ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
જાણો, મોદીનો 72મો જન્મદિવસ જિલ્લામાં/પાટનગરમાં કેવી રીતે ઉજવાયો?
સંકલન: નીરવ જોશી, હિંમતનગર(M-7838880134)
Email: joshinirav1607 @gmail.com
17 સપ્ટેમ્બર ના રોજ દેશના માનનીય વડાપ્રધાન અને ગુજરાતના લોકલાડીના નેતા નરેન્દ્રભાઈ મોદી નો 72 મો જન્મ દિવસ તેમના શુભચિંતકો , સમર્થકો અને ભાજપના કાર્યકરો અને સાબરકાંઠા જિલ્લા ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્ય વચ્ચે ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયા હતો.
જોકે સામાન્ય પ્રજામાં એવો કોઈ ચર્ચાતો માહોલ કે એવો ઉત્સાહ બહુ જોવા મળતો નહોતો કે આજે ગુજરાતી વડાપ્રધાનનો 72 મો જન્મદિવસ શરૂ થવા જઈ રહ્યો છે!
તો રજુ છે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર અને બીજી અન્ય જગ્યાએ થયેલા કાર્યક્રમની એક ઝલક…
સાબરકાંઠા બેંક દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે યોજાયેલ વિવિધ કાર્યક્રમ યોજાયા
બેન્કની તમામ શાખાઓમાં નાણાકીય સાક્ષરતા શિબિર નું આયોજન કરવામાં આવેલ
હિંમતનગર : સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલના માર્ગદર્શન થી તા.૧૭/૦૯/૨૦૨૨ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી., હિમતનગર વડી કચેરી તેમજ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં બેન્કની તમામ શાખાઓમાં નાણાકીય સાક્ષરતા શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બેન્કના તમામ કર્મચારી ગણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને બેંક ધ્વારા ગ્રાહકો તથા ખેડૂતોને નામદાર ભારત સરકાર તથા ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, ખેડૂત તથા શ્રમિક લક્ષી યોજનાઓ, તેમજ ડીજીટલ પેમેન્ટ અંગેનું વિસ્તૃત પ્રમાણમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તબ્બકે ઉપસ્થિત ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પ્રાકૃતિક ખેતી અંગે સપનું સાકાર કરવા હાજર રહેલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે ઊંડાણ પૂર્વક ચર્ચા કરી તેના લાભો અંગે માર્ગદર્શન આપી અને જીલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવો અભિગમ કેળવવા સમજુતી આપી. બેન્કના તમામ કર્મચારીઓના અથાગ પ્રયત્નોથી આ કાર્યકર્મ સફળ બનાવ્યો હતો .
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિન પ્રસંગે હિંમતનગર શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી ના આજરોજ જન્મદિવસ પ્રસંગે હિંમતનગર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા હિંમતનગરના રેડક્રોસ ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ શહેરના જૈન દિગંબર જૈન વાડી ખાતે યોજાયો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યાકુંવરબા પરમાર, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા, નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર, બીપીનભાઈ ઓઝા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ, રેડક્રોસના વાઈસ ચેરમેન ડો. વી. એ. ગોપલાણી, ભાજપના અગ્રણી રેડક્રોસના કારોબારી સભ્ય સતિષભાઈ શાહ, વિપુલભાઈ સાંખલા, શહેર યુવા મોરચાના પ્રમુખ ધ્રુવ શાહ, કનુભાઈ રાવલ, નિર્મળાબેન પંચાલ, ડો. ભરતભાઈ શાહ, ડો. સમીર શાહ, ડીકુલ ગાંધી, રાજુભાઈ પટેલ, ભાવનાબેન પંડ્યા સહિત યુવા મોરચાના કાર્યકરો હાજર રહેલ. કાર્યક્રમમાં હિંમતનગર જૈન સોશિયલ નો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
ભાજપના અગ્રણી ગોપાલસિંહ રાઠોડ દ્વારા ભોલેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર હોમાત્મ યજ્ઞ રાખવામાં આવેલ.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દીર્ધાયુ કામના અર્થે ભાજપના અગ્રણી ગોપાલસિંહ રાઠોડ દ્વારા ભોલેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર હોમાત્મ યજ્ઞ રાખવામાં આવેલ. આ પ્રસંગે મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યાકુંવરબા પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, મહામંત્રી વિજયભાઈ પંડ્યા, નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર, ગિરીશભાઈ ભાવસાર, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી સહિત ભાજપના અગ્રણીઓ શુભેચ્છકો મંદિરના ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞમાં ભાગ લીધો.
