ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
કોંગ્રેસના જનજાગરણ અભિયાનનું સાબરકાંઠામાં શુભારંભ
નીરવ જોષી, હિંમતનગર
આજરોજ સાબરકાંઠામાં જિલ્લા કોંગ્રેસે જનજાગરણ અભિયાન નો શુભારંભ કર્યો હતો.દિવાળી નિમિત્તે દિવાળી મિલન કાર્યક્રમ આયોજીત કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ જિલ્લા પ્રમુખ કમલેશ પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુભાઈ શર્મા, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, અને જિલ્લાના કોંગ્રેસ ના ધારાસભ્યો તેમજ વરિષ્ઠ આગેવાનો અને સાબરકાંઠા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો બધા ભેગા મળીને હિંમતનગર મુકામે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા અને કાર્યકર્તાઓના મનોબળ વધારવા આવી પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીનું વર્ષ છે ત્યારે સાબરકાંઠા જિલ્લા અને હિંમતનગર તાલુકામાં મોટી સંખ્યામાં કોંગ્રેસની તરફ વળેલા લોકો જનજાગરણ અભિયાન ના શુભારંભ સમય ભેગા થાય અને તેમને કોંગ્રેસ તરફથી માર્ગદર્શન મળે તે હેતુથી નલિની ગાંધી ટાઉનહોલમાં સવારે અગિયાર વાગ્યાની આસપાસ કાર્યક્રમ આયોજિત કર્યો છે.
કાર્યક્રમમાં ભાગ લેવા લોકસભાના અને રાજ્ય સભાના ભૂતપૂર્વ સંસદ સભ્યો અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા મધુસુદન મિસ્ત્રી પણ આવી પહોંચ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ માં કોંગ્રેસના વિવિધ સંગઠનો જેવા કે યુવા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ ,સેવાદળ ના સદસ્યો અને સાબરકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ ના સદસ્યો એ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.