ગળોને કેમ આર્યુવેદમાં અમૃતવેલ, ગીલોય, અમૃતા જેવા નામથી ઓળખવામાં આવે છે?
હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરાઈ
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
આજે વિવેકાનંદ જયંતિ છે ત્યારે વિવેકાનંદના ચાહકો અનેક જગ્યાએ સ્વામી વિવેકાનંદના કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં પણ સ્વામી વિવેકાનંદ સ્કૂલે વિદ્યાર્થીઓની સ્વામી વિવેકાનંદ યાદ કરતી રેલી સવારના 9:30 – 10:00 વાગે નીકાળીને ભાવાંજલિ આપી હતી.
સ્વામી વિવેકાનંદ ના ઉમદા આદર્શોને અને આધ્યાત્મિક મૂલ્યોને યાદ કર્યા હતા. મહેતાપુરા ચાર રસ્તા આવેલી સ્વામી વિવેકાનંદ ની પ્રતિમાને પણ માલા અર્પણ કરીને અનેક મહાનુભાવો એ સ્વામી વિવેકાનંદને યાદ કર્યા હતા અને બાળકોની રેલી એ ત્યાં પણ સ્વામી વિવેકાનંદનો જય જય કાર કર્યો હતો.