સ્વામિનારાયણ ગુરુકુળ- હાસલપુર વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540, joshinirav1607 @gmail.com)
સ્વામિનારાયણ ગુરુકુળ- રાજકોટની શાખા હાસલપુર ગુરુકુળ ટીમ વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ
હાંસલપુર ખાતે નૂતન નિર્માણ થઈ રહેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હિંમતનગર દ્વારા આદર્શ માનવ જીવનના નિર્માણ માટે અભ્યુદય પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં 700 કરતાં વધારે ભક્તોએ નલિકાંત ગાંધી ટાઉન હોલમાં અભ્યુદય પર્વનો લાભ લીધો હતો..
જેમાં નીલકંઠધામ પોઇચા થી શાસ્ત્રી સ્વામી અચલ જીવનદાસજી સ્વામીએ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં – એ સૂત્ર તો યાદ રાખીએ જ… પણ સાથે ભૂલો ભલે બીજું બધું બાળકોને ભૂલશો નહીં ! – એ વિષય ઉપર સમજુ માતા પિતા વડે બાળકોનું ઘડતર કેવી રીતે કરી શકાય એ વિશે ખૂબ સુંદર મનનીય પ્રવચન આપ્યું હતું.. બાળકોને સમય, સમજણ, અને સંસ્કારની સંપત્તિ આપીએ એ જ સાથે સંપત્તિ.
આવા અનેક વિચારોના માધ્યમથી મનનીય પ્રવચન આપ્યું હતું.. આ ઉપરાંત પુરાણી સર્વજ્ઞદાસ સ્વામીએ સોશિયલ મીડિયાનો સંયમિત ઉપયોગ કરીને ટેકનોલોજીનો નાશ નહિ પણ પણ વશ કરીએ જેવા સુંદર વિચારો રજુ કર્યા હતા…
અંતે નીલકંઠધામ પોઇચા થી પધારેલા પૂજ્ય પ્રભુ ચરણ સ્વામી એ પરિવાર સાથે હળી મળીને રહેવું અને પરિવારના સભ્યો સાથે મળીને ગીતા ભાગવત આદિક શાસ્ત્રોનું શ્રવણ કરે એ જ સૌથી મોટી સફળતા છે. એ વિશે વાત કરી હતી..