કામધેનુ યુનિવર્સિટીના ૧૭માં સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
હિંમતનગર:11 મો વિશ્વ યોગ દિવસ ભારે ઉત્સાહથી અનેક જગ્યાએ ઉજવવામાં આવ્યો

નિરવ જોશી ,હિંમતનગર (M – 9106814540)
પુરા વિશ્વમાં 11 મો વિશ્વ યોગ દિવસ ખૂબ જ હર્ષ ઉલ્લાસ થી ઉજવવામાં આવ્યો હતો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ દર વર્ષની જેમ પોલીસ ગ્રાઉન્ડ ખાતે 11માં વિશ્વ એક દિવસની ઉજવણી ખૂબ યાદગાર રહી હતી જેમાં મોટા ઉપાડે હિંમતનગર ની સરકારી શાળાઓના અને હાઈસ્કૂલના બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
આ ઉપરાંત સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વીડી ઝાલા, સાબરકાંઠા જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંગ સાંદૂ તેમજ જિલ્લા પોલીસવડા વિજય પટેલ, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ યતીન બેન મોદી, ભાજપના પદાધિકારીઓ તેમજ સરકારી કચેરીઓના યોગ પ્રેમી કર્મચારીઓ ,ગુજરાત યોગ બોર્ડના યોગ પ્રશિક્ષકો અને પ્રબુદ્ધ નાગરિકો યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
જોકે આ કાર્યક્રમમાં હિંમતનગરના યુવાનો અને નાગરિકોની સંખ્યા ઓછી દેખાતી હતી.
નોંધનીય છે કે સરકારી શાળાઓ જેવી કે હિંમત હાઇસ્કુલ ,માય own સ્કૂલ, ત્રિવેણી હાઇસ્કુલ તેમજ અન્ય શાળાઓના બાળકો અને સ્કાઉટના વિદ્યાર્થીઓ તેમજ Himatnagar ડિફેન્સ એકેડેમીના યુવાનોએ પણ ઉત્સાહભેર યોગ દિવસમાં ભાગ લીધો હતો
હિંમતનગરમાં અન્ય જગ્યાએ પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી અલગ અલગ રીતે ઉજવવામાં આવી હતી… જેમકે સાબર સ્ટેડિયમમાં પાણીમાં યોગ કરવામાં આવ્યો હતો. તેમ જ જિલ્લાની જેલમાં કાનૂની સેવા મંડળ વડે સાબરકાંઠા જેલના કેદીઓને યોગ પ્રાણાયામ કરાવવામાં આવ્યો હતો. તેમજ ગુજરાતી યોગ બોર્ડ વડે પ્રશિક્ષિત યોગ પ્રશિક્ષકોએ અલગ અલગ જગ્યાએ પણ હિંમતનગરના આઇકોનિક જગ્યાએ યોગ કરાવ્યો હતો.
આમ હિંમતનગરના યોગ પ્રેમીઓએ મોટી સંખ્યામાં વિશ્વ યોગ દિવસ ને અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ ઉજવણી કરીને ખુબ ઉત્સાહ દેખાડ્યો હતો.