અમદાવાદ,
ખાડિયા, ભૂષણ ભટ્ટ(ભૂતપૂર્વ ધારાસભ્ય)
•ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી.નરેન્દ્રભાઈ મોદીના ૭૨માં જન્મદિને ખાડિયા વોર્ડના રણછોડજી મંદિર સારંગપુર ખાતે ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો સાથે ગરીબ-નિરાધાર લોકોને બ્રહ્મભોજન કરાવ્યું. – ભૂષણ ભટ્ટ(ભૂતપૂર્વ ધારાસભ્ય)
આજે 17 સપ્ટેમ્બર , આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિત્તે ,વિરમગામ શહેર , વિરમગામ તાલુકો , માંડલ તાલુકો, દેત્રોજ તાલુકામાં વિવિધ સેવાના કામો માં હાજરી આપી- ડો. તેજશ્રીબેન પટેલ (વિરમગામ, ભૂતપૂર્વ ધારાસભ્ય)
પૂર્વ અમદાવાદના નિકોલમાં પણ ઉત્સાહી મોદી પ્રેમીઓએ અને ભાજપના નેતાઓએ મોદીજી નો જન્મદિવસ ઉત્સાહથી ઉજવ્યો.
આદરણીય શ્રી ભારતના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ આજરોજ નિકોલ વોડૅ ભારતીય જનતા પાર્ટી ના આગેવાન શ્રી નરસિંહ ભાઈ કાનાણી.શ્રી બિપીન ભાઈ બલદાણીયા સંયુક્ત નિવેદન આપ્યું છે.
સાહેબ નો જન્મદિવસ નિકોલ વોડૅ માં આવેલ રધુવીર વિધા વિહાર શાળામાં સહયોગી જીસીએસ હોસ્પિટલ ની મેડીકલ ડોકટરોની ટીમ સાથે સ્કૂલના પટાગણ માં દરેક રોગોનો નિ :શુકલ કેમ્પ યોજાયો. તેમા પ્રદેશ ઉપાદયક્ષ ને પૂવૅ ગૃહ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફીયા સાથે શહેરના હોદ્દેદારો, વોડૅ ના કોપોરેટરો, વોડૅ ની ટીમ ને આજુબાજુ બે કીલોમીટર સુધીના નાગરિકો યુવાનો, સ્કૂલ ના બાળકો મોટી સંખ્યામાં રહી પોતાનું આરોગ્ય ની સારવાર અને ચેકઅપ કરાવ્યું હતું. હોસ્પિટલ થી આયુષ્યમાન કાર્ડ દરેક દર્દીઓને સારવાર માં દાખલ થયા હોય તેમની પાસે ના હોય તો તરત જ કાડૅ કાઢી આપવામાં આવે છે. ગુજરાત માં રહેતો હોય ને ગુજરાત ની બહાર રહેતો હોય તો ત્યાં નુ કાડૅ કઢાવીને ને લાવે તેને પ્લાસ્કી સિવાય બધા માં ફી સારવાર કરી આપે છે આજે જે પણ નાગરિકો ભાગ લીધો હશે તે ફી, દવા તેમજ મફતમાં ઓપરેશન કરી આપવાનુ તેવુ નરસિંહ પટેલે નિવેદન આપ્યું છે.
આજે મોટી સંખ્યામાં કાર્યકરોએ ને વિસ્તાર ના ભાઈઓ/બહેનો. યુવાનો, બાળકો કાર્યક્રમ સફળ થયો હતો રધુવીર સ્કૂલ ના સંચાલક ને આજરોજ આભાર.
