આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાશે

 આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાશે

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)

આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાશે

સાબરકાંઠા જિલ્લામાં  રાજ્યકક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા તથા  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે  વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવશે.

 આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર સંધ દ્રારા દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ  તરીકે ઉજવવામાં આવે છે.

આજે તા.૯ ઓગસ્ટ ૨૦૨૩ બુધવાર સવારે ૧0:00 કલાકે આર્ડેકતા કોલેજનવી મેત્રાલખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.

વિશ્વ આદિવાસી દિને જિલ્લામાં અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણનો કાર્યક્રમ યોજાશે.

 આ કાર્યક્રમમાં જિલ્લા રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા,સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલહિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા,પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા તેમજ ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી તુષાર ચૌધરી ઉપસ્થિત રહેશે. 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *