ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનો સપાટો, ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)
શનિવારના રાતને અને રવિવારના સવારના ભર શિયાળામાં કમોસમી વરસાદે તે કુદરતની લીલા એ ખેડૂતને ચિંતામાં મૂકી દીધું હતું.. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહેસાણા તેમજ અમદાવાદના અમુક ગામડાઓમાં અને શહેરમાં કમોસમી માવઠું સર્જાયું હતું પરિણામે ખેડૂતોના પાક પર વરસાદના જોર ના કારણે પાક આડુ પડી ગયો હતો. નોંધનીય છે કે ઉત્તર ગુજરાતમાં ઘઉં ,રાયડો તેમજ બીજા પાક થાય છે.
હિંમતનગરના વિસ્તારમાં ખેડતશ્ય રોડ પર આવેલા કાણીયોલ, ચોટીલા , રામપુર તેમજ બીજા બધા ગામડાઓમાં પણ વરસાદએ પાકને નુકસાન પહોંચાડ્યું હતું. આગામી સમયમાં આ નુકસાનને સરકાર ભરપાઈ કરે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે પ્રસ્તુત વીડિયોમાં કાણિયોલમાં વરસાદથી નુકસાન થયેલો ખેડૂતનો પાક જોઈ શકાય છે.
Video: દિલીપભાઈ પટેલ, કાણીયોલ