**************************
ગાંધીનગર
_*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ ગુજરાતમાં સેવા દિવસ તરીકે સમર્પિત*
….. … . ……
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યકક્ષાના અને મંત્રીશ્રીઓ-પદાધિકારીઓ જિલ્લા કક્ષાના વિવિધ સેવા કાર્યક્રમો-વિકાસ કામોમાં સહભાગી થયા*
……
* મહિલા સશક્તિકરણની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા ગુજરાતે સાકાર કરી*
* વડાપ્રધાનશ્રીના જન્મદિને ૩૩ જિલ્લામાં ર૩ હજારથી વધુ સ્વસહાય જૂથોની અઢી લાખ જેટલી બહેનોને રૂ. ૩૦૬ કરોડની સહાયથી આત્મનિર્ભરતાનો રાહ મળ્યો*
* ‘મિશન મિલીયન ટ્રીઝ’ અન્વયે અમદાવાદમાં ૧.૭૫ લાખ વૃક્ષોના વાવેતરનો પ્રારંભ*
* કલાયમેટ ચેન્જ સામે પંચામૃત જાગૃતિ પખવાડિયાનો રાજ્યવ્યાપી શુભારંભ*
* સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ-રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ-ર૮ દિવસમાં ૧૭પ કોલેજ-યુનિવર્સિટીઓના યુવા સ્ટાર્ટઅપના શોધ-સંશોધનને મળશે પ્લેટફોર્મ*
* મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ‘શોધ’ અને SSIP 2.0 અન્વયે કુલ રૂ. ૧૪ કરોડની સહાય વિતરણ*
* વિવિધ સંગઠનો દ્વારા રક્તદાન શિબિર સહિતના સેવાકીય કાર્યક્રમો રાજ્યભરમાં થયાં*
….. … … …..
વિશ્વના લોકપ્રિય નેતા અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરને તેમના વતન રાજ્ય ગુજરાતે અનેકવિધ સેવા કામો અને વિકાસ કાર્યોની શૃંખલાથી સેવા સમર્પિત દિવસ તરીકે મનાવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો રાજ્યના ૩૩ જિલ્લાઓમાં આવા સેવા સમર્પિત કાર્યક્રમો દરમિયાન જનસમૂહના ઉલ્લાસ અને ઉમંગમાં સહભાગી થયા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા સશક્તિકરણથી નારીશક્તિના સામર્થ્યને વધુ ઊજાગર કરવાની નેમ રાખેલી છે. માતા-બહેનો આત્મનિર્ભર બને, સ્વાવલંબી બને એટલું જ નહિ ઘર પરિવારનો આર્થિક આધાર બને તેવા તેમના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતે શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે નક્કર કદમ ઉઠાવ્યું છે.
નાના વ્યવસાય, ગૃહ ઉદ્યોગ દ્વારા ઘર-પરિવારનું ગુજરાન ચલાવવામાં સહાયક થતી માતા-બહેનોના સ્વ-સહાય જૂથોને લોન સહાય આપવાનો ઉદાત્ત અભિગમ વડાપ્રધાનશ્રીના જન્મદિને રાજ્ય સરકારે ચરિતાર્થ કર્યો છે.
દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા દીનદયાળ અંત્યોદય યોજના અન્વયે રાજ્યભરની ગ્રામીણ અને શહેરી વિસ્તારોની કુલ અઢી લાખથી વધુ માતા-બહેનોના ર૩,૮ર૯ સ્વસહાય જુથોને એકજ દિવસમાં ૩૦૬ કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ સહાય વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ અવસરે અમદાવાદ મહાનગરના કુલ ૫૦ કરોડ રૂપિયાના લોકાર્પણ -ખાતમુહૂર્તના કામોની ભેટ આપી હતી.
વડાપ્રધાનશ્રી જલવાયુ પરિવર્તન ક્લાયમેટ ચેન્જ વિષયે સતત દેશવાસીઓને સજાગ રાખી આ સંકટથી ઉગારવાના ઉપાયો માટે વૈશ્વિકસ્તરે પણ સુઝાવ આપતા રહ્યા છે.
