કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
પ્રવેશોત્સવના તૃતિય દિવસે કોણે બાળકોને કુમકુમ પગલે પ્રવેશ કરાવ્યો
નીરવ જોષી, હિંમતનગર(M-7838880134)
શાળા પ્રવેશોત્સવના તૃતિય દિવસે ૫૧ બાળકોને શાળા અને આંગણવાડીના ભૂલકાઓના કુમ કુમ પગલા પાડી નંદઘરમાં આવકારતા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર
પ્રાંતિજ તાલુકાની મોયદ-૧, રૂપપુરા અને મોયદ રૂપાજી ગામમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ની ઉજવણી કરાઇ
શિક્ષણ થકી જ સમાજનું ઘડતર થાય છે માટે બાળકોને સારૂ શિક્ષણ આપો- ગજેન્દ્રસિંહ પરમાર
સાબરકાંઠા જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ના ત્રીજા અને અંતિમ દિવસે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતો રાજ્યકક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર પ્રાંતિજ તાલુકાની મોયદ, રૂપપુરા, મોયદ રૂપાજીમાં પ્રાથમિક શાળાઓ ખાતે ઉપસ્થિત રહીને આંગણવાડી તેમજ ધોરણ-૧માં ૫૧ બાલકોનુ નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, આ સદી જ્ઞાન અને શિક્ષણની સદી છે. આજે દિકરીઓ શિક્ષણ ક્ષેત્રે ખુબ આગળ વધી રહી છે. શિક્ષણ થકી જ સમાજ આગળ આવે છે. સરકાર દ્વારા શાળાઓમા તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓની સાથે ઉત્તમ શિક્ષકો ઉપલબ્ધ કરાવ્યા છે. જેના કારણે ખાનગી શાળામાથી વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામા ભણાવવા લાગ્યા છે.‘કન્યા કેળવણી‘ અને ‘શાળા પ્રવેશોત્સવ‘ કાર્યક્રમો થકી સરકાર સમાજને સો ટકા સાક્ષરતા તરફ લઈ જઈ રહી છે. દેશને આત્મનિર્ભર બનાવવાની પણ મંત્રીશ્રીએ આ વેળા નેમ વ્યક્ત કરી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે, શાળાના શિક્ષકો વાલીઓ વધુ જાગૃત બની ગામનુ એક પણ બાળક શાળા પ્રવેશથી વંચીત ન રહે તે ખાસ ધ્યાન રાખવામાં આવે.મોબાઇલના દૂષણ પરત્વે ધ્યાન દોરતા કહ્યું કે આજે બાળકો ગેમમાં વધુ સમય બેસી રહે છે. મેદાનની રમતો રમાતી ઓછી થઈ ગઈ છે. જેથી બાળકો નબળા પડી રહ્યા છે માટે મોબાઇલ ન આપતા અથવા એના માટે સમય મર્યાદા નક્કિ કરવા જણાવ્યું હતું. શાળામાં બાળક પાંચ થી છ કલાક વિતાવે જ્યારે ઘરે વધુ સમય રહે છે તેથી માતા-પિતા, વડીલો બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપે.
શાળા પ્રવેશ ઉત્સવની સાથે શાળાના તેજસ્વી તારલાઓનુ સન્માન અને ગામના દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની એસ.એમ.સી.ની બેઠકમાં ગ્રામજનો દ્રારા રજુ કરવામાં આવેલ શાળાના, ગામના રસ્તા અંગેના અને પાણીના પ્રશ્નો મંત્રીશ્રીઓ ધ્યાનથી સાંભળ્યા હતા અને તેનો હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું.શાળામાં મંત્રીશ્રી અને મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યશ્રી વિપુલભાઇ પટેલ, તાલુકા પંચાયત સભ્યશ્રી કરતુજી રાઠોડ, કે.કે મકવાણા, મહેન્દ્રભાઇ પટેલ, કૌશિકભાઇ પટેલ, રાજુભાઇ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દિપ્તિબેન પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ચૌધરી,ફુડ ઇન્સપેક્ટર તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, ગામના
સરપંચશ્રીઓ, એસ.એમ.સીના સભ્યો,શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, આંગણવાડી કાર્યકરરો, વાલીઓ, બાળકો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.