આઝાદી કા અમૃત મહોત્સવ અને યોગમય ગુજરાત મિશનને સાંકળવામાં આવ્યા
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)
” આઝાદી કા અમૃત મહોત્સવ” અને ” યોગમય ગુજરાત ” અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાને યોગમય બનાવવા માટે તાલુકા કક્ષા સુધી યોગ પહોંચે અને દરેક ગામે ગામના લોકો યોગ કરતા થાય એવા આશયથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માન. ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે ગાયત્રી મંદિરના હોલમાં તાલુકા યોગ શિબિર કાર્યક્રમ યોજાયો.
યોગ શિબિરમાં ઉત્તર ગુજરાત ઝોન કો ઓર્ડીનેટર શ્રી રાધેશ્યામ યાદવ, જિલ્લાના કો-ઓર્ડીનેટરશ્રી, યોગ કોચ, યોગ ટ્રેનર, ટીમ લીડર, ટીમ મેમ્બર અને યોગ સાધકો ઉપસ્થિત રહ્યા.
ત્યારબાદ હિંમતનગર જિલ્લાના તમામ યોગ કોચ, ટ્રેનર, ટીમ લીડર અને ટીમ મેમ્બર સાથે ચિંતન બેઠક કરી. બેઠકમાં જિલ્લાના વડા કલેકટર શ્રી હિતેશભાઈ કોયા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનબેન મોદી ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેને આપણાં દેશના વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સ્વતંત્રતા દિવસ સંદર્ભમાં સૂચવેલ કાર્યક્રમ ” હર ઘર તિરંગા” ના મિશન વિશે પણ ચર્ચા કરીને માહિતગાર કર્યા.
ગુજરાત યોગ બોર્ડ અને તેના વિસ્તૃત કાર્યો અંગે ગુજરાતમાં દરેક જિલ્લામાં કેવી જાગૃતિ છે???
જો કે ગુજરાત યોગ બોર્ડના નિર્માણ થયા ને ત્રણ વર્ષ થયા છતાં પણ હજુ સમગ્ર જિલ્લાને અને સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાને સાંકળતા યોગ ક્રાંતિના સૂત્રને જોઈએ તે પ્રમાણે સાર્થક કરાયું હોય તેવું કંઈ ખાસ નોંધનીય નથી …..એટલું જ નહીં આ કોરોનાના બે વર્ષો પણ અનેક રીતે પડતાજનક રહ્યા હતા .
બીજું ગુજરાત યોગ બોર્ડના કુલ કેટલા પ્રશિક્ષકો છે ?? જિલ્લા વાઇઝ અને રાજ્યમાં બધા જિલ્લાઓમાં એની બધી માહિતી કોઈ એક ગુજરાત યોગ બોર્ડની વેબસાઈટ પર હોય…… તેમના નામ શું છે નંબર શું છે …એમના યોગ કરાવવાના સ્થળો સ્થળો કયા છે .. આ બધું જાહેર રીતે લોકોને ઉપલબ્ધ હોય એ જરૂરી છે, પરંતુ એ દિશામાં પણ કઈ અસરકારક કામગીરી થતી નથી.
ફક્ત કાર્યક્રમના નામે વરસમાં થોડા મહિનાઓમાં એક બે જાહેરમાં કે કોઈ ટાઉનહોલ કે કોઈ બીજા ખાનગી હોલમાં યોગ નિર્દર્શનનો કાર્યક્રમમાં થઈ જાય છે એટલું જ અત્યારે જોવાઈ રહ્યું છે. કેટલાક પ્રશિક્ષકો યોગની તાલીમ આપે છે પરંતુ જે પ્રમાણે સંખ્યા જોડાવી જોઈએ તેવી જોડાતી નથી આમ લોકોમાં પણ યોગ સાથે જોડાવાનો ઉત્સાહ કે જાગૃતિ નો અભાવ જોવાઈ રહ્યો છે!