સરદાર સરોવર ડેમથી પાણી છોડાતા નર્મદા નદીના કિનારે એલર્ટ

 સરદાર સરોવર ડેમથી પાણી છોડાતા નર્મદા નદીના કિનારે એલર્ટ

રિપોર્ટર : પીન્ટુ પટેલ ડભોઇ વડોદરા

  •    નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું
  • સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે
  • નર્મદા નદીની જળ સપાટી વડોદરા જિલ્લાના 3 તાલુકાને થઈ અસર
  • ડભોઇ તાલુકાના સાત ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા
  • પોલીસ દ્વારા નાવિકો અને નાગરિકો સાથે બેઠક શરૂ કરાઈ
  • પૂરના સમયે નદીનો ખેડવા માટે કરવામાં આવી હતી અપીલ
  • પાણી વધે તો નીચાણવાળા વિસ્તારોમાં સ્થળ પર ભરાશે પાણી

છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસમાં વરસાદને લઈને નર્મદા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતુર બની છે અને બે કાંઠે વહેવા લાગી છે. ત્યારે ડભોઇ તાલુકાના સાત ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સાથે સાથે તમામ તંત્રની નજર આ ગામોમાં રાખવામાં આવી રહી છે.

 

યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદી એ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. યાત્રાધામ ચાંદોદના મહાલરાવ ઘાટ માત્ર હવે ૩૦ જેટલા પગથીયા રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે ચાંદોદ પોલીસ દ્વારા નાવિકો અને નાગરિકોને પૂરના સમયે નાવડી લઈને નદી ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.

હજી પણ પાણીનું સ્તર વધી રહ્યું છે જેના કારણે આવનારા કલાકોમાં નર્મદાના કાંઠા વિસ્તારના ગામોની અંદર પાણી પ્રવેશી શકવાની ભીતિ પણ સેવાઈ રહી છે. હાલ નર્મદા ડેમમાંથી વધુ 4.5 લાખ ક્યુસેક પાણી છોડવાનું આયોજન પણ ચાલી રહ્યું છે જેના કારણે નર્મદા કાંઠા વિસ્તારના ગામોની ચિંતામાં વધારો થયો છે

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *