કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા: કયા મંત્રી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરાવશે
નીરવ જોશી , હિંમતનગર( M-7838880134, josnirav@gmail.com)
સાબરકાંઠા જિલ્લામાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે
જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં ભ્રમણ કરશે
જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે વર્તમાન ભાજપ સરકાર નવા નવા મંત્રીઓ મોકલીને સાબરકાંઠાની જનતાને છેલ્લા આઠ વર્ષમાં વડાપ્રધાન મોદીની ગેરહાજરીમાં કેવા પ્રકારનો વિકાસ થયો છે અને એનાથી સાબરકાંઠાને શું લાભ થયો છે એની પાઠશાળા અલગ અલગ સ્વરૂપે ઉજવણી કરીને લોકોને જણાવી રહી છે એના અંતર્ગત આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં ભ્રમણ કરશે.
સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગ રાજ્ય કક્ષા મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે. તા. ૫ જુલાઈ ૨૦૨૨ ના મંગળવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે ડૉ.નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે થી થશે. આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઈડર ધારાસભ્યશ્રી હિતુભાઈ કનોડીયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદી, ખેડબ્રહ્મા પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલ, પૂર્વ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય શ્રી રમણલાલ વોરા, જી.યુ.ડી.સી. ડાયરેક્ટર શ્રી જે. ડી. પટેલ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ અંતર્ગત ૫૦૩૮ લાભાર્થીઓને રૂ.૩,૭૮,૫૫,૯૫૪ની સાધન સહાય ચૂકવવામાં આવશે.
આ સાથે રૂ. ૧૦,૧૪,૬૪,૦૦૦ના ખર્ચે તૈયાર થયેલા ૩૬૯ જાહેર કામોના લોકાર્પણ કરવામાં આવશે. તેમજ વિકાસના ૪૧૯ કામોનું જેનો અંદાજિત ખર્ચ રૂ.૬,૫૮,૪૯,૨૦૧ ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમજ આવનારા સમયમાં નવા વિકાસના ૧૪૭ કામો અંદાજીત રૂ.૨,૫૨,૩૨,૬૪૨ના ખર્ચે થશે જેની જાહેરાત કરવામાં આવશે.