શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ
હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહભરી ઉજવણી
નીરવ જોષી, હિંમતનગર
(joshinirav1607@gmail.com)
મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહભરી ઉજવણી
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે દેશમાં ૧૦૦ કરોડ કોરોના રસીકરણની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઉજવણી કરાઇ હતી.
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયાએ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કરતા જણાવ્યું હતું કે, આપ સૌ અભિનંદનને પાત્ર છો અને પ્રમાણપત્ર ઉપર હસ્તાક્ષર કરતા હુ આનંદ અને ગૌરવ અનુભવું છું આ કોરોના મહામારી સહિયારી કુચ અને આજે સો કરોડનો વેક્સિનેશનનો આંકડો પાર કર્યો છે તે અભિનંદનને પાત્ર છે પણ આપણે હજી અટકવાનું નથી સો ટકા રસીકરણ કરીને જંપીશું તેવો સંકલ્પ કરી પ્રયત્નો સતત ચાલુ રાખી સંપુર્ણ રસીકરણ કરવાનું ધ્યેય સાથે આગળ વધીએ આજે મારા હસ્તે સન્માન તથા કોરોના વોરિયર્સ બિરદાવવાની તકને અહોભાગ્ય ગણું છું.
હિંમતનગર ખાતે મુખ્યમંત્રીશ્રી દ્વારા કોરોના વોરિયર્સ તેમજ સમગ્ર રાજ્યના લોકોનું સન્માન અને સો ટકા રસીકરણના સરપંચશ્રીઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. ભગવાન કરે અને ત્રીજી વેવ ન આવે, અને આવે તો પણ આપણે પહોંચી વળવા સક્ષમ બન્યા છીએ આત્મનિર્ભર બન્યા છીએ અને ઠેર-ઠેર પી. એસ. એ. પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટરશ્રી વેક્સિનેશન સેન્ટર ખાતે મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી બનાવી કોરોના વેક્સિંનની થીમ રજૂ કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મીઓ, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કોરોના મહામારીમાં સુંદર અને સરાહનીય કામગીરી કરી છે. તેમને બિરદાવતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને કુનેહ આજે આપણે દેશમાં સો કરોડ વેક્સિન સુધી પહોંચી શક્યા છીએ અને દેશમાં ઉત્પાદિત વેક્સિન ઉપલબ્ધ કરીને આત્મનિર્ભર ભારત નું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પહેલા રસી શોધવામાં વર્ષો લાગી જતા હતા પણ નરેન્દ્રભાઇ મોદીએ પૂણે, હૈદરાબાદ, અમદાવાદ જેવા સ્થળોએ જાતે દવાનું ઉત્પાદન કરતી કંપની અને વૈજ્ઞાનિકોની મુલાકાત લઈને ઓછા સમયમાં ઝડપી પરિણામ મેળવીને રસીના ડોઝ દેશમાં ઉપલબ્ધ કરાવ્યા છે એટલું જ નહીં બીજા દેશોને પણ આપણી વેક્સિંગ પહોંચાડીને મદદ કરી છે. પી.પી.કિટ, વેન્ટિલેટર અને બીજા આરોગ્ય જરૂરિયાત ઉત્પાદિત કરીને લોકોના અમૂલ્ય જીવન બચાવવામાં સહાયરૂપ બન્યા છીએ અને આપણા ગુજરાતને અડીખમ રાખ્યું છે પુન: ધબકતું કર્યું છે. લોકડાઉન અને ઓક્સિજન પ્લાન્ટ દવા ઉપલબ્ધ કરીને માનવતા મહેકાવી છે છતાં લોકો ભ્રમ ફેલાવીને લોકોને રસી ન લેવા ગેરમાર્ગે દોરતા પરંતુ લોકોએ તેને ધ્યાન પર નહીં લેતાં હવે ગ્રામીણ ક્ષેત્રોમાં પણ લોકો રસી લેતા થયા છે આમ આજનો આ કાર્યક્રમ ગૌરવ અને અભિનંદનનો કાર્યક્રમ છે. સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ સ્વૈચ્છિક સંસ્થાઓ અને મીડિયાનો પણ આભાર વ્યક્ત કરું છું.
આ પ્રસંગે જિલ્લાના કોરોના વોરિયર્સ ડોક્ટરો નર્સો તેમજ પોલીસ જવાનનોનું મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનાબેન મોદી,આરોગ્ય સમિતિના ચેરમેન તેમજ કારોબારીના સભ્યો, જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયા, જિલ્લા પોલીસ વડા શ્રી નીરજ બડગુજર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ, હોસ્પિટલના સુપ્રિટેન્ડેન, મેડિકલ ઓફીસર, આર.એમ.ઓ. તેમજ આરોગ્ય વિભાગના કર્મીઓ કોરોના વોરિયર્સ ડોક્ટરો નર્સો તેમજ પોલીસ જવાનનો ઉપસ્થિત રહ્યા હતા.
joshinirav1607@gmail.com