કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન
નીરવ જોશી , હિંમતનગર(M-7838880134)
- સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન
- સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૬૫.૮૪ ટકા મતદાન
- જિલ્લાની ખેડબ્રહ્મા વિધાનસભામાં સૌથી વધુ ૬૯.૫૪ ટકા મતદાન
- પ્રાંતિજ વિધાનસભામાં ૭૨.૫૩ ટકા મતદાન સાથે પુરૂષ મતદારો અગ્રેસર જયારે ખેડબ્રહ્મામાં ૬૮.૬૧ ટકા મતદાન કરી સ્ત્રી મતદારો અગ્રેસર રહિ.
- સાબરકાંઠા જિલ્લામાં લોકશાહિના અવસરે વિધાનસભા સામાન્ય ચૂંટણીનું સોમવારના રોજ યોજાયેલ બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું જેમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૬૫.૮૪ ટકા મતદાન થયું હતું. જેમાં કુલ મતદારો ૧૧,૧૦,૦૩૧ પૈકી ૭,૩૦,૮૧૪ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૫,૬૮,૦૦૭ પુરૂષ મતદારો પૈકી ૩,૮૩,૯૨૨ મતદારોએ મતદાન કર્યુ હતું જયારે ૫,૪૧,૯૯૧ સ્ત્રી મતદારોમાંથી ૩,૪૬,૮૭૯ મહિલાઓએ મતદાન કર્યુ હતું આ ઉપરાંત થર્ડ જેન્ડરના ૩૩ મતદારો પૈકી ૧૩થર્ડ જેન્ડરે મતદાન કર્યુ હતું. ચાર વિધાનસભા મતદાર વિભાગમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં ૬૯.૫૪ ટકા મતદાન નોંધાયું હતું જયારે સૌથી ઓછુ હિમતનગર વિધાનસભામાં ૬૨.૩૦ ટકા મતદાન થયુ હતું.
ટકાવારીની દષ્ટીએ જોઇએ તો પ્રાંતિજ વિધાનસભામાં ૭૨.૫૩ ટકા પુરૂષોએ સૌથ વધુ મતદાન કર્યુ હતું જયારે ખેડબ્રહમા વિધાનસભામાં ૬૮.૬૧ ટકા મતદાન કરી સ્ત્રી મતદારો અગ્રેસર રહિ હતી.
સાબરકાંઠા વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ (૧૭.૦૦ કલાક) | |||||||||||||
વિધાનસભા મતવિભાગનો નંબર અને નામ | મતદારો | થયેલ મતદાન | ટકાવારી | ||||||||||
પુરૂષ | સ્ત્રી | અન્ય | કુલ | પુરૂષ | સ્ત્રી | અન્ય | કુલ | પુરૂષ | સ્ત્રી | અન્ય | કુલ | ||
૨૭ -હિંમતનગર | ૧૪૩૪૦૧ | ૧૩૭૮૨૩ | ૧૯ | ૨૮૧૨૪૩ | ૯૨૧૨૩ | ૮૩૦૯૫ | ૬ | ૧૭૫૨૨૪ | ૬૪.૨૪ | ૬૦.૨૯ | ૩૧.૫૮ | ૬૨.૩૦ | |
૨૮ -ઇડર | ૧૪૬૧૭૯ | ૧૪૦૬૫૯ | ૫ | ૨૮૬૮૪૩ | ૯૨૯૧૬ | ૮૮૫૦૫ | ૧ | ૧૮૧૪૨૨ | ૬૩.૫૬ | ૬૨.૯૨ | ૨૦.૦૦ | ૬૩.૨૫ | |
૨૯-ખેડબ્રહ્મા | ૧૪૪૭૮૧ | ૧૩૮૨૮૭ | ૫ | ૨૮૩૦૭૩ | ૧૦૧૯૫૦ | ૯૪૮૮૩ | ૩ | ૧૯૬૮૩૬ | ૭૦.૪૨ | ૬૮.૬૧ | ૬૦.૦૦ | ૬૯.૫૪ | |
૩૩- પ્રાંતિજ | ૧૩૩૬૪૬ | ૧૨૫૨૨૨ | ૪ | ૨૫૮૮૭૨ | ૯૬૯૩૩ | ૮૦૩૯૬ | ૩ | ૧૭૭૩૩૨ | ૭૨.૫૩ | ૬૪.૨૦ | ૭૫.૦૦ | ૬૮.૫૦ | |
કુલ | ૫૬૮૦૦૭ | ૫૪૧૯૯૧ | ૩૩ | ૧૧૧૦૦૩૧ | ૩૮૩૯૨૨ | ૩૪૬૮૭૯ | ૧૩ | ૭૩૦૮૧૪ | ૬૭.૫૯ | ૬૪.૦૦ | ૩૯.૩૯ | ૬૫.૮૪ |
- આ પહેલા દિવસમાં એક વાગ્યા સુધી સાબરકાંઠામાં ચૂંટણીનો માહોલ ઘણો જામ્યો હતો એટલું જ નહીં પરંતુ સાબરકાંઠાના કલેકટરે એક નવતર પ્રયોગના રૂપે સખી મતદાર મંડળ કે સખી મતદાન મથકનો પણ પ્રયોગ સફળતાપૂર્વક કર્યો હતો.
- સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ બપોરે ૧ વાગ્યા સુધી ૩૯.૭૨ ટકા મતદાન
- સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી હિતેષ કોયા દ્વારા હિંમતનગર ત્રિવેણી વિધ્યાલય ખાતે સખી મતદાન મથક નંબર ૭૪માં મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો
- સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા મતવિસ્તારમાં સવારે ૮ કલાકથી મતદારો મતદાન મથકે વોટીંગ કરવા પહોંચ્યા : મતદાન મથકોએ લાંબી કતારો જોવા મળી ટ્રાન્સજેન્ડર મતદારોએ પણ મતદાન કર્યું.
- ચૂંટણી કર્મીઓ, પોલીસકર્મીઓ, આર્મી જવાનો ફરજ પર તૈનાત આદર્શ મતદાન મથક, સખી મતદાન મથક, પી.ડબ્લ્યુ.ડી મતદાન મથક, યુવા મતદાન બુથ ઉભા કરાયા
- ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ના બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે આજે તારીખ ૫/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાયું છે. મતદાન સવારે૮ કલાકથી સાંજના ૫ કલાક સુધી મતદાન ચાલશે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા સમાવિષ્ટ ૨૭- હિંમતનગર, ૨૮- ઇડર (અ.જા),૨૯ ખેડબ્રહ્મા(અ.જ.જા) ૩૩-પ્રાંતિજ મળી કુલ ૧૩૨૩ મતદાન મથકો નિયત કરવામાં આવેલા છે. જેમાં ૯૬૦ મતદાન મથક સ્થળની સંખ્યા આવેલી છે. અત્રેના જિલ્લામાં તારીખ ૧૦/૧૦/૨૦૨૨ની સ્થિતિએ ૫,૬૭,૩૫૩ પુરુષ મતદારો, ૫,૪૧,૩૩૭ સ્ત્રી મતદારો અને ૩૨ અન્ય મતદારો મળી કુલ ૧૧૦૮૭૨૨ જેટલા મતદારો જિલ્લામાં નોંધાયેલા છે.
આજે યોજાયેલા મતદાનમાં ૨૩૬૨ બેલેટ યુનિટ ૧૫૬૧ કંટ્રોલ યુનિટ અને ૧૭૫૮ વી.વી.પેટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી સંદર્ભે જિલ્લામાં ૧૩૫ સેક્ટર રૂટ નક્કી કરવામાં આવ્યા છે અને રિઝર્વ સહિત કુલ ૧૫૦ સેક્ટરની નિમણૂક કરવામાં આવેલ છે. કુલ મતદાન મથકો ૧૩૨૩ પૈકી ૫૦ ટકા મતદાન મથકો ઉપર ૬૨૨ લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. તે માટે હિંમતનગર કલેકટર કચેરી પોળો હોલ ખાતે વેબકાસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરીને સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ચાર વિધાનસભા મતવિસ્તારમાં સવારે ૮ કલાકથી મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સવારથી જ લોકોમાં મતદાન કરવા પ્રત્યેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક મતદાન મથકોમાં લાંબી કતારો જોવા મળી રહી છે અને લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી રહ્યા છે.
વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આજે યોજાયેલા મતદાન દિવસે સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી હિતેષ કોયા(આઇ.એ.એસ) દ્વારા હિંમતનગર ત્રિવેણી વિધ્યાલય ખાતે આવેલા સખી મતદાન મથક નંબર ૭૪ માં સવારે ૧૧:૩૫ મિનિટે મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બપોરે ૧ વાગ્યા સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૩૯.૭૨ ટકા મતદાન નોંધાયુ હતુ. બપોર બાદ મતદાન મથકોમાં મતદાન કરવાનો ઉત્સાહ અને ઘસારો જોવા મળ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના વરરાજાએ લગ્નગ્રંથીમાં જોડાતા પહેલા હિંમત હાઇસ્કુલ મતદાન મથક ખાતે પોતાના મુલ્યવાન મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરીક તરીકેની ફરજ અદા કરી તેમજ વિધ્યાનગરી હાઇસ્કુલ હિંમતનગર ખાતે ટ્રાન્સજેન્ડર સોનલમાસીએ મતદાન કરી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.