ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
પાકિસ્તાનમાં ઉત્સાહભેર ઉજવાય છે નવરાત્રી, જુઓ વિડિયો
નિરવ જોશી, અમદાવાદ (M-7838880134)
આ ખરેખર ખૂબ ઉત્તમ સમાચાર પાકિસ્તાનથી આવ્યા છે.
મને ખબર છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ ખૂબ સરસ રીતે હિન્દુ ધર્મના તહેવારો ઉજવે છે અને આ તહેવારોનું લાઈવ ટેલીકાસ્ટ સોશિયલ મીડિયા વડે તેમજ બીજી ધાર્મિક સિવાયની ચેનલો વડે પણ થવી જોઈએ. આસ્થા ને સંસ્કાર જેવી ભારતની ધાર્મિક ચેનલો એ પણ કોઈ વખતે ત્યાં જવું જોઈએ. જેથી કરીને બંને ધર્મની પ્રજા ને ખબર પડે કે ધર્મ એ કોઈ નફરત ફેલાવવાનું માધ્યમ નથી. પરંતુ આત્માનો આનંદ અને ભગવાન સાથે જોડવાનું એક નિયમિત માત્ર અને જે તે ધર્મગુરુ આપેલું એક ધર્મનું સ્વરૂપ જ છે! ધર્મથી જ માણસ એક ઉત્તમ મનુષ્ય તરફ માનવ જાતિ તરફ કે મનુષ્યતાની ઉત્તમ શ્રેણી તરફ ગતિ કરે છે અત્યારે જે થઈ રહ્યું છે . એ ધર્મના ટેકદારોએ નફરત ફેલાવવાનું કામ કર્યું છે એના પરિણામે એનું ભોગ એક સાધારણ માણસ બની રહ્યું છે… મીડિયાએ આ વસ્તુને ધ્યાનમાં લઈને એનો જવાબદાર રોલ કરવો જ રહ્યો.
જય હિન્દ !જય ભારત !જય જય જગદંબા.