મહંત સ્વામી હિંમતનગરના બીએપીએસ મંદિરમાં પધાર્યા, કુલ 19 દિવસનો ધાર્મિક સત્સંગ કાર્યક્રમ
હિંમતનગર: બ્રહ્માકુમારીઝ ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો

નિરવ જોશી જોશી, હિંમતનગર (M-9106814540)
હિંમતનગરના બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ
બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે
ઇન્ટરનેશનલ વકતા બી.કે. શિવાનીનો હિંમતનગર ખાતે કાર્યક્રમ યોજાશે
વિવિધ કાર્યક્રમોની રૂપરેખા:
૨૧મી ડિસેમ્બર ૨૦૨૫ને રવિવારના રોજ સાંજે ૪ થી ૮ દરમિયાન ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે વર્લ્ડ મેડીટેશન ડેની ઉજવણી કરાશે. જેમાં ૬૦ હજારથી વધુ લોકો ભાગ લેશે.
બિલીયન મીનીટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેકટ
૨૪મી ઓકટોમ્બર ૨૦૨૫ યુનો દિવસથી ૨૧મી ડિસેમ્બર ૨૦૨૫ વર્લ્ડ મેડીટેશન ડે સુધી ઓમ શાંતિના મંત્ર દ્વારા બિલીયન મીનીટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેકટ યોજાશે.
બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય હિંમતનગર કેન્દ્ર ખાતે સબઝોન ઈન્ચાર્જ આદરણીય રાજયોગીની બીકે જ્યોતિદીદી દ્વારા પરમાત્માના રક્ષાકવચ રાખીબંધન કાર્યક્રમમાં પત્રકારોને રાખીબંધન કરી આગામી દિવસમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે આર્શીવચન નિમિત્તે રાજયોગીની બી.કે. જયોતિદીદીએ જણાવ્યુ હતુ કે પરમ પિતા શિવ પરમાત્માના ઘરમાં સમગ્ર વિશ્વમાં બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા થઈ રહેલ સેવાઓથી માહિતગાર કર્યા હતા અને આગામી ૧૫ જાન્યુઆરી ૨૦૨૬નારોજ બ્રહ્માકુમારીઝ ઈન્ટરનેશનલ વક્તા બીકે શિવાની તેમના કાર્યક્રમમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં સર્વના કલ્યાણ અર્થ સમય ફાળવી જિલ્લામાં પધારનાર હોઈ સર્વને સહભાગી થવા વિનંતી કરી હતી.
સમગ્ર દેશમાં દાદી પ્રકાશમણીજીના ૧૭મા સ્મૃતિદિવસ નિમિત્ત તા. રરથી ૨૫ ઓગસ્ટ દરમ્યાન મેઘા બ્લડ ડોનેશન કેમ્પ યોજી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી વધુ બ્લડ એકત્રિત કરવાની કામગીરીનું આયોજન કરાયું હોવાનું જણાવ્યુ હતુ. ગુજરાતમાં બ્રહ્માકુમારીઝને ૬૦ વર્ષ થતા ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી અંતર્ગત આક્ટોબર-નવેમ્બરમાં બીલીયન મીનીટસ ઓફ પીસ દ્વારા શાંતિની મીનીટ એકત્ર કરવામાં સહયોગી બનવા સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે સવારના ૭ થી૮ કલાક દરમ્યાન યોજાનાર શાંતિ યાત્રા તથા તા.૨૧ ડીસેમ્બર ૨૦૨૫ના રોજ અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ૬૦ હજાર બ્રહમાકુમારીઝ ભાઈ-બહેનોના વિશાળ સંમેલન દ્વારા સમગ્ર વિશ્વમાં વિશ્વ એકતા અને વિશ્વાસથી શાંતિના વાઈબ્રેશનના આયોજનથી માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ આયોજન બીકે નરેશભાઈ પટેલ દ્વારા સફળ રીતે આભાર સહ પૂર્ણ જાહેર કર્યો હતો.