ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ સાબરકાંઠા થીમ હેઠળ બે દિવસીય પ્રદર્શન યોજાયું
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
સાબરકાંઠા જિલ્લા ઉદ્યોગ વિભાગ વડે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ સાબરકાંઠા થીમ હેઠળ બે દિવસીય પ્રદર્શન યોજાયું. ત્રીજી ઓક્ટોબરના રોજ હિંમતનગરના એપીએમસી માર્કેટ ખાતે આવેલા વિશાળ ડોમમાં આશરે 40 જેટલા સ્ટોલ આયોજિત કરીને આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આગામી 2024 માં વાઇબ્રન્ટ ગુજરાતની સમિટ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવનાર છે.
એ દરમિયાન સાબરકાંઠામાંથી પણ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિક લોકો વાઇબ્રન્ટ ગુજરાત સાથે જોડાઈ શકે તે માટે જિલ્લાના વડા મથક ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જે આજે સાંજે સમાપ્ત થશે.
આ 40 સ્ટોલ માંથી કેટલાક સ્ટોલ સીંગતેલની ફેક્ટરીના તેમજ ગ્રેનાઇટ ફેક્ટરી અને પીવીસી ફર્નિચરના તેમજ અન્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોના છે સાથે સાથે સખી મંડળની બહેનોએ પણ સ્ટોર લગાવ્યા છે.
જોકે આ કાર્યક્રમમાં જોઈએ એવા મુલાકાતિઓ દેખાતા નહોતા!
એવું લાગતું હતું કે કાર્યક્રમને આયોજન અને એના પ્રચાર પ્રસારમાં શરૂઆતમાં કોઈ મહેનત કરવામાં આવી નથી.
જિલ્લાનું આયોજન તંત્ર અને પ્રચારતંત્ર નબળું પુરવાર થયું છે ,એવું આ કાર્યક્રમમાં અને આ પ્રદર્શનને આવેલા મુલાકાતિઓની સંખ્યા જોઈને દેખાતું હતું. સ્ટોલ ધારકોમાં પણ અસંતોષ દેખાતો હતો. કેટલાકે કહ્યું કે એપીએમસી જેવી જગ્યાએ આવું પ્રદર્શન રાખીને સાબરકાંઠાના ઉદ્યોગ કેન્દ્ર પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય એવું દેખાઈ રહ્યું છે એટલું નહીં ઉતાવળમાં કેવા કેવા ધૂપલ ચાલે છે એ પણ જોઈ શકાતું હતું. સરકારી તંત્ર કેવા તાઈફાઓ કરે છે એ આ પ્રદર્શન માં આવીને જોઈ શકાતું હતું કારણ કે મુલાકાતો ની સંખ્યા બે દિવસમાં જ 500 થી હજાર જેટલા હશે! આમ કાર્યક્રમ મોટાભાગે નિષ્ફળ ગયો હોય એવું દેખાઈ રહ્યું હતું.
હિંમતનગર ખાતે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ સાબરકાંઠા’ કાર્યક્રમ યોજાયો
વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સાબરકાંઠા થકી ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગ માટે મંચ મળ્યું છે.- સાંસદશ્રી દિપસિંહ રાઠોડ
બે દિવસીય ઔદ્યોગિક તથા કુટીર પ્રદર્શન સ્ટોલ ખુલ્લા મુકાયા
સાબરકાંઠા જિલ્લામાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ સાબરકાંઠા’ કાર્યક્રમ જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન હોલ, હિંમતનગર ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રીએ ગુજરાત ઉદ્યોગક્ષેત્રે સમૃદ્ધ બને તે માટે વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી. ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ બની રહેલી આ વાઇબ્રન્ટ સમિટ થકી જિલ્લાના લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિઓમાં પરિવર્તન આવશે. ઉદ્યોગો થકી સામાન્ય લોકોને રોજગારી મળી રહે છે.જે સામાન્ય લોકોના જીવન નિર્વાહમાં ખુબ જ મદદરૂપ થાય છે.
વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સાબરકાંઠા થકી જિલ્લાના ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગ માટે મંચ મળ્યું છે જેના થકી જિલ્લા ઉદ્યોગ સાહસિકોને આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થશે.સ્ટાર્ટઅપ થકી જિલ્લાના નવોદિત યુવાનોનું કૌશલ્ય ખીલશે. તેમજ રોજગારીની નવી તકો ઉભી થશે.આ સાથે જિલ્લામાં નાના તેમજ મોટા ઉદ્યોગકારોને પૂરતો સહિયોગ તથા સહાય મળી રહે તે માટે અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બે દિવસ માટે 40 જેટલા ઔદ્યોગિક તથા કુટીર પ્રદર્શન સ્ટોલ ખુલ્લા મુકાયા હતા. તેમજ મહાનુભાવો દ્વારા એપીએમસી ખાતે ઉભા કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ ગ્રોમોર કેમ્પસ ખાતેના સ્ટાર્ટઅપ અને એન્ટર પ્રિન્ચોરશિપ ડેવલપમેન્ટ સેમિનાર તથા સ્ટાર્ટપ પ્રોજેક્ટ એકઝીબીશન નિહાળવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ક્રેડિટ લિકેજ સેમિનાર, એક્સપોર્ટ સેમિનાર, બેઝનેશ બેઠક, ZED સેમિનાર સ્ટાર્ટ અપ અને એન્ટર પ્રિન્ચોરશિપ ડેવલપમેન્ટ સેમિનાર તથા ઔદ્યોગિક તથા કુટીર પ્રદર્શન સ્ટોલના 40 જેટલા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના ઉદ્યોગકારો સાથે એમોયુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા, પ્રાંતિજ-તલોદ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જી.આઈ.ડી.સી પ્રમુખશ્રી શ્યામ સુંદર સલુજા, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય , મહિલા અગ્રણી કું. કૌશલ્ય કુંવરબા, જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડાશ્રી વિજય પટેલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજરશ્રી જે. ડી નિનામા,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સ્ટાફ, અમલીકરણ અધિકારીઓ, ઉદ્યોગ સાહસિકો તેમજ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સાબરકાંઠા અંતર્ગત બાગાયત વિભાગ દ્વારા સ્ટોલના માધ્યમ થકી વિવિધ યોજનાકીય માર્ગદર્શન અપાયું.
વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સાબરકાંઠા પ્રોગ્રામ અંતર્ગત માર્કેટયાર્ડ હિંમતનગર ખાતે વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં બાગાયત વિભાગ દ્વારા બાગાયતી પેદાશોનું મૂલ્ય વર્ધન તથા પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ માટેની વિવિધ યોજનાઓના બેનર્સ લગાવી સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો. સ્ટોલ ઉપર મુલાકાત લેનાર ઉદ્યોગ સાહસિકોને બાગાયતી પેદાશોમાંથી વિવિધ બનાવટો બનાવવા માટે જે પણ મશીનરી વસાવવા માટે સહાય મળવા પાત્ર છે તેનું પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવીન બાગાયતી પાકો તથા મધમાખીના મધની વિવિધ બનાવટોને નિદર્શનમાં મુકવામાં આવી હતી. વધુમાં સ્ટોલ ની મુલાકાત લેનાર દરેક લોકોને બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓની પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સાથે બાગાયત વિભાગ સાબરકાંઠા દ્વારા મહિલા વૃતિકા સહાય યોજના અંતર્ગત પ્રાંતિજ તાલુકાના વાઘરોટા ગામની 50 બહેનોને બાગાયતી પેદાશોની વિવિધ 40 બનાવટો બનાવતા શીખવાડવામાં આવી હતી. આ તાલીમમાં માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન મેળવી બહેનો દ્વારા વિવિધ બનાવટો બનાવી વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. આ બહેનોને વેચાણમાં સહકાર મળી રહે તે માટે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સાબરકાંઠા પ્રોગ્રામ અંતર્ગત સરકારશ્રી દ્વારા સ્ટોલ ફાળવણી કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.