તેમના જન્મદિવસથી ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગે ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે પંચામૃત યુવા જાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે. એટલું જ નહીં, ઉદ્યોગ જગત દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવાની પહેલરૂપે રાજ્ય સરકાર અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે એમઓયુ પણ સંપન્ન થયા છે.
સાથોસાાથ કલાયમેટ ચેંજ વિષયે રિસર્ચ એન્ડ ઇનોવેશન પ્રોત્સાહન માટે રાજ્ય સરકારે એમ.એસ. યુનિવર્સિટી સાથે અને IITE દ્વારા શિક્ષકોને આ વિષયે અભ્યાસ તાલીમ માટે પણ MoU કરીને વડાપ્રધાનશ્રીના કલાયમેટ ચેંજ સાથે ‘કન્વીનઅન્ટ એકશન’માં સૂર પૂરાવ્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસે સેવા સમર્પિત ભાવને સ્વાસ્થ્ય સાથે જોડીને શહેરમાં ઓક્સિજન પાર્કના નિર્માણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો. ‘મિશન મિલીયન ટ્રીઝ’ અન્વયે આવા ઓક્સિજન પાર્કમાં ૧ લાખ ૭પ હજાર વૃક્ષો વાવીને ગ્રીન-ક્લિન એન્વાયરમેન્ટની શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેમ પાર પાડવાનો સફળ આયામ હાથ ધરાવાનો છે.
યુવાશક્તિના પ્રેરણાસ્ત્રોત અને યુવાશક્તિના સ્કીલ ડેવલપમેન્ટથી નયા ભારતના નિર્માણના પ્રણેતા વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રાજ્યમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટીવલનો પણ પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો છે.
આગામી ૧પ ઓક્ટોબર-ર૦રર સુધી એટલે કે, ર૮ દિવસ આ ફેસ્ટીવલમાં રાજ્યભરની ૧૭પ કોલેજીસ અને વિવિધ યુનિવર્સિટીમાં યોજાશે તથા યુવા સ્ટાર્ટઅપના ઇનોવેશન એન્ડ રિસર્ચને પ્લેટફોર્મ પુરૂં પાડશે.
વડાપ્રધાનશ્રીએ યુવાઓના સામર્થ્યને, તેમનામાં પડેલી શોધ-સંશોધન શક્તિને યોગ્ય તક આપી ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક આધાર આપવાનો અભિગમ અપનાવ્યો છે.
આ અભિગમને વધુ વેગ આપવા ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના જન્મદિવસે એકજ દિવસમાં ૧૪૧૯ હોનહાર યુવા વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧૦.૧૧ કરોડની સહાય, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં આપવામાં આવી છે.
પી.એચ.ડી જેવા ઉચ્ચ સંશોધન અભ્યાસ કરતા ૯૩૦ છાત્રોને ‘શોધ’ અન્વયે કુલ રૂ. ૧.ઘ૯ કરોડ વડાપ્રધાનશ્રીના જન્મદિવસે અપાયા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાનો જે અભિગમ અપનાવ્યો છે તેને ગુજરાતે SSIP 2.0 પોલિસીથી વધુ વેગવંતો કર્યો છે.
શ્રી નરેન્દ્રભાઇના જન્મદિવસે ૧૭મી સપ્ટેમ્બર શનિવારે ર૦ જેટલી કોલેજ અને યુનિવર્સિટીઝને રૂ. ૩.૧ર કરોડની રકમ ફાળવવામાં આવી છે.
વડાપ્રધાનશ્રીના પૈતૃક નગર વડનગરથી તેમની વૈશ્વિક નેતા સુધીની સફળ યાાત્રા તથા તેમના જીવન-કવન આધારિત ચિત્ર પ્રદર્શન પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં ખૂલ્લું મુકવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વિવિધ સ્વૈચ્છિક સેવા સંગઠનો, સમાજો દ્વારા રકતદાન શિબિર જેવા સેવાકીય કાર્યક્રમો દ્વારા પણ વડાપ્રધાનશ્રીનો આ જન્મદિવસ સમગ્ર ગુજરાતમાં સેવા સમર્પિત દિવસ તરીકે જન ઉમંગ અને જનભાગીદારીથી ઉજવવામાં આવ્યો હતો.