ્રસંગે માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ તથા સંસ્થા તરફથી દિવ્યાંગોને મિષ્ટાન ભોજન આપવામાં આવેલ.
આ સંસ્થાને સમગ્ર સાબરકાંઠા તેમજ ગુજરાતના સેવાભાવી લોકો જાણીને એની મુલાકાતે આવતા હોય છે. છેલ્લા 33 વર્ષથી પણ વધુ સમયથી આ સંસ્થા મંદ બુદ્ધિના બાળકોને પોતાના ઘરના સભ્યો જેમ સાચવે છે!
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના વહીવટી સંચાલક શ્રી જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ.
સંસ્થાની જાત તપાસ અને મુલાકાત લેવા માટે જીતુભાઈ પટેલ નો સંપર્ક નંબર -9998828975
ઇડર ભાસ્કર ભવન ખાતે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ
સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય અંધજન મંડળ (NAB) સાબરકાંઠા અને NAB દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ભાસ્કર ભવન, ઈડર ખાતે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને વિશ્વ દિવ્યાંગ દિવસના ઉપલક્ષમાં એક દિવસીય માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT) તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમા દિલ્હીની ટીમે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ તેમજ રોજિંદી જીવનમાં કેવી રીતે આત્મનિર્ભર બનાવી શકાય તેની વિગતવાર તાલીમ આપી હતી. આ તાલીમ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે જાગૃતિ અને કૌશલ્યનો વિકાસ થશે.
આ કાર્યક્રમમાં સંસ્થાના જનરલ સેક્રેટરી સંદીપ કે. રામી અને
સંસ્થાના ઉપ-પ્રમુખ પ્રવિણાબેન મહેતાએ સંસ્થાના કાર્ય અને ઉદ્દેશો વિશે પરિચય આપ્યો હતો.
આ કાર્યક્રમમાં સંસ્થાના વરિષ્ઠ અધ્યક્ષ પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતા,સંસ્થાના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ,સંસ્થાના કારોબારી સભ્ય મયુર ચૌધરી,જિલ્લા શિક્ષણ અધિકારી સાબરકાંઠા કચેરીથી શ્રી કાગ, શિક્ષણ ખાતા સાથે જોડાયેલા કિરીટભાઈ (ઈડર), ગિરીશભાઈ પરમાર (ઈડર),સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ, વ્યક્તિઓ તેમજ વિશિષ્ટ શિક્ષકોએ ઉપસ્થિત રહ્યા હતા.







