ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) નો અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540)
હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ(RSS) નો અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ રવિવારના રોજ સવારે આઠ વાગ્યાથી આયોજિત થયો હતો. સર્વપ્રથમ સવારના બે અલગ અલગ માર્ગો પર મહાવીર નગર વિસ્તારમાં પથ સંચાલન થયું હતું. ત્યારબાદ મુખ્ય કાર્યક્રમ સાડા ત્રણ પછી શરૂ થયો હતો.
આ કાર્યક્રમનો હેતુ આગામી 2025 માં રાષ્ટ્રીય સેવક સેવક સંઘ એટલે કે આરએસએસને સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેના સંદર્ભમાં સમગ્ર સાબરકાંઠાના 925 જેટલા ગામોમાં સંઘની એટલે કે આરએસએસ ની શાખાઓ દરેક ગ્રામ્ય સુધી પહોંચે તેવા શુભાશયથી આયોજિત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત હિંમતનગર ખાતે અનેક શાખાઓ તેમજ જિલ્લાના આઠ તાલુકાઓમાં સંઘ પરિવારના સ્વયંસેવકો સમગ્ર જિલ્લા માટે સંઘનું શતાબ્દી વરસ ની ઉજવણી કરવા સંઘની પદ્ધતિથી માહિતગાર થાય તે પણ હતું.
સાબરકાંઠામાં સ્વયં સેવકો વડે ઓનલાઇન અને ઓફલાઈન પંજીકરણ કરવામાં આવ્યું હતું એમાં ખેડબ્રહ્મા તાલુકામાં સૌથી વધુ પંજીકરણ થયું હતું. સમગ્ર સમાજના દરેક વર્ગ જે હિન્દુ છે તે બધા જ સંઘ સાથે જોડાય તેવા શુભ આશયથી પંજીકરણ કરવામાં આવ્યું હતું. મળેલી માહિતી મુજબ આશરે 11000 જેટલા સ્વયંસેવકોનું પંજીકરણ થયું હતું પરંતુ આશરે 7,800 જેટલા સ્વયંસેવકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
સમાજના પ્રત્યેક વર્ગમાંથી લોકો સારા પ્રમાણમાં કહી શકાય તે રીતે ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર સાબરકાંઠાના છેવાડાના ગામનો સ્વયંસેવક પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો.
કાર્યક્રમનું લાઈવ પ્રસારણ જોવા માટે ..અહીંયા ક્લિક કરો
કાર્યક્રમ સવારે 8:30 થી સાંજે છ વાગ્યા સુધી રહ્યો હતો આ દરમિયાન સ્વયંસેવકોને પદ સંચલન, બૌદ્ધિક અને સાંજે સાડા ત્રણથી પાંચ વાગ્યા સુધીનો કાર્યક્રમ હતો, જેમાં સમગ્ર ગુજરાતના પ્રાંત પ્રચારક ડોક્ટર ચિંતનભાઈ ઉપાધ્યાયએ વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંઘને 2025 માં 100 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સંઘ વૃદ્ધ થવાની બદલે વધુને વધુ યુવાન થતો જાય છે! આ ઉપરાંત આવનારા 22 જાન્યુઆરીના રામ મંદિરના કાર્યક્રમો લઈને બધા સ્વયંસેવકોને આહવાહન કરતાં જણાવ્યું કે અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન સમયે ગુજરાતના પણ દરેક જિલ્લાઓ અને તાલુકામાં ભગવાન રામનો જયગોષ અને દિવ્ય કાર્યક્રમો થવા જોઈએ.