મહાશિવરાત્રીએ વોટર વિલે વોટરપાર્ક હિંમતનગર બાયપાસ પાસે ખુલ્લુ મુકાશે

 મહાશિવરાત્રીએ વોટર વિલે વોટરપાર્ક હિંમતનગર બાયપાસ પાસે ખુલ્લુ મુકાશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

હિંમતનગરની અને સાબરકાંઠા જિલ્લાના લોકો માટે ખાસ કરીને પાણીની રમતોના શોખીન લોકો માટે હિંમતનગર બાયપાસ પાસે એક અદભુત અને યાદગાર તેમજ રોમાંચક વોટર વિલે નામનો વોટરપાર્ક મહાશિવરાત્રીના રોજ ઉદ્ઘાટન થવા જઈ રહ્યો છે! વોટરપાર્ક ના મેનેજર અને માલિક ના દીકરા મિકાઈલ ડોડીયાએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નીચે મુજબ માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે આ વોટરપાર્ક નું ઉદઘાટન બે અઠવાડિયા પહેલા દિવ દમણના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરી ચૂક્યા છે… પરંતુ હવે જનતા આ વોટરપાર્ક નું ઉદઘાટન કરવા મહાશિવરાત્રીના રોજ પહોંચી જશે!

આ વોટરપાર્ક હિંમતનગર પાસે આવેલા ગામ પરબડાના મતાધારા તેમજ મુંબઈના ડોક્ટર કિરણ પટેલ વડે ભાગીદારીમાં શરૂ કરવામાં આવી રહ્યો છે. ત્રણ વર્ષથી બની રહેલા આ આ વોટરપાર્ક ની ખાસિયતો જણાવીએ…

સાબરકાંઠામાં કે મહેસાણામાં જે વોટરપાર્ક છે તેનાથી પણ વધારે આકર્ષક અને રોમાંચક વોટર રાઇડ્સ અહીંયા આપને માણવા અને એન્જોય કરવા મળશે…

એટલું જ નહીં મોટા લોકો માટે એટલે કે યુવાનો અને વડીલો માટે આશરે 13 જેટલી વોટર રાઇડ્સ ખૂબ જ રોમાંચનો અનુભવ કરાવે તેવી ગોઠવવામાં આવી છે!

બાળકો માટે પણ ખુબ સરસ રાઇડ્સ અને અવનવા આકર્ષણો બનાવવામાં આવે છે.

તો જરૂરથી આ વોટર વિલે વોટરપાર્ક ની મુલાકાત લઈ જાતે જ એનું અનુભવ કરો…

ચાલુ દિવસે ₹ 1100 રૂપિયા અને શનિ રવિએ ₹ 1300 ટિકિટ નો દર પ્રતિ વ્યક્તિ દીઠ રાખવામાં આવે છે. બીજા ખર્ચાઓ પણ અલગ છે જેમ કે કોસ્ચ્યુમ , લોકર અને ખાણીપીણી નો ચાર્જ.

મુલાકાતથી જ તો જાણી શકો કે આ વોટરપાર્ક કેવી રીતે બીજા વોટરપાર્ક થી અલગ પડે છે!

 

 

 